કેડી
વિનાનું જંગલ !!
બાળકની લર્નિંગ પ્રોસેસને ૧૦૦% કહી શકાય તેવી રીતે હજુ સુધી શિક્ષણવિદો પણ નથી સમજી શક્યા. આ
બાબતમાં સંપૂર્ણતા તો કદાચ વર્ષોના પ્રયત્નો પછી પણ મળવી મુશ્કેલ છે. પરંતુ વર્ગખંડોમાં આપણે સૌ એક ચોકકસ પધ્ધત્તિઓનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. એનાથી આપણે
બાળકને શીખવાની સુગમતા કરી આપતા હોઈએ છીએ. ક્યારેક તો અમારો અનુભવ રહ્યો છે કે જાણે શીખવાની દુનિયા એ દિશા નિર્દેશ
વિનાનું કેડીઓ રહિત જંગલ છે. જ્યાં બાળક શિક્ષકરૂપી હોકાયંત્ર સાથે જંગલને જાણવા
માણવા અને જીતવા નીકળી પડે છે. શિક્ષકશ્રી પણ બાળકોના શૈક્ષણિક ભોમિયા બની
વર્ગખંડરૂપી વાહનમાં સવાર થઇ પાઠ્યપુસ્તક રૂપી નકશાઓ અને પદ્ધતિઓરૂપી માર્ગદર્શિકા
સાથે બાળકોની યાત્રાને સફળ બનાવવાના પ્રયત્નોમાં લાગી જતાં જોવા મળે છે. આપણે
અનુભવ્યું પણ છે કે શૈક્ષણિક જંગલની વાત કરીએ તો આ એક એવું જંગલ છે કે કદાચ ભૂલથી
ફંટાઈ જવાશે અને ક્યાંક અથડાશો તો પણ નવુંનવું શીખીને જ આવશો !!! આવી વાતના
પુરાવાઓ રૂપે ક્યારે ક્યારેક એવું પણ બને છે કે બાળકની કોઈ રમતિયાળ વર્તન એ આપણી
કોઈ વિષય વસ્તુના મુદ્દાને સરળતાથી શીખવવાની પદ્ધત્તિ બની જાય છે. અને આવું જ
બન્યું આ વિડીયોમાં જયારે મેં એક દીકરીને કહ્યું એ...એ...એ [AAAA] તો તેનો સામે
જવાબ મળ્યો બી...ઈ ઈ [BBB] અને પછી તો શરુ
થઇ A...B...C..D... અને તેનું નામ પાડ્યું “લડાઈની
A...B...C..D...”. આવું જ
બન્યું બાળકોને અંગ્રેજી અંકોની ઓળખ અને સમજ માટેના પ્રયત્નોમાં. બાળકોએ રંગપુરણી
ધ્વારા પોતે તૈયાર કરેલ ફ્લેશ કાર્ડ વડે
રજૂઆત કરતાં ગયા અને બાળકો જાણતા ગયા અને વારાફરતી તેની રજૂઆતનો ભાગ બની માણતાં
ગયા. આઉટ્પુટ એટલું પાવરફુલ હતું કે પ્રવૃત્તિ પછીની બે બાળકોની ચર્ચા એવી હતી કે
“અલ્યા ! આપણે બંને ભેગા થયા ત્યારે કયો અંક બન્યો હતો ? આવી જ એક પ્રવૃત્તિ બાળકોએ કરી ભોંય તળિયા પર A...B...C..D...નાં ફ્લેશ કાર્ડના બે સેટ
ગોઠવીને !! જેમાં બે ટીમના એક – એક સભ્યો વારફરતી સ્પર્ધા કર્તા કે કોણ પહેલાં V
શોધી લાવે ? જે જીતે તેને ૧૦ પોઈન્ટ. ત્યાર બાદ
આગળ એ પણ ખરું કે કોણ પહેલાં પોતાનો સ્પેલ બનાવી શકે છે? વગેરે વગેરે...
4 comments:
Creative Work
Creative Work
Nice Team Nava Nadisar
આજના જમાના ના so CALLED systemetic learning કરતા આવો અભ્યાસ જિંદગી કંદરનરો બની રહે છે
Post a Comment