આનંદથી
ઉજવીએ ઉજવણીઓને !!!
ઉજવણીઓ આનંદની પળોને યાદગાર બનાવવા માટે હોય છે. આપણા વિશેષ પળ કે પછી
વિશેષ દિન અથવા તો કહીએ તો વિશેષ તિથી –
જે આપણને ફાયદો કે આનંદ કરાવી ગઈ હોય તે પળ –ને આપણે વર્ષો વર્ષ યાદ કરીએ છીએ, અને
તેની નાની સરખી ઉજવણી પણ ઘરમાં કે પછી સગાવ્હાલાં સાથે કરતાં જ હોઈએ છીએ. આવી જ
રીતે સમાજ માટે થયેલ મોટા ઉમદા કાર્ય થયાની પળ અથવા તો તે ઉમદા કાર્ય કરનારની જન્મતિથી કે પુણ્યતિથિના દિનને
સમાજ તેની યાદમાં સામુહિક ઉજવણીઓ કરતો હોય છે. આ ઉજવણી ધ્વારા સમાજ જે તે વ્યક્તિ
અથવા તો તે પળનો આભાર માને છે. શાળા એ સમાજનું બાળપણ
છે ! એક એવું સ્થળ કે જ્યાં ભવિષ્યના સમાજ માટે આજે મહેનત થઇ રહી છે,
ત્યારે સમાજ માટે ભૂતકાળમાં કંઇક વિશેષ કરી જનારની યાદમાં વર્તમાનમાં શાળા કક્ષાએ
ઉજવણી કરી આપણે ખરેખર ભવિષ્યમાં સમાજ બનનાર એ બાળકોને સાચે જ તેવા બનવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.
મિત્રો, દિનવિશેષ અથવા તો વ્યક્તિ વિશેષની ઉજવણી એ ખરેખર આમ જોઈએ તો અભ્યાસક્રમનો
જ એકભાગ છે. તેને અલગથી જોવાની જરૂર નથી, જરૂરીયાત તો ફક્ત એટલી જ છે કે
પરિપત્રોમાં આપણને સૂચવેલ ઉજવણીઓમાં આપણા અભ્યાસક્રમને કેવી રીતે મદદરૂપ બને છે,
ઉજવણીઓને બાળકો સાથે એવી રીતે જોડી દઈએ કે સૂચવેલ પરિપત્ર - સુઝ- WELL પરિપત્ર બની
જાય !!! સૂચવવામાં આવતી ઉજવણીઓ અને પછી જ અનુભવાશે કે ખરેખર તો, શાળા પટાંગણ
પરિપત્રો દર્શિત કરવી પડતી વિવિધ ઉત્સવોની ઉજવણીઓ એ તો ખરેખર અભ્યાસક્રમનો મહાવરો
જ છે !!! અને તેને આનંદથી અને આયોજનથી ઉજવીશું તો જ તેમાંથી બાળકોને આનંદ અને આપણા અભ્યાસક્રમને ખરા અર્થમાં મહાવરો મળી રહેશે !!!
આ જ ઉદેશ્યથી આ વખત વાંચન સપ્તાહનો પરિપત્ર બાળકોને હવાલે કર્યો, પરિપત્રની
ભાષામાં બાળકોને જ્યાં જ્યાં મુંઝવણ થઇ ત્યાં તેનું સરળીકરણ કર્યું. પ્રાર્થના
સંમેલન દરમ્યાન ઉજવણી કરવાની હોઈ ઉજવણીની જવાબદારી/કામગીરી તે ગૃપે ઉઠાવી.
ક્યા-ક્યા અને કેટલા ફોરમેટ જોઇશે ? – ગ્રુપ કન્વિનર શિક્ષકને ગૃપ લીડર અલદિપે યાદી
આપી – વિવિધ સ્પર્ધાઓની આગલા દિવસે જાહેરાત કરવાથી માંડી – દરેક વર્ગખંડ સ્પર્ધા
માટેના ફોરમેટ વર્ગશિક્ષકને આપી પરત લઇ બાળકોને ગુણાંક પ્રમાણે નંબર આપવા – કઈ
સ્પર્ધા માટે શિક્ષકોમાંથી કોની નિર્ણાયક
તરીકે નિમણુંક કરવી વગેરે. તમામ મેનેજમેન્ટની જવાબદારીઓ બાળકોએ ઉપાડી - સમગ્ર સપ્તાહને અંતે આ વિદ્યાર્થીઓ ઇવેન્ટ
મેનેજમેન્ટ શીખ્યા,ચોકસાઈનો ગુણ કેળવાયો સાથે જવાબદારી ઉપાડવાનું વલણ પણ !
વાંચન સપ્તાહની ઉજવણી અંગેના પરિપત્રનું બાળકો સમક્ષ વાંચન કરતી મનીષા !! |
પુસ્તક ઇસ્યુ રજીસ્ટરને આધારે નિયમિત વાંચક શિક્ષક અને નિયમિત વાંચક વિદ્યાર્થી નો નિર્ણય કરતી ઉજવણી ટીમ !!! |
સમાચારપત્ર વાંચનની તૈયારીઓ !!! |
અમારાં વાંચન કૌશલ્યના મહારથીઓ - જેઓ સ્પર્ધામાં અગ્રેસર રહ્યા છે !!! |