આ- “વાંચવું” એ ખરેખર
છે શું ??
કોઈ પણ
કૌશલ્ય શીખવાના કેટલાક સ્ટેપ્સ હોય છે.
સાઈકલ આપણને સૌને યાદ છે – એક પગ વાંકો કરી ને
‘પગ પેન્ડલ’ પછી ‘લાકડી પર’ અને ત્યારબાદ સીટ પરની સવારી ! વધુ
મહાવરો થાય એટલે ડબલ સવારી ને કરતબ બતાવવા કેરિયર પર બેસી સાઇકલ સવારી !
વાંચનને
કૌશલ્ય કહીએ છીએ !
એના માટે મૂળાક્ષરથી શરૂ કરવાથી માંડીને
શબ્દ-પધ્ધતિ નો ઉપયોગ આપણે કરી ચુક્યા છીએ છતાં બધા બાળકો વાંચતા થઇ જ જાય એવી કોઈ
ગેરંટી કોઈ શિક્ષક આપી શકતો નથી. અમે પણ નહિ – પીડા થઇ આવે જયારે બાળકો તેમની ઉમર
મુજબનું વાંચન ના કરી શકે ત્યારે !
વાંચન
ના આવડવાના કારણો વૈજ્ઞાનિક ઢબે શોધવા જોઈએ. કેટલાક કારણો –
૧. વાંચન એ કુદરતી ક્રિયા છે. તે બીજ-છોડ-વૃક્ષ એમ
ફૂલેફાલે છે. અને આપણે તેને સ્ટ્રક્ચરમાં જોઈએ છીએ – એક એક ઈંટ મુકતા જઈએ અને
વિચારીએ કે દીવાલ કેવડી થઇ. એવું બનતું નથી- કોણે ક્યા સમયે વાંચતા આવડી જાય ખબર
પડતી નથી. જેમ છોડ ક્યારે મોટો થાય છે એ ચાલુ વર્તમાન કાળમાં – લાઈવ જોઈ શકાતો
નથી. એ તો નિયમિત માપન અને તેની નોધથી ખબર પડે કે હા, આમાં તો ફેરફાર છે.
૨. વાંચન સામગ્રી શરૂઆતના તબક્કે બાળકે સાંભળેલી
હોવી જોઈએ. જે બાળકોના વાતાવરણમાં એ શબ્દો ઓછા બોલાતા હોય તેવા શબ્દો એ વાંચી પણ
શકતા નથી.
૩. જે બાળકો વસ્તુઓના ચિત્ર ઓળખી ભેદ પાડી શકતા
નથી તેઓ વર્ણ ના ચિત્રો પણ ઓળખી ભેદ પારખી તે મુજબનો ઉચ્ચાર કરી શકતા નથી.
૪. કદાચ પહેલા કરતા આપણે શિક્ષક તરીકે વધુ
અસહિષ્ણુ થઇ ગયા છીએ. કારણ જે પણ હોય તે આપણને તાત્કાલિક પરિણામ જોઈએ છે.
૫.
થોડાક સમયમાં આપણે આપણી પધ્ધતિ બદલી નાખીએ છીએ. એકદમ નર્યું કંટાળાજનક વાંચવાનું
આપીએ છીએ.
૬. વાંચન માટે બાળકોની વય ધ્યાનમાં રાખવાને બદલે
તેની કઠીનતા ( આપણે નક્કી કરેલી) – એટલે કાના માત્ર વગરના શબ્દો જ પહેલા !! એવું
ધ્યાનમાં રાખીએ છીએ.
૭. ના વાંચી શકનારા બાળકોને બીજી પ્રવૃતિઓમાં
જોડાવાને બદલે આપણે તેમને માત્ર એ જ વાંચતા શીખ એવું કહી અલગ પાડીએ છીએ. જે તેને
લઘુતાગ્રંથી તરફ દોરી જાય છે. બાકી જેને વાંચતા ના આવડે તેને ય કવિતા ગાતા તો આવડે
જ પણ આપણે આગ્રહ રહીએ કે એને વાંચતા આવડે પછી જ ગાય.
