શીખીએ રીઅલ, જીવીએ રીઅલ....... !
જીવાતા જીવન અને શિક્ષણને છેટું પડી જાય તો એવા શિક્ષણને શું ધોઈ
પીવું છે ? જયારે ગજવામાં રૂપીયાઓની થોકડી પડી છે પણ વાપરતા આવડતું નથી – પેલા
કંજૂસના ધન જેવું શિક્ષણનું ધન ભેગું કરીને શું ફાયદો ?
વર્ગમાં સરવાળા,બાદબાકી, ગુણાકાર ને ભાગાકારના ટેસ્ટમાં મેળવેલા ૧૦૦%
ગુણ ગામની દુકાને જઈ ઝીરો થાય ! – એનું નામ તો શીખવું નથી. શાળા પ્રયાસ કરતી રહે
છે કે આપણા બાળકો જે શીખે એ વ્યવહારમાં વાપરતા પણ થાય...કેટલાક પ્રયોગોમાં તેઓ
ગામમાં જઈને જ શીખે એવા પ્રયાસ પણ ખરા ! આવો જ એક પ્રયોગ એટલે “ગામ શીખવે ગણિત”
! જેમાં શાળામાં મળેલી યાદી મુજબના સંસાધનોની કિંમત ગામમાં ફળીયે ફળીયે જઈને
પૂછીને લખવાની ! અને પરત આવ્યા બાદ તેના આધારે ગણતરીઓ માંડવાની કે કોની કિંમત
વધારે કોની ઓછી – કેટલી ઓછી- બે ટીવી. ખરીદવા માટે કેટલા રૂપિયા ચુકવવા પડે.... આ
કામ વર્ગમાં પણ થઇ શકે – “એક ટીવીના ૧૦,૦૦૦ તો બે ટીવીના કેટલા ?” પણ ત્યારે આ
વિડીયોમાં દેખાય તેવી ખુશી અને અવનવા વ્યક્તિઓના ભાવ કહેવા વપરાતા અવનવા શબ્દો
ક્યાંથી મળે ?
આવા “જીવતા જીવતા શીખવાના
અન્ય પ્રયોગો લખી મોકલશો તો શિક્ષણ જીવંત બનશે !
2 comments:
Saras.
Role of co curricular activities for sustainable education is seeing in it.
Post a Comment