અમારો પ્રવાસ...
પ્રવાસ એટલે શું એવું જો કોઈ અમને પૂછે તો - પ્રવાસ એટલે પર + વાસ !
“પર” નો અર્થ કરીએ છે પાંખો – બાળકોને શાળા બહાર લઇ જઈએ અને તેમની
શરીરની ભાષા કહી આપે કે આજે બાળકો ચાલી કે દોડી નહિ પણ ઉડી રહ્યા છે,
તો સમજવું કે તેઓ પ્રવાસ કરી રહ્યા છે. પહેલા વરસાદના પહેલા જ ફોરે મોરનો થનગનાટ
અથવા તો તો પહેલા જ ફોરે દેડકાઓનો ડ્રાઉં .. ડ્રાઉં... આવી કેટલીક બાબતો એવી છે કે સર્વમાન્ય બને જ ..
ન બને તો જ ચિંતા અથવા તો ચિંતન કરવું પડે ...... બાળકોને મન પ્રવાસ એટલે જાણે
પહેલા વરસાદનું પહેલું ફોરું જે બાળકને પ્રવાસ જવાના દિવસની આગલી રાતનો ઉજાગરો
કરાવે છે, જેની આંખોમાં આખી રાત ઉંઘ નહિ પણ પ્રવાસના સપનાઓ જ રમ્યા કરતાં હોય છે..
ત્યાં જઈશું, આ જોઈશું... બસમાં ગીત ગાઈશું.... આની પાસે બેસીશ... નાના ભાઈ બહેન
માટે આ લઈશ તે લઈશ... વગેરે... વગેરે... આવાં અનેક સ્વપ્નોમાં રાચતો આ બાળ-ખેચરની
પહેલી પાંખ કપાયાનું ત્યારે લાગે છે,જ્યારે બિનજરૂરી શિસ્તના નામે નિયમનો મારો
ચલાવીએ છીએ. આપણી જેમ બાળકોને પણ એવું જ ગમતું હોય છે કે સહ-સીટર આપણી રુચી મુજબનો
હોય,પ્રવાસમાં કાળજીપૂર્વકના સૂચનો હોય પણ સાથે સાથે આનંદપ્રમોદની કિલકારીઓ હોય...
બની શકે છે કે પ્રવાસ દરમ્યાન બાળકોને થતો વોમિટીંગ પ્રોબ્લેમ અને તેના માટેની
આપણી કાળજી આપણા સ્વભાવને થોડો વધુ ચીડિયો બનાવે પરંતુ તે બાળકોના પ્રવાસનો આનંદ
અદ્રશ્ય કરનાર પરીબળ ન બને તેનું પણ ધ્યાન રાખવું તે જ તો પ્રવાસ કરાવનારની આગવી
ખુબીનું એક માપન છે. આ માટેનું કારણ ફકતને ફક્ત એક જ છે કે પ્રવાસ દરમ્યાન આપણે
બાળકના માર્ગદર્શિકા માટે ફક્ત શિક્ષક જ નહિ પણ માતા જેવી હુંફ આપવાનો અને પિતા
જેવી કાળજી રાખવાનો પણ રોલ ભજવવાનો હોય છે. તેથી જ તો કહેવાય છે કે ઘરના એક બે
નાના બાળકોને ફરવા લઇ જઈએ તો પણ કાળજીપૂર્વક પ્રવાસ કરાવવામાં થાકી જવાય છે, તો
પછી ૫૦/૬૦/ બાળકોને આનંદપ્રમોદ સાથેનો પ્રવાસ તો ફક્ત તે જ કરાવી શકે જે “માં” ના સ્તર સુધી પહોંચી ખરા અર્થમાં
“માસ્તર” બન્યા હોય .. શાળાએ પણ આવો જ એક પ્રવાસ ખેડ્યો... જેમાં ક્યાં ક્યાં
જઈશું - કોણ કોની પાસે બેસશે - કોણ તમારું ધ્યાન રાખશે. – થી માંડી રિસીવ કરવા નહિ
આવી શકનાર બાળકોને સાથે રાખી ઘર સુધી કોણ પહોચાડશે – ત્યાં સુધીનું તમામ આયોજન
બાળકો સાથે અને મરજી મુજબનું જ કર્યું..
2 comments:
Good work . Tamam sixko ne abhinandan
Post a Comment