March 01, 2016

“ફેસિલિટર-સ્કીલ” એ સફળતા માટે અનિવાર્યતા !!!


માર્ગદર્શક તરીકે સારા હો ન હો– ઉત્તમ “ફેસિલિટર-સ્કીલ” એ સફળતા માટે અનિવાર્યતા !!!


                           વ્યવસાય કોઇપણ હશે, તેનું ચાલવું ના ચાલવું અથવા તો ઓછું ચાલવું આ તમામનો આધાર તમે તમારી સર્વિસને કેવી રીતે અને કેટલી સરળતાથી ડીલિવર કરી શકો છો, તેના પર રહેલો છે.  ક્ષેત્ર કોઈ પણ હોય પરંતુ  જો તમારી તે ક્ષેત્રમાં માસ્ટરી નહિ હોય અથવા તો તે માટે શીખતાં રહેવાનું  વલણ નહિ હોય તો આપ વ્યવસાયમાં સફળ નહિ થઇ શકો ! હવે જમાનો બદલાયો છે, ઓછા ખર્ચની સાથે સાથે સરળતાપૂર્વક - ઓછી મહેનતે વસ્તુ ક્યાંથી ખરીદી શકાશે તે ગ્રાહકોની પ્રથમ પસંદગી બની છે. એટલે કે સર્વિસ આપવાની હોય કે લેવાની હોય, જટિલ પ્રક્રિયાનું સરળીકરણ એ જ સફળતા માટેનો પર્યાય બની ચુકી છે. અને તેનું જ ઉદાહરણ છે - ઓનલાઈન ખરીદીમાં પોતાનો એક્કો જમાવતી કંપનીઓ ! આ જ બાબત શૈક્ષણિક પ્રક્રિયાના અનુસંધાને પણ બાકાત કેવી રીતે રહી શકે. બાળકો સરળતાપૂર્વક શીખે એ જ આપણો ‘ટાર્ગેટ’ હોય તો પછી બધું જ આપણે જાતે શીખવીએ  એવું ફરજીયાત નથી. બની શકે છે કે દરેક કામમાં આપણી માસ્ટરી ન હોય, પણ તે મુદ્દા કે એકમને કોણ ઉત્તમ ન્યાય આપી શકશે તે માટેનો નિર્ણય કરવાની કુનેહ એક પ્રકારની વ્યવસાયિક યોગ્યતા જ છે. દરેક મુદ્દે/એકમે આપણે બાળકોના ઉત્તમ માર્ગદર્શક તરીકેની ક્ષમતા આપણી પાસે હોય-ન હોય, પરંતુ આપણે પોતે જે એકમોમાં સારા/સરળ માર્ગદર્શક તરીકે un-ફીટ સાબિત થઇ શકીએ છીએ તેવી પરિસ્થિતિમાં તો આપણે બાળકો માટે એક સારા  ઉત્તમ ફેસીલીટર બનવું  જ રહ્યું. કારણ કે સ્માર્ટ વર્ક માટેનો આ પહેલો નિયમ છે!  ફોટામાં દ્રશ્યમાન બાળકો માટે ગામનો ઈતિહાસ એકમના ઉત્તમ માર્ગદર્શક તરીકે ગામના જ વડીલથી વધુ સારા શિક્ષક કોણ હોઈ શકે ??? 

No comments: