આઝાદીની ઉજવણીનો આનંદ
હમણાં થોડા સમય પહેલાં શાળા આંગણે
યુનિસેફની ટીમ આવી હતી. શાળા મુલાકાત સમયે તેમની નજર દિવાલે
લખેલ "અમારા સંકલ્પ" પર પડી જેમાં લખ્યું હતું “શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ નાગરિક, શ્રેષ્ઠ
નાગરિક વડે શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ દ્વારા શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ.” > ત્યારે
અમને એક પ્રશ્ન પુછવામાં આવ્યો કે “શ્રેષ્ઠ નાગરિક’ ની વ્યાખ્યા શું હોઈ શકે ??? ત્યારે
અમારો જવાબ સ્પષ્ટ હતો કે અમારા મતે એવો નાગરિક બને જેમાં મુખ્ય ગુણ હોય
>1. તે
પોતાના હક પ્રત્યે જાગૃત હોય
>2. તે પોતાની ફરજો પ્રત્યે સભાન હોય
>3. તે સમાજ
ઉપયોગી હોય.
હા, શક્ય છે કે અમારા આ જવાબમાં હજુ પણ કંઇક ખુટતું હશે. પરંતુ અમે તો
એવું ઈચ્છીએ છીએ કે અમારી શાળામાં જ્યારે બાળકોનું ઘડતર થતું હોય ત્યારે આ ત્રણ બાબતો
પર અમારો મુખ્ય ફોકસ હોય. કારણ કે આ ત્રણ ગુણવાળા નાગરિકો વડે બનેલ સમાજ મોટાભાગની સમસ્યાઓથી વિમુક્ત હશે અને તેથી જ તો જ્યારે સમસ્યાઓ વિનાનો સમાજ એટલે જ
તો “શ્રેષ્ઠ સમાજ’.
રાષ્ટ્ર આઝાદ હોય તે પછીની બીજી શરત એજ છે કે તે સામાજિક
સમસ્યાઓથી મુક્ત પણ હોય. સામાજિક સમસ્યાઓ ઉકેલવા માટે સામાજિક જાગૃતિ અને સામાજિક
જાગૃતિ માટે શિક્ષણ અને શિક્ષણ માટે તો શાળા જ !! આપણે સમાજની કેટલીયે સમસ્યાઓની
ચર્ચા ભલે કોઇપણ કક્ષાએથી કરીશું, પરંતુ તેના
ઉકેલનો છેડો તો શાળા/શિક્ષણને જ સ્પર્શશે. હા, સરકારો સમસ્યાઓ પર નિયંત્રણ કરી શકે
છે પરંતુ જડમૂળથી નિકાલ થાય અને સમાજનું ભવિષ્ય સમસ્યા વિમુક્ત બને તે માટે તો આપણે જજ્જ્જજ્જ -આજથી જજ્જ્જજ્જ- આજના
વિદ્યાર્થીઓથી જજ્જ્જજ્જ તેનામાં શ્રેષ્ઠ નાગરિકના ગુણો વિકસાવવા કટિબદ્ધ બની જવું પડશે.
આવા નાગરિકો વડેનો સમાજ "આઝાદ સમાજ"ની સાથે-સાથે "આનંદિત સમાજ" પણ બનશે જ.
આજે તો પર્વ છે
આઝાદીના આનંદને માણવાનો. અમારી શાળાએ પણ આજે નાચી-ગાઈ-ડોલી-ડોલીને તેની ઉજવણી
કરી. ઇચ્છીએ કે અમારી શાળાના બાળકો ધ્વારા ભવિષ્યનો સમાજ આનંદિત સમાજ બનશે. ત્યાં
સુધી તો આપ નીચેના ફોટોગ્રાફ્સ અને વિડીયો ધ્વારા "આનંદિત શાળા"ને માણો.
જય જય ભારત...
prayer - God is Here & God is Their
તું નાનો , હું મોટો ....
¸Ê
नगाड़ा संग ढोल बाजे ....
¸Ê
મનુષ્ય તું બડા મહાન હૈ !
¸Ê
છીએ અમે તો છોટાજી....
¸Ê
God ,अल्लाह और भगवान ...
लुंगी डांस.....लुंगी डांस......लुंगी डांस.......
¸Ê
ભાઈ... ભાઈ...
¸Ê
No comments:
Post a Comment