૮. કેટલાક બાળકો ડીકસલેસીયા થી પીડાય છે. જે પ્રતિભાશાળી હોવા
છતાં માત્ર વાંચન-લેખનમાં મુશ્કેલી અનુભવે છે. એમના કમનસીબે આપણી પાસે એમને સાચી
રીતે ઓળખી કાઢવાના કોઈ હાથવગા ટૂલ્સ નથી.
આપ પણ
આપના વિચારો જોડશો જ –
11 comments:
શાળા કક્ષાએ શાળાનું વાતાવરણ પણ એટલોજ ભાગ ભજવે છે.. અનુકૂળ તથા બાલ પ્રિય વાતાવરણ જરૂરી.. નાના ધોરણમાં બાળકોને પરિચિત ચિત્રો દ્વારા વાચન કરાવી શકાય..
શાળા કક્ષાએ શાળાનું વાતાવરણ પણ એટલોજ ભાગ ભજવે છે.. અનુકૂળ તથા બાલ પ્રિય વાતાવરણ જરૂરી.. નાના ધોરણમાં બાળકોને પરિચિત ચિત્રો દ્વારા વાચન કરાવી શકાય..
દરેક બાળકની શીખવાની ક્ષમતા અલગ હોય છે
વાંચન માટે ખાસ પ્રકારનું આયોજન અને શૈક્ષણિક સાધનોની જરૂર છે
કારણો ગમે તે હોય
પણ વાંચન બાબતે લગભગ બધા નિષ્ફળ ગયા છે
નહીં તો આખા ગુજરાત માં ઉપચારાત્મક કાર્ય ની જરૂર ના પડે
સૌથી વધુ ખર્ચ ધોરણ 1 માં કરવાનો છે
હમણાં સરકારે ઇ લર્નિંગ સોફ્ટવેર બનાવ્યું ધોરણ 5 થી 8 નું છે
ધોરણ 1 નું શુ?
તમે યુ ટ્યુબ પર એબીસીડી ના ઢગલો વીડિયો છે
કકકનો એક પણ સારો વિડિઓ છે?
બસ આમ કેમ?
પરદેશ વારા મૂર્ખા છે ના પ્રથમ ધોરણ નું મહત્વ સમજે છે
ABHINANDAN
પહેલું ધોરણ તે પગથિયું છે.માટે તેનું મહત્વ ખુબજ હોવું જોઈએ.
સહમત, છતાં આપણે કયા નક્કર પ્રયાસો કરી શકીએ ?
Congcongratula
તમારો લેખ વાંચીને ગમે એવો છે સાહેબ.
આપણે બાળકોને રમકડાં સમજી આપણે જે કરાવવું હોય તે કરાવીએ છીએ પણ બાળકને શુ નડે છે એ આપણને જડી જાય તો આપણે શિક્ષકને લાયક છીએ.હવે બીજી વાત કે હાલ મિશન વિદ્યા કાર્યક્રમ ગુજરાતભરમાં કાર્યરત છે.જેમાં આપણે પ્રિય બાળકો ને બીજા સામાન્ય બાળકો સુધી લઈ જવા છે.આપણે તે કરી રહયા છીએ પરંતુ કેટલાક બાળકો એવા છે કે જે અતિપ્રિય છે પરંતુ આ જ બાળકો શાળામાં અનિયમિત છે જેના કારણો ઘણા બધા છે એતો સ્થાનિક શિક્ષકો ને જ ખબર હોય.હવે બીજા બાકી રહયા એ બાળકોની વાત.તેમાં 50ટકા બાળકોને આપણે સમય નથી આપ્યો અથવા આપણી મેથડ એ બાળકો માટે ખોટી હતી એવું સાબિત થાય.એ આપણે સ્વીકારવું જ રહ્યું.એટલે જ હું કહું છું કે બાળકને જે નડે એ આપણને જડે તો જ આ બધું શક્ય છે.
આતો મારું ચિંતન છે,સ્વીકારવું જરૂરી નથી.
ધોરણ ૧ મા ૨૦ બાલકો એ ૧શિક્ષક....
રેતીયા અક્ષરો ઘણા ઉપયોગી થાય છે.
Correct & congratulation
Post a Comment