બંસી છેડે દેશરાગ !
આ પંદરમી ઓગષ્ટ શાળા માટે બે રીતે નોખી
હતી. એક તો આઝાદદિનની ઉજવણીમાં કૃષ્ણ જન્મોત્સવનો
ઉલ્લાસ ભળ્યો અને ગોધરા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ નદીસરમાં !
સામાન્ય રીતે પહેલી ઓગષ્ટથી આ વખત શું
કરીશું તેની ચર્ચા શરૂ થઇ જાય – ધોરણવાર-કોઈકવાર-ગ્રુપ મુજબ તો કોઈકવાર શિક્ષક મુજબ
કાર્યક્રમો નક્કી થાય – કોઈક વાર બાળકો જાતે જ પોતાની રીતે
વ્યવસ્થાઓ ગોઠવી દે એવું ય બને !>>
જુઓ આઝાદી
આ વખત એક ફેરફાર કે તેમને આપણી શાળામાં
નહિ – પણ તાલુકા કક્ષાના સ્ટેજ પર પરફોર્મન્સ
આપવાનું હતું – તેમનામાં હોશ અને ઉમંગ એ વાતનો કે
આજુબાજુના ૧૦ ગામના લોકો સામે તે ગામની શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે સાંસ્કૃતિક
કાર્યક્રમ કરવા મળશે !
પ્રવેશોત્સવમાં હીટ થયેલું સ્વચ્છતાની થીમ જેવું
સોંગ “મેરે દિલ સે આ રહી આવાજ...” ની ટીમની દાવેદારી તો નક્કી હતી. અમને બધાને– વંદેમાતરમની ધૂન, વિવિધ યોગાસન અને પીરામીડનું ફ્યુઝન
પસંદ – એમાં પીન્ટુભાઈએ બાળકોને નવી ચાનક ચડાવી કે
આપણે આઠ મિનીટ લાંબી વિવિધ દેશ ભક્તિ ગીતોની મેલડી પર સ્ટેપ્સ સેટ કરીએ. એની પ્રેકટીસ પણ શરૂ થઇ. એક સાથે ૧૦ -૧૨ સ્થિતિઓ અને દરેક ગીત મુજબ ડાન્સ સ્ટેપ્સ – ડાન્સની પ્રેક્ટીસ માટે સાંજે પાંચ વાગ્યે અથવા શનિવારે ૧૨ વાગ્યે
શરૂ કરીએ બે કલાક મથીએ અને માંડ સરખું ગોઠવીએ – વળી જો વચ્ચે બ્રેક આવી જાય તો ટીમના એક સભ્યના ભૂલમાં કોઈક પીરામીડ
છૂટે કાંતો મ્યુઝીક પૂરું થાય અને લાસ્ટ સીન જ્યાં ગાંધીજી હિમાલય પર ચાલતા હોય તે
ઈમેજીનેશન વાળી સ્થિતિ પૂરી ના થાય. બધાની વચ્ચે ઘૂમરી ખાતો દેવ થાકી જાય ! પણ મહેનત ભલભલા પ્રશ્નોના હલ આપી દેતી હોય તો આ મુશ્કેલી તો કઈ
મુશ્કેલી હતી ! – ફાઈનલ બે દિવસ બાકી હતા ત્યાં સુધીમાં
બધાની રીધમ આવી ગઈ !
નવું અને જે ગીત તાળીઓ ઉઘરાવી ગયું એ
હતું “કનૈયા હેપ્પી બર્થ ડે” ! એની પ્રેકટીસની પણ વળી એક નવી કથા છે – પહેલા તો એક છોકરો એક છોકરીની પેર બનાવવાની - એમાં માથાપચ્ચી કે...”મને એની સાથે નહિ ફાવે ... એને તો ડાન્સ સ્ટેપ્સ ભૂલે છે....એ
હાથ પકડી ગોળ ફરવાનું હોય ત્યારે હાથ છોડી દે છે.....” એમ પડતા આખડતા કૃષ્ણ ધૂન પણ સેટ થઇ..!
નદીસર સ્ટેજ પર રજુ કરવાના
કાર્યક્રમમાં શાળાની મનીષા પણ ખરી – એને દેશની એકતા માટે
રાષ્ટ્રીય પર્વનું મહત્વ વિષે વક્તવ્ય રજુ કર્યું . આ બધા સાથે એ સ્ટેજ પર જયારે તેજસ્વી
વિદ્યાર્થીઓનું સન્માન એમ જાહેર કરી જે નામ બોલાયા એમાં ૧૦ માંથી ૭ નામ અમારા
નવાનદીસરના ! આસપાસના બધા ગામના લોકોની હાજરીમાં
પોતાના સંતાનોને સન્માનિત થતા જોઈ ગામલોકોની આંખોમાં છલકાતું ગૌરવ... એ
અમારી મોટી મૂડી !
1 comment:
Excellent work
Post a Comment