બાળકોમાંના “કૌશલ્ય” રૂપી વાયરલનું શું ????
મિત્રો, અત્યારે જયારે સ્વાઈન-ફ્લુનો વાવડ
ચાલી રહ્યો છે ત્યારે આપણી શાળાના બાળકોની એક શિક્ષકના જીવ તરીકે આપણને ચિંતા થાય
તે સ્વાભાવિક છે. કારણ કે તંદુરસ્તી અને
માનસિક વિકાસને તથા માનસિક વિકાસ અને
શિક્ષણને સીધો સંબંધ છે. ભલે આપણે એમ માનતાં હોઈએ કે બાળકોની તંદુરસ્તી
જોખમાય તો ચિંતાસહિતની ઉપાય માટેની જવાબદારી આરોગ્ય વિભાગની છે, પરંતુ બાળકોની
બિમારી પૂર્વોત્તર વાલી સાથે મળી તેની તંદુરસ્તીની ચિંતા
અને ફક્ત ચિંતા જ નહિ તેની તકેદારી એ પણ આપણી ફરજ છે. અને જો બાળકના વાલી
અશિક્ષિત હોય ત્યારે તો આ ફરજ વધારે ફરજિયાત બને છે. તમે જાણો છો કે બાળકો વાયરલથી
ભરેલ હોય છે. અરે! ચોંકો નહિ, મારો કહેવાનો મતલબ છે કે બાળકોમાં રહેલ કૌશલ્યો પણ એક વાયરલની જેમ બાળકમાં પડેલ હોય
છે. કેટલાક મૃતપ્રાય તો કેટલાક અર્ધમૃતપાય તો કેટલાક જીવિત અવસ્થામાં ! કેટલીકવાર
આપણે જજ બની બાળક વિશેનો ચુકાદો જાહેર કરી દેતાં હોઈએ છીએ કે “ફલાણા બાળકમાં તો ફલાણું કૌશલ્ય છે જ્જ્જ્જ નહિ !!!”
ત્યારે આપણે એજ યાદ કરવું રહે છે કે જેમ વાયરલ ભલે આપણા શરીરમાં પડી રહેલ હોય,
જ્યાં સુધી તેના માટેનું અનુકુળ વાતાવરણ નહિ બને તે નિષ્ક્રિય જ રહેશે, તેવી જ
રીતે બાળકમાં રહેલ કૌશલ્યો રૂપી વાયરલોને પણ
આપણા વર્ગખંડો ધ્વારા જ્યાં સુધી અનુકૂળ માર્ગદર્શિકારૂપીનું વાતાવરણ નહિ મળે, તો તેનું એક્ટીવ થવું....
मुश्किल ही नहीं, नामुमकिन
है !!!
No comments:
Post a Comment