January 01, 2017
બાળકોનો પ્રકૃતિ પ્રેમ અને શાળા પરિસર...
þ બાળકોનો પ્રકૃતિ પ્રેમ અને શાળા
પરિસર þ
મિત્રો, માનવ સહજ સ્વભાવ છે કે તેને
પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ હોય છે. જન્મજાત આપણે સૌ આસપાસનાં પર્યાવરણ માંના
ઝાડ-પાન-પશુ-પંખી પ્રત્યે લાગણીઓથી ગૂંથાયેલા હોઈએ છીએ. પર્યાવરણનું જતન કરવું અને
તેમાંના પશુ પંખીઓને પોષવા - તે ઉદેશ્ય આપણી સમાજ વ્યવસ્થાએ માન્યતાઓ ધ્વારા આપણી
રહેણીકરણીમાં વણી લીધું છે. તમે તમારું બાળપણ યાદ કરશો તો ખ્યાલ આવશે કે નાનપણથી જ
આપણી આસપાસનાં પશુ પંખી જીવજંતુને નુકશાન ન થાય તે માટેની પરોક્ષરૂપે પ્રેરવામાં
આવ્યા છે અને એટલે જ તો બાળક પડી જાય અને રડવા લાગે તો તરત જ આપણે બોલી પડીએ છીએ
કે “ અરરર, જો જો કીડી મરી ગઈ અથવા તો જો કીડીને પણ વાગ્યું ! – સાંભળતાં જ બાળક
રડવાનું છોડી જાણે કીડીને શોધવામાં લાગી જાય છે. [ વાક્ય ભલે બાળકને રડતું બંધ
કરાવવા બોલાયું હશે, પરંતુ અજાણતાં જ બાળકોમાં એ ભાવના પેદા કરવામાં આવે છે કે જો
તારા પડવાથી બિચારી કીડીને પણ વાગ્યું. જે વાક્ય અગામી સમય માટે બાળકમાં જીવજંતુઓ પ્રત્યેની
સંવેદના અને દરકાર ઉભી કરે છે. ] પોતાના પડવાથી જીવજંતુને નુકશાન થયાનો બાળપણમાંથી
જ અહેસાસ કરાવતી સમાજિકતાને ક્રમશઃ જાળવી બાળકો આસપાસનાં પર્યાવરણમાં સમાયેલ જીવો
પ્રત્યે સોહાર્દ કેળવે તેવું શાળા પરિસર ઉભું કરવું જ રહ્યું ! અને આ જ તો શાળા
વ્યવસ્થામાંના પર્યાવરણ વિષયનું હાર્દ છે.
શાળામાં પરિસરમાં અક્ષયપાત્ર
પ્રવૃત્તિ અંતર્ગત પક્ષીઓ માટે અનાજ લાવી અક્ષયપાત્રમાં ઉમેરતી અમારી દિકરી રાજેશ્વરી...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment