થેંક્યું પી.કે.
આ પ્રવેશોત્સવમાં જ્યારે દેવ, નાઝમીન, સેજલ,
હિમાલી અને નિકિતા યોગ નિદર્શન કરતાં હતાં ત્યારે તેમનું વિડીયો શૂટિંગ કરનાર હિતેશ
એ આપણી શાળાનો પહેલો વિદ્યાર્થી કે જે જીલ્લા કક્ષા સુધી યોગની સ્પર્ધામાં પહોચ્યો હોય ! – એ વાતને આજે ૧૦ થી વધુ વર્ષ થઇ ગયાં. શાળામાં યોગનો પાયો નાખનાર પ્રકાશભાઈ
(પી.કે) અત્યારે અન્ય શાળામાં ફરજ બજાવે છે, પરંતુ તેમણે ઉભી કરેલી એ ધરોહરથી દર
વર્ષે અલગ અલગ વિદ્યાર્થી તાલુકા/જીલ્લા સુધી તો પહોંચી જ જાય છે.
એમણે
શાળાના મિજાજને અનુરૂપ યોગનું ડ્રાઈવિંગ પણ બાળકોના હાથમાં આપી દીધું. અને
પ્રાર્થના સંમેલનમાં સમય મર્યાદામાં યોગ, પ્રાણાયામ અને મુદ્રા કરાવવાનું લેખિત
તૈયાર કર્યું, અને તે લેખિત બાળકોને
આપ્યું.... તે મુજબ પ્રાર્થનામાં દરરોજ યોગાસન, મુદ્રા અને પ્રાણાયામ થવા લાગ્યા.
અને તેની અસરમાં જ હવે યોગાસન એ આપણા બાળકો માટે આસાન બાબત છે.
દરરોજના યોગ માટેની સૂચનાઓ અને શાળાના બાળકો વડે તેનું સરળતાથી નીદર્શન કરી શકે તેવા આયોજનના આ ઉમંગને સૌ સુધી વહેંચવા માટે પ્રકાશભાઈ – પી.કે.
એ તૈયાર કરેલી સામગ્રીને ડીઝીટલ બનાવી તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. તે માટેની આ રહી એક લીંક...
No comments:
Post a Comment