આપણા
રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ગુજરાતના પ્રવાસે આવ્યા, તેમાં એકમ દિવસ આઈ.આઈ.એમ. અમદાવાદમાં
વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તથા ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડઝ ભારતભરમાંથી આવેલા વિધાર્થીઓને અપાયા. આ નવા
સંસોધન કરનારા ચાલીસ અને બીજા ભારતની જુદી જુદી શાળાઓમાંથી આવેલા ૨૬ વિદ્યાર્થીઓનો
ક્રિએટીવીટી વર્કશોપ બે દિવસ સુધી યોજાયો. જેમાં
ગુજરાતમાંથી જે છ ક્રિએટીવ બાળકોને આમંત્રિત કરાયા તે પૈકી બે વિદ્યાર્થીઓ આપણી
મસ્તી કી પાઠશાલાના હતા. – અલદીપ અને જયપાલ ! બંને
ને ત્યાં જુદા જુદા જુથમાં કામ કરવા
મળ્યું... તેઓએ
જુદાજુદા વિસ્તારોની મુલાકાત લઇ ત્યાંની સમસ્યાઓને ઓળખી – તેની નોધ કરી.
આઈ.આઈ.એમ.માં પાછા આવી તેના ઉપાયો અંગે જૂથ ચર્ચા કરી.
તે આધારિત ચિત્રો અને
ડ્રાફ્ટ બનાવ્યા. તે સમસ્યાના ઉપાયો અંગે કમ્પ્યુટર પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
તૈયાર કર્યા. જૂથ
કાર્ય બાદ તેનું પ્રેઝન્ટેશન કર્યું. તે અંગેની કોમેન્ટ્સ મેળવી સુધારા વધારા
કર્યા. સમગ્ર જુથકાર્ય માં તેમના માટેની સૌથી મજેદાર વાત હતી કે તેઓ જુદા જુદા
રાજ્યમાંથી હતા. તેમનામાં ભાષા-રહેણીકરણીમાં વૈવિધ્ય હતું પણ જરૂરીયાતમંદ માણસોની
સમસ્યાઓને ઉકેલવા માટેની તત્પરતા અને નવા આઈડિયાઝ વિચારવા માટેની ધૂન એક જ હતી.
બંને મહામહિમ
પ્રણવદાના અંગ્રેજી વક્તવ્યમાંથી શું સમજ્યા અને શું ના સમજ્યા એની માથાકૂટ હજુ ય
કરે છે !
બંને
આજે શાળામાં આવ્યા – બંને વિદ્યાર્થીઓને નવાનદીસરથી અમદાવાદ લઇ જવા અને પાછા
મુકવામાં આઈ.આઈ.એમ. એ જે ઉત્સાહ અને કાળજી રાખી તે અવિસ્મરણીય જ છે. શાળામાં
ચેતનભાઈ બંનેને મુકવા આવ્યા ત્યારે સિક્કીમના મહેમાન સાથે હતા – તેમાય બે ત્યાંના
વિદ્યાર્થીઓ ! હવે તો પૂછવું જ શું ? સિક્કો કયા હાથમાં છે થી માંડી શાળાની
ભૂલભુલામણી સુધીની રમતો રમાઈ ગઈ ! ઉંચાઈ મપાઈ – ને વાતો થઇ કે તેમની શાળા કેવી છે
!
.....આવેલ
મહેમાનની વિદાય પછી ય જયપાલ અને અલદીપના અનુભવોમાં આઈ.આઈ.એમ., અમદાવાદના કેરીંગ
વ્યક્તિઓની ચર્ચા હજુ ચાલ્યા કરે છે. હજુ ચેતન સર અને મેઘાબેન અને જેમની સાથે તે રોકાયા તે જલ્પાબેન સૌની
વાતો ખૂટતી નથી. તેનું બિલ્ડીંગ અને એમાય “ઓહો, સાહેબ વિક્રમ સારાભાઇ લાઈબ્રેરી તો
– જોરદાર – ફુલ્લ ચોપડીઓ ! અને જો સહેજ ધ્યાન ના રાખીએ તો ખોવાઈ જઈએ – જેવી
વાતોમાં શાળાના બીજા મિત્રો હજુ ખોવાયેલા છે.
બન્ને બાળદોસ્તો માટેની આ સ્વપ્નવત ઘટનાને વાસ્તવમાં ફેરવવામાં વહીવટી સુગમતા કરવા બદલ અમારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પંચમહાલ અને ગોધરા B.R.C.Co.શ્રીઓનો વહીવટી સહકાર તથા વાલીઓના નૈતિક સહકારની પણ સરાહના કરવી ઘટે તેમ છે !!!
શાળા
માટેની આ ગૌરવવંતી ઘટનામાં અમને થયેલા ગૌરવને વહેચીએ – અમે જ કહ્યું છે, ગમતાનો
કરીએ ગુલાલ ! બાળકોના IIM માંના વર્કશોપ દરમ્યાનના ફોટોગ્રાફ્સ માટે ક્લિક કરો > other
photographs
4 comments:
Waw...
I am happy.
Love u nvnd
its toooo good..
Great efforts always change in great success.... Keep it up... Congratulations..
Great efforts always change in great success.... Keep it up... Congratulations..
Post a Comment