June 01, 2022

નાચવું કે રાચવું ? એ પસંદ આપણી !!!!

નાચવું કે રાચવું ? એ પસંદ આપણી !!!!

ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે વ્યવસાયને શોખ બનાવો અથવા તો શોખને વ્યવસાય બનાવો. કેટલાક કિસ્સામાં અનુભવ્યું પણ હશે ! વ્યવસાયમાં નિપૂણતા જરૂરી છે. વ્યવસાયમાં સફળતા ત્યારે મળે કે તમે તેમાં રસ પૂર્વક રચાઇ જાઓ. ક્રિકેટ રમતાં રમતાં સચિન પીચ ઉપર ઊભો ઊભો એમ વિચારે કે આના કરતાં તો ફૂટબોલમાં વધારે મજા આવતી. ત્યાર પછીના દરેક બૉલનો સામનો તે કેટલી ક્ષમતા સાથે અને કેવી રીતે કરી શકતો હોત તે આપણે સૌ વિચારી શકીએ છીએ.

વ્યવસાય ગમતો હોય તો? ગમતો વ્યવસાય કરોતેવું આપણા વડીલો પણ સતત આપણને સમજાવતાં હોય છે. ખાનગી વ્યવસાય અને સરકારી નોકરીમાં એક મોટો ફરક છે કે જો આપણે ખાનગી વ્યવસાયકાર તરીકે છીએ અને છતાં પણ સતત થયા કરે છે કે આમાં નથી મજા તો તેમાંઉપભોક્તાને નહીં ફક્ત વ્યવસાયકાર તરીકે આપણને   નુકસાનકર્તા સાબિત થતું હોય છે. પરંતુ જાહેર જીવનમાં એટલે કે સાર્વજનિક સેવાઓમાં આપણે જોડાયેલા હોઈએ ત્યારે આપણા અસંતોષની અસર પ્રત્યક્ષ રીતે આપણા વ્યવસાય પર અને પરોક્ષ રીતે આપણા ઉપભોક્તા એવા દેશના નાગરિકો પર થતી હોય છે. જેમ ખૂબ સારી રીતે કરેલ નોકરીને દેશની ઉત્તમ સેવા તરીકે ગણાય છે તેવી રીતે નોકરીમાં ઉદાસી પણ દેશ સેવામાં ઉણપ જ ગણાય.

શિક્ષકના વ્યવસાયની વાત કરીએ તો..

વર્ગખંડમાં બાળકો સામે જ્યારે જઈએ ત્યારે તેઓમાં આપણા જે તે વિષય અંગેનો રસ ઊભો કરવાની જવાબદારી જ્યારે આપણી હોય ત્યારે આપણને તેમાં રસ હોય તેવામાં આપણને આપણી વાતો બાળકો સામે કેટલી મજબૂતાઈથી મૂકી શકીશું તે વિચાર માંગી લે તેવું છે. એવામાં આપણો નહીં બાળકોના વિષયનો પણ ભોગ લેવાતો હોય છે. ત્યારે તે વિષયમાં પોતે રસ કેળવવો , પોતાનામાં તેને અનુકૂળ થવા માટેના બદલાવ લાવવા તે સમયની ખૂબ મોટી જરૂરિયાત હોય છે. અઘરું છે પણ થઈ શકે તેવું તો નથી !

શું કરી શકાય ? એના માટે એક વાક્ય છે કે ભલે આપણે શાંતિદૂત કેમ હોઈએ, જ્યારે સેનામાં સૈનિક તરીકે જોડાઈએ ત્યારે આપણને આપણો મિજાજ બદલવો પડે છે ! એમ જ્યાં સુધી ગમતું કામ મળે ત્યાં સુધી મળેલા કામમાં પોતાને 100% સામેલ કરીને મહેનત કરીએ તો કોઈપણ જગ્યાએ સફળ બનીશું તે ચોક્કસ બાબત છે નહીં તો ફક્ત કાર્યક્ષેત્રમાં ક્યારેય આનંદ પૂર્વક નહીં રહી શકીએ. અને હા એનો થાક/સંતાપ આપણને આપણા વ્યક્તિગત જીવનને પણ ડહોળ્યા કરશે. જાણે કે આપણે નાચ્યા કરતાં હોઈએ અને કોઈ નચાવ્યા કરતું હોય !

 નાચવાના વ્યવસાયને ખરાબ દ્રષ્ટિથી જોતા એક વ્યક્તિ અને પોતાના નાચવાના વ્યવસાયના અણગમાથી દુ:ખી સ્ત્રી વચ્ચેનો સંવાદ સમજવા જેવો છે. (ફૂલેરા ગામ જઇને સાંભળીએ.)

    વ્યક્તિદુખી છે તો નાચવાનો વ્યવસાય છોડી કેમ નથી દેતી ?

    સ્ત્રી -: [ નિસાસા સાથે ] રીતે નાચવું કોને પસંદ હોયતમે શું કરો છો ?

    વ્યક્તિ -: હું નજીકના ગામમાં કર્મચારી તરીકે છું !

    સ્ત્રી - : તમને કામ ગમે છે ?

    વ્યક્તિ - : ના, કામમાં મારો જીવ નથી લાગતો, એટલે પરીક્ષાની તૈયારીઓ કરું છું !

    સ્ત્રીતો ફરક શું પડયો, તમે પણ નાચી રહ્યા છો ને !

ચાલો, આત્મમંથન કરીએ કે વર્ગખંડમાં બાળકો સામે આપણે નાચી રહ્યાં છીએ કે રાચી રહ્યાં છીએ !!! > અને જો જરૂર લાગે તો ઉપાયો પણ શોધીએ.

No comments: