બાળકોનું
“શૈક્ષણિક
પાચનતંત્ર” !!!
શિક્ષણ એક સદાય ચાલતી પ્રક્રિયા છે, બાળક હંમેશા તેની આસપાસના પર્યાવરણમાંથી શીખતો રહેતો હોય છે ! તેમાંય શાળાઓ એ બાળકની આ બધી જ પ્રક્રિયાઓને વ્યવસ્થિતપણે ગોઠવવાની કામગીરી
કરતી હોય છે. બાળકોમાં રહેલી આ પ્રક્રિયા એટલે જ બાળકોનું શૈક્ષણિક પાચનતંત્ર ક્ષમતા વર્કશોપ !!! શાળાનું કામ શું ? આપણે શાળામાં
બાળકોને જ્યારે વિજ્ઞાન ટેકનોલોજી વિષય અંતર્ગત આપણા શરીર વિષે સમજ આપતાં હોઈએ છીએ, જે દરમ્યાન આપણે બાળકોને આપણા શરીરમાં સમાવિષ્ટ શ્વસનતંત્ર – પાચનતંત્ર – રુધીરાભીષણ તંત્ર વગેરે વિગતે સમજાવતાં હોઈએ
છીએ. આ બધા તંત્રોનું આપણા શરીરમાં કેટલું મહત્વનું છે તે પણ આપણે બાળકોને સમજાવતાં
હોઈએ છીએ. આપણે ખુદ જો આ તંત્રોને બરાબર સમજી લઇ, તેને
શૈક્ષણિક પ્રક્રિયાઓ સાથે સરખાવીએ તો આપણને પણ શિક્ષક -- શિક્ષણ વિદની જેમ સમજાતું
થશે કે ખરેખર આપણે બાળકોની શૈક્ષણિક પ્રક્રિયાને સરળ સચોટ બનાવવા માટે પ્રારંભ
ક્યાંથી કરવો પડશે? જો આપણે ખોરાકને શૈક્ષણિક મટીરીયલ્સ અને તેના
ધ્વારા મળતી સમજ/જ્ઞાનને પોષકતત્વો સાથે સરખાવીએ તો આ
પ્રક્રિયામાં મહત્વનું કાર્ય અને આધાર તે
માટેના પાચનતંત્ર/પાચનશક્તિ પર રહેલો છે ! વર્ગખંડોમાં આપણે
કેટલું આપીએ તે કરતાંય બાળકોને કેટલું પચે છે તેનું મહત્વ વધારે છે ! કેટલીકવાર બાળકોની પાચન ક્ષમતા કરતાંય વધુ પીરસનાર એઠવાડ વધારે છે કે પછી અપચો
અથવા તો ક્યારેક આખેઆખું પાચનતંત્ર નબળું પડી જાય તેવી મુશ્કેલીઓ સર્જે છે! જયારે આપણે આપણા શરીરના પાચનતંત્ર આધારિત સમજમાં બાળકોને સમજાવતાં વારંવાર
ઉચ્ચારતાં હોઈએ છીએ કે જેટલી આપણી પાચનશક્તિ હોય તે મુજબ જ ખોરાક લેવો જેથી – ન તો એંઠવાડ વધે , ન તો અપચો થાય ! તે સમયે પણ આપણે બાળકોને સશક્ત તન અને મન માટે પોષકતત્વો જરુરી છે, અને આ પોષકતત્વો મેળવવા માટે ખોરાક કરતાંય વધુ પાચનશક્તિ વધારવા માટેની વિવિધ
યુક્તિ પ્રયુક્તિઓ કહી તેના પર ધ્યાન આપવાનું સમજાવતાં હોઈએ છીએ ! તેવી જ રીતે આપણો પણ વર્ગખંડોમાંનો પ્રથમ આગ્રહ બાળકોની ક્ષમતા આધારિત કાર્ય
પદ્ધત્તિ માટેનો હોવો જોઈએ. તે પછીનો દ્વિતીય અને
તુરંતનો પ્રયત્ન બાળકોની શૈક્ષણિક પાચનતંત્રની કાર્યશક્તિમાં વધારો કરવા માટેનો જ
હોવો જોઈએ ! જ્યાં સુધી બાળકોની
સમજ શક્તિ રૂપી પાચન ક્ષમતાઓ પ્રત્યે આંખ આડા કાન કરી ફક્ત ઠાંસી દેવાની
પ્રવૃત્તિને જ આપણી ફરજ નિભાવ્યાનું સમજતાં રહીશું તો પરિણામો અનપેક્ષિત અને આપણને
ન પચે તેવાં જ મળશે તે શિક્ષણવિદોની કહેલી અને અમે અનુભવેલ બાબત છે !!! માટે જ ચાલો, બાળકોને શૈક્ષણિક મટીરીયલ ભૂખ હોય તેટલું જ નહિ
પણ તેના કરતાંય વધારે જરૂર હોય તે બધું પણ પીરસીએ, સાથે સાથે તે પીરસેલું
તમામ જ્ઞાનરૂપી પોષકતત્વોમાં પરિણમે તેવી
બાળકોની પાચન શક્તિ બને તે માટે પણ તેટલાં જ પ્રયત્નશીલ બનીએ !!!
JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL
No comments:
Post a Comment