August 11, 2014

રક્ષા-મહોત્સવની ઉજવણી !!


રક્ષા-મહોત્સવની ઉજવણી !!
               શાળામાં તહેવારોની ઉજવણી અંગે ક્યારેક-ક્યારે મનમાં પ્રશ્ન થાય છે કે બાળકો જ્યારે ઘરે તહેવારોની ઉજવણી કરતાં જ હોય છે, તો પછી શાળામાં તહેવારોની ઉજવણીનો શું મતલબ ???? તહેવારો એ માનવ જીવનનું એક અંગ છે. આપણી રોજીંદી જીવનશૈલી ધ્વારા જીવનમાં રુક્ષતાની ઉભી થતી લાગણીઓને દબાવી નવી ઉત્સાહિત લાગણીઓનું સંચાર કરવાનું કામ તહેવારો કરે છે. હા, પણ શાળામાં શા માટે ??? આ પ્રશ્નનો જવાબ ઉપરમાં નહિ નીચે છે.
                     શાળા એટલે શિક્ષણ [માર્ગદર્શિકા] અને શિક્ષણ એટલે બાળકોના જ્ઞાનનું વ્ય્વસ્થીકરણ. આપણે જોઈએ છીએ કે કેટલીકવાર બાળકના ઘરે તહેવારોની ઉજવણી એવી રીતે થતી નથી જેવી રીતે આપણે તેને નિબંધ સ્વરૂપે લેખિત આપીએ છીએ. પરિણામે બાળકો તહેવાર પર નિબંધ લખવાની આપણી સૂચનાનું અક્ષશઃ પાલન તો કરે જ છે, પણ સાથે-સાથે ધ્વીતા અનુભવે છે. શાળામાં સુ-આયોજન સાથે થયેલ તહેવારોની ઉજવણી બાળકોની આ મુંજવણને દૂર કરવાનું કામ કરે છે. જેમકે શાળામાં કોઈ તહેવારની ઉજવણી દરમ્યાન આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? વિવિધ પ્રદેશોમાં આ તહેવારની ઉજવણી કેવીરીતે કરવામાં આવે છે? આ તહેવારનું શું મહત્વ છે અને હા, શા માટે તેનું મહત્વ છે?-તેનો ધાર્મિક-વૈજ્ઞાનિક તર્ક- વગેરે-વગેરે ઘણી સંકલ્પનાઓ સ્પષ્ટ કરવાનું કામ કરે છે. પરિણામે તહેવારોને ઉજવવાની મૂળ રીતો અને ઉજવવા પાછળના કારણોમાં લુપ્ત થતાં નથી. આવા આશ્રય સાથે જ શાળા પરિવારે શાળા પટાંગણમાં “રક્ષા-મહોત્સવ” ની ઉજવણી કરી. આપ ફોટોગ્રાફ્સ ધ્વારા તેને જોઈ સાથે આપેલ વિડીયો ધ્વારા માણી શકો છો. 

પ્રજ્ઞા સપ્તરંગી પ્રવૃત્તિ અંતર્ગત "રાખડી" બનાવતાં બાળકો....


"રક્ષાબંધન' - ઉજવણી કેવીરીતે અને શા માટે ? - બાળકો સમક્ષ માહિતી રજૂ કરતો અમારો રવિ ...
"રક્ષાબંધન" ની ઉજવણી વિશે વિગતે સમજ્યા પછી ઉજવણીની શરૂઆતનું એક દ્રશ્ય... 


આપણા રક્ષકને આપણે રક્ષા બાંધી  શકીએ - તેવું જાણ્યા પછી ખો-ખોની રમતમાં સ્ટેટેજી રૂપે હંમેશા પોતાનું રક્ષણ કરનાર અમારી દિકરી આરતીને રાખડી બાંધતી દિકરી  દિવ્યા 







નીચે આપેલ વિડીયો જોતાં-જોતાં આપ ઉજવણી સમયે  શાળા પટાંગણમાં જ હાજર છો, તેવો અહેસાસ થાય તો નવાઈ નહિ !!!!