March 15, 2016

ચાલો, બાળમેળાને માણીએ !!


વાંચવું, વિચારવું, આયોજવું, માણવું, આલેખવું  = બાળમેળો
બાળમેળા દરમ્યાન એક મિનીટ સ્ટોરમાંની એક રમતનું દ્રશ્ય ...
આયોજન કરતા પંદર દિવસ વહેલી મોર્નિંગ થઇ ગયેલી શાળા ! – અને એમાં ય પ્રથમ દિવસ બાળમેળો !
                                       જે દિવસ ઈ – સંદેશો મળ્યો એ જ દિવસ સાંજે સાતેય જૂથના લીડર અને વાઈસ લીડરની મીટીંગ બોલાવી. બ્લોગની જૂની પોસ્ટ અને વિદ્યાર્થીઓની સ્મરણશક્તિથી ગયા વર્ષે બાળમેળામાં શું-શું કર્યું હતું એની વિગતે ચર્ચા થઇ. કેટલાક ગયા વર્ષના આયોજનને ફરી - એ જ હુબહુ- અમલમાં મુકવાના હિમાયતી હતા. તો કેટલાક “આ વખત કૈક જુદું કરીએ” ના મૂડમાં !  રકઝક ચાલી. દરેકને પોતાનો સ્ટોલ દેખાવા લાગ્યો હતો – કે અમારું ગ્રુપ આ સ્ટોલ હેન્ડલ કરશે.
   આ તો આયોજનમાં સ્વાર્થ ભળ્યો... એટલે મીટીંગ અંતે માત્ર શું કરવું છે તેની યાદી બનાવવાનું જ ઠરાવ્યું. પહેલા કઈ કઈ પ્રવૃતિઓ કરી શકાય તેની જ યાદી બનાવો ! તે કયું ગ્રુપ કરશે તે એની ચિંતા કર્યા વગર માત્ર લખજો કે તમને ખુબ મજા આવે એવી પ્રવૃતિઓ કઈ છે – બસ તેને જ આપણે સાત જૂથના ટાઈટલમાં વહેંચી લઈશું.  “સો દોસ્તો, ફિકર નોટ” પ્રવૃતિઓનું લીસ્ટ આવ્યું ઘણી ખરી પ્રવૃતિઓ તો બધાનામાં કોમન હતું – પણ – હેર સ્ટાઈલ- મહેંદી- પિચ્ચર- પલક ઝબક – એવા નવા તિખારા ભળ્યા ! પ્રવૃતિઓ પસંદ થઇ તેમણે જ ફરી પાછી સોપી કે હવે આ માટે કઈ વસ્તુ બજારમાંથી – કઈ શાળામાંથી – કઈ ગામમાંથી લાવવી પડશે તેની યાદી આપો.
  બંને પ્રકારની યાદી પછી. સાતેય જૂથને જુદા જુદા  નામ અમે આપ્યા !

 ભાષાના નવા શબ્દો આપવા માટેનો આ એક રસ્તો છે – દરેક વખત તેમની સામે નવા શબ્દો-શીર્ષકો મુકવા ! હવે તેમણે યાદીમાં આપેલ પ્રવૃતિઓને તેમના જૂથની નીચે મુકવામાં અમે તેમને મદદ કરી.  આવા, આયોજન પછી શરૂ થઇ બાળમેળાની મસ્તી –  જઈએ મસ્ત મેળાની મુલાકાતે - - click on >>>  બાળમેળો
મલ્ટીપ્લેક્ષની મજા માણતાં બાળકો !!! 

એક મીનીટમાં - સ્ટોરનું એક દ્રશ્ય !!!
શણગાર શોભન સ્ટોર ધ્વારા દરેક બાળકને સજાવવાનો એક પ્રયત્ન !!!





સિંહ અને સસલું વાર્તાને ભજવતાં બાળકો - વાર્તા રે વાર્તાનું એક દ્રશ્ય


કાગળ - કાતરની કરામત સ્ટોર !! 
કૌશલ્યોને કાંઠે સ્ટોરનું એક દ્રશ્ય !!!!







No comments: