"શાળા સ્થાપનાદિન"ની ઉજવણી
>"Happy Birthday"<
આપણે જ્યારે કહીએ છીએ કે “મારી શાળા” ત્યારે આપણે તેનો વિસ્તૃત અર્થ જાણીએ છીએ ખરા? જેમ આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે લગાવ થઇ જાય ત્યારે આપણે તેના ઉપર “મારું/મારી/મારો” જેવા શબ્દ પ્રયોગ કરતાં હોઈએ છીએ. પરંતુ આપણો આ શબ્દ પ્રયોગ સાર્થક ત્યારે જ સાબિત થાય છે કે જ્યારે આપણે જે વ્યક્તિ/વસ્તુ પર ‘મારી’ કહી હક કરીએ છીએ તેના પ્રત્યેની ફરજમાં પણ ઉણા ન ઉતરીએ. ચોમાસાનું વાવાઝોડું જોઈ તરત જ જ્યારે શાળાના કમ્પાઉન્ડમાંના ઝાડ અને બગીચાની ચિંતા થઇ આવે તો સમજવું કે “મારી શાળા” એવો શાળા પરનો મારો દાવો સાચો છે. પોતાના ઘરનું રાચરચીલું સરખું કરતાં કરતાં યાદ આવે કે મારા વર્ગખંડમાંના ખૂણામાં પડેલ TLM ની ગોઠવણી જો હું આ રીતે કરી દઉં તો TLMનું આયુષ્ય વધશે અને બાળકો તેનો વધારે ઉપયોગ કરી શકશે ! – તો સમજવું કે વર્ગખંડ પરનો મારો દાવો - “મારો વર્ગખંડ” એ બિલકુલ વ્યાજબી છે. પોતાના બાળકોની સ્ટેશનરી ખરીદતાં-ખરીદતાં પોતાના વર્ગખંડમાંનું જરૂરિયાતમંદ કોઈ એવું બાળક યાદ આવી જાય અને થાય કે લાવ તેના માટે પણ એક નોટબુક લઇ લઉં –ત્યારે સમજવું કે આપણે ખરા અર્થમાં એક શિક્ષક તરીકે “મારાં બાળકો” કહેવાના દાવેદાર બન્યા છીએ. મારી શાળા ,મારો વર્ગખંડ, મારા બાળકો – એવું જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે પરોક્ષરીતે તેનું જતન અને વિકાસ માટેની જવાબદારી સ્વીકારતાં કરાર પર જાણે કે હસ્તક્ષાર કરતાં હોઈએ છીએ. અમારી શાળાનો આજે “સ્થાપના દિવસ” એટલે કે “જન્મદિવસ’ છે. સાચું કહીએ તો “શાળાએ આવવું” અથવા તો “ઘરે જવું” - આ બંને વાક્યો વચ્ચે અમને કોઈ ફરક લાગતો જ નથી. માતાના ખોળા જેટલી જ પ્રેમાળ અને પિતાની હુંફ જેવું શાળાનું પર્યાવરણવાળી આ કર્મભૂમિ રૂપી અમારી શાળાને તેના જન્મદિવસ નિમિત્તે અમે કોટીકોટી વંદન સહ તેને શુભેચ્છાઓ અર્પણ કરીએ છીએ. મિત્રો, શાળા સ્થાપનાદિન શબ્દ અમને હજુ પણ થોડો અરૂચે છે, કારણ કે સ્થાપના તો સંસ્થાની હોય પરંતુ માતા-પિતાના પ્રેમાળ પર્યાવરણનું તો “સ્થાપન” જ હોય ને ! કેવીરીતે શાળા પરિવારે માતા-પિતાની હુંફ આપતી આ શાળાના જન્મદિવસની ઉજવણી કરી – માણીએ અને જાણીએ



ÞÞ ¹ ÞÞ
No comments:
Post a Comment