March 20, 2015

વ્યવસ્થાને વ્યથા બનતા અટકાવીએ-: Team Work


વ્યવસ્થાને વ્યથા બનતા અટકાવીએ-: Team Work

સાથે મળીને [સંગાથે] કામ કરવું એ સામાજિક જરૂરિયાત છે. જો વ્યક્તિ બીજામાં રહેલા જુદાપણાને સ્વીકારી ના શકે તો સામાજિક વ્યવસ્થા” “વ્યથામાં ફેરવાય જાય છે. દરેકને ટીમમાં કામ કરવા એકબીજાની શક્તિ અને મર્યાદાની જાણ હોવી જોઈએ. એ મર્યાદાઓ સ્વીકારીને જ આગળ વધી શકાય.ઘણીવાર ટીમમાં કોઈકને પોતાની આઝાદી છીનવાઈ રહી હોય એવો પણ અહેસાસ થાય. હા, દરેક વ્યક્તિ સ્વંત્રત છે. છતાં દરેકની સ્વંત્રતાની પણ એક હદ હોય છે. જેમ કે દરેકને પોતાના હાથ વીંઝવાની પૂરી આઝાદી છે પણ  તેની હદ બીજાના ગાલથી પાંચ સેમીની દૂરી સુધી છે ! હું કહી ના શકું કે હું તો હાથ વીંઝવાનો તારો ગાલ આડો આવ્યો ના એ સ્વંત્રતા નહિ સ્વછંદતા છે. દેશ જ નહિ દુનિયા આજે વ્યક્તિ - વ્યક્તિ વચ્ચેના વિસંવાદીપણાથી પરેશાન છે ત્યારે આપણે શું કરી શકીએ ?
એક રીફ્લેક્શન :
·         જયારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણી બોડી લેન્ગવેજ કેવી હોય છે. એકદમ ખુલ્લાપણું મહેસુસ કરીએ. શરીર એકદમ સામાન્ય સ્થિતિમાં હોઠ સ્મિતની મુદ્રામાં વગેરે

·         જયારે ક્રોધિત કે ઉદાસીન હોય છીએ ત્યારે ? આનાથી વિરુદ્ધ આપનું શરીર સંકોચાઈ જાય એવું લાગે સ્નાયુઓ તંગ થઇ જાય.વગેરે
                                   આમ, આપણા લાગણીતંત્ર ની અસર આપણા શરીર પર પડે છે એમ શરીરના હલનચલન અને સ્નાયુઓની અસર લાગણીતંત્ર પર પણ પડે જ ! કે નહી ? નર્વસ ફિલ થતું હોય ત્યારે મનગમતું ગીત/મનગમતું પુસ્તક કે મનગમતા મિત્ર સાથે વાત પેલી દુર્બળતા અનુભવ કરાવતી લાગણીને દૂર કરી જ દે કૃષ્ણ-અર્જુન યાદ હશે. કદાચ કૃષ્ણને બદલે અર્જુનને બીજા કોઈકે આ જ જ્ઞાન આપ્યું હોત તો ? ગીતા આપણા માટે ધર્મ કે જ્ઞાન ગ્રંથ છે. વાસ્તવમાં તો એ બે મિત્રોનો પ્રેમાળ વાર્તાલાપ છે.
                        હવે આ બાબતને શાળાના બાળકો સાથે જોડીએ. તેમનામાં ટીમ ભાવના જગાડવા શું કરવું ? ટીમ સ્પીરીટ એ લાગણી છે. તે આપોઆપ બધામાં ના હોય તો એવી પ્રવૃતિઓ અને રમતો યોજાવી જોઈએ જ્યાં તેમને ટીમમાં કામ કરવું પડે. જેથી તેઓ ધીમે ધીમે ટીમમાં રહીને એક બીજાનો આદર કરીને જીવતા શીખે. શરૂઆતના તબક્કામાં તેમને ટીમમાં ભળવાનું કદાચ અસહાજીક લાગે પણ તેવી પ્રવૃતિઓ થાય વારંવાર થાય પછી તેની ટેવ પડે અને તે ટેવ તેમનું વલણ બની જાય. તે ટીમના મેમ્બર્સની જુદી વાતનો સ્વીકાર કરે અને તેના સ્વભાવને અનુરૂપ તેની સાથે વર્તન કરતાં શીખેતે ટીમને બચાવવા માટે પોતાની તમામ શક્તિઓનો પ્રમાણિક પણે ઉપયોગ કરે.
આવી જ એક રમત છે રસ્સા ખેંચ.
                     રસ્સાને ખેંચતી વખતે હું પાછળ છું કે આગળ - એ બધા ભૂલી જાય છેને સૌ પોતાના હાથમાં પકડાયેલા હિસ્સાને જાણે ખેચવા લાગી પડે. એની સાથે જ હોકારા-પડકારાથી એકબીજાનું પ્રોત્સાહન પણ થતું રહે કદાચ હારી ગયા ! તો ય ગબડી પડીને ફરી ઉભા થઇ જવાય કારણ કે ટીમ છે. આવી રસ્સી ખેંચતા ખેંચતા એમને જિંદગીની રસ્સી ખેંચવામાં એકબીજાની મદદ કરવાની મદદ લેવાની ટેવ પડે એથી રૂડું શું ?
વિષમ-વાદથી પીડાતા સમાજની મીટ હવે શાળાઓ પર છે બંને રીતે હવે કૈક રીતે બચી શકાય તો એ શાળા જ બચાવી શકે એમ છે અને બીજી રીતથી આપ સૌ વાકેફ જ છો ! છો ને ?