શાળાનું
બીજું નામ એટલે “બાળ-ઇલાકો”
શિક્ષણ બાળકો માટે બન્યું છે, પણ બાળકો શિક્ષણ માટે નથી ! તેવી જ રીતે શાળા પણ બાળકો માટે ઉભી કરવામાં આવેલી સંસ્થા છે, નહિ કે સંસ્થા માટે બાળકો ઉભા કરવામાં આવ્યા છે! શાળા વિના બાળક ‘બાળક’
બની રહેશે, અહીંથી નહિ તો બીજા કે ત્રીજા પર્યાવરણમાંથી શીખશે જ ! એટલે કે શાળા વિના બાળકનું લર્નિંગ અટકશે નહિ, પરંતુ બાળક વિનાની શાળા ? - કલ્પના કરી જુઓ તો ખ્યાલ આવશે કે ખરેખર એક ઈમારતને “શાળાનું પદ” એ ફક્ત બાળકોને જ આભારી છે! તો પછી જે સંસ્થા જેને આભારી છે તેનું પર્યાવરણ પણ તેના લક્ષી હોવું - તે સંસ્થાની સમૃદ્ધિનું પ્રતિક છે ! કોઈ એક સામાન્ય પ્રાણીઓના વસવાટથી એક જાળી-ઝાંખરા ધરાવતું જંગલ અભયારણ્ય બની જતું હોય, પ્રાણી પ્રેમીઓ માટે મહત્વનું અને
દેશ-દુનિયાના નકશામાં નોંધ પાત્ર સ્થાન તરીકે ઉભરાતું હોય તો આપણી શાળા એ તો બાળ-વસવાટનું સ્થાન છે, ત્યાં એક એવો ઇલાકો હોવો જોઈએ; જ્યાં શિક્ષણ તો મળે જ પરંતુ બાળકનું ‘બાળપણ’ પણ અભય હોય, જ્યાં ગુણોની પરિપક્વતા
તો કેળવાય, પરંતુ
તેમનો ‘કલરવ’ અભય હોય, કારણ - જેને જ્યાં કોઇપણ પ્રકારનો ડર નથી, પોતે જ – પોતાના માટે- પોતાના વડે જ – એ “ઈલાકા”ની બીજી વ્યાખ્યા છે- માટે જ કોલેજ એટલે યુવાનોનો ઇલાકો તેમ શાળા એટલે ફકતને ફક્ત બાળકોનો જ ઇલાકો એ આપણે સ્વીકારવું પડશે અને તેના અનુરૂપ પર્યાવરણ ઉભું કરવું જ પડશે.
1 comment:
dear nvndsr તમારી શાળાનો બ્લોગ ખુબજ ગમે છે .તમારા માંથી પ્રેરણા લઇ અમારી શાળા નો બ્લોગ બનાવી રહ્યા છીએ .મારી શાળાના બાળકો ને પણ તમારો બ્લોગ ગમે છે .આ બ્લોગ શિક્ષકો માટેજ નહિ પણ બાળકો માટે પણ બહુજ મજા આવે તેવો છે .અમે પ્રયત્ન કરીએ છીએકે અમારો બ્લોગ પણ બાળકોને પસંદ પડે તેવો બને . રાકેશભાઈ અહી પ્રજ્ઞા તાલીમ માં આવ્યા હતા ત્યારે તેમને પણ મળવાનું થયેલું .
Post a Comment