July 30, 2023

નવું જાણવું - નવું શીખવું – એટલે બાળક

નવું જાણવું - નવું શીખવુંએટલે બાળક 

આપણે જાણીએ છીએ કે આપણાથી ક્યાંક એવી કોઈ ભૂલ થઈ છે કે બાળકોની દુનિયામાં ભણવું શબ્દ જાણે કે વગોવાઈ ગયો છે ! ભણવાનું નામ પડતાં બાળકો પ્રક્રિયાથી દૂર ભાગવાનું શરૂ કરે છે ! ખૂબ - હા ખૂબ સારું કૌશલ્ય ધરાવતો શિક્ષક હોય ત્યારે બાળકોને ભણવાની પ્રક્રિયા દરમ્યાન જકડી રાખી શકે છે. આવામાં બાળકોને ગમતું કરવું વર્ગખંડની પહેલી શરત છે.

આમ જોઈએ તો આપણા સૌના મનમાં વહેમ છે કે બાળકોને ફલાણો વિષય ભણવો ગમે છેઅથવા તો ફલાણો વિષય બાળકોને કંટાળાજનક લાગતો હોય છે. આને વહેમ એટલા માટે કહ્યો કારણ કે જો વાતને ધ્યાનમાં રાખી વર્ગખંડોને જોઈએ તો બાળકોને વિષય સાથે નહીં પણ શિક્ષક સાથે લેવાદેવા હોય છે. બાળક જ્યારે એમ કહે કે હાશ ! ગુજરાતીનો તાસ આવ્યો, મજા આવશે ! – ત્યારે સમજવું કે તેને ગુજરાતીના શિક્ષકની શીખવવાની સમજાવવાની રીતમાં ખૂબ મજા છે. એટલે સમજાય કે બાળક માટે વિષય નહીં શિક્ષક મહત્ત્વનો છે ! તેની રીત મહત્ત્વની છે. “પ્રિય શિક્ષક” – વિશે જ્યારે બાળકોને લખવાનું કહીએ ત્યારે બાળકો ઘણુંબધું ભણાવી દેતાં કે બાળક પ્રત્યે સતત ચિંતાશીલ ચહેરો ધરાવતાં શિક્ષક વિશે નહીં, પણ તેની સામું જોઈને હસતાંતેને મજાથી શીખવતાં અને રિશેષમાં તેની સાથે વાતચીત કરતાં શિક્ષક વિશે લખશે. આમાં આપણે શીખવા અને સમજવા જેવું છે કે બાળક માટે કોઈ વિષય પ્રિયઅપ્રિય નથી, – પણ તેના પ્રિય શિક્ષક જે વિષય ભણાવે તે તેનો પ્રિય વિષય !

આટલું વાંચ્યા પછી અમારી જેમ તમને પણ સમજાયું હશે કે હવે તમારા વિષયમાં બાળકો ખૂબ સારો દેખાવ કરે તે માટે ખૂબ ભણાવી દેવું જરૂરી નથી, પણ બાળકોના પ્રિય બનવું જરૂરી છે. અને પ્રિય બન્યા પછી બાળકને જે શિખવવાનુંસમજવવાનું છે તેને આપણી પદ્ધતિમાં પરોક્ષ રીતે કેવી રીતે ઉમેરી શકાય તેના પર મંથન જરૂરી છે.

·         ધોરણ ત્રણમાં બાળકોને જ્યારે અંગ્રેજીમાં ફ્રૂટનાં નામ શિખવવાનાં હતાંતેને લખાવવા વંચાવવા ને બદલે રાઇમ્સ એવી રીતે ગવડાવવા લાગ્યા કે બાળકો માટે પ્રિય વિષય એટલે અંગ્રેજી.

·         બાળકોને જ્યારે ગણિતમાં સ્માર્ટ ટીવી પર કોણમાપક અને ફૂટપટ્ટી વડે લીટી દોરવી ખૂણાનો અનુભવ કરાવતાં હતાં ત્યારે તે સમયના તેમના પ્રિય વિષય એટલે ગણિત !

·         દિવસે કલશોરના શિક્ષકે - પેલા પંખીને જોઈ મને થાયગીત એવું ગવડાવ્યું કે આપણને પણ પ્રિય વિષય પૂછે તો કલશોર કહીએ !

·         તો વિજ્ઞાન હમેશાં બાળકોના કુતૂહલને પોષતો વિષય રહ્યો છેતેને સ્વાનુભવ કરાવવાને બદલે માહિતી પીરસતો શિક્ષક મળે તો વિષય બાળકોનો અપ્રિય બનતાં વાર લાગેમાટે ધોરણ 7નાં બાળકોને પર્ણ વિશે જણાવવાને બદલે જાણવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડનાર શિક્ષક હોય તો બાળકો માટે વિજ્ઞાન વિષય પ્રિય!

અને હા, કદાચ આવી પદ્ધતિઓમાં દેખાય છે એટલી મહેનત નથી વધતી હોતી, કારણે કે આયોજન આપીએ તો બાળકો બધું મેનેજ કરી લેતાં હોય છેપણ હા, પરિણામ પત્રકમાં આપણા વિષયનો ગ્રેડ અને બાળકોમાં આપણી પ્રિયતા ચોક્કસ વધતી હોય છે !

અને હા, માસના અંતે પગાર સાથેબાળકોના પ્રિય બનવાનું બોનસ મળતું હોય તો આવા પ્રયત્નો કરવામાં નુકસાન નથી.. હોં !


No comments: