September 01, 2014

અમારા ધ્વારેથી...


બાળકોની જીવનશૈલી અને સ્વચ્છતા

સ્વચ્છ ગામ-સ્વચ્છ શહેર અને સ્વચ્છ દેશની એક કલ્પના અત્યારે ચાલી રહી છે. ત્યારે શાળા પરિવારના મનમાં તે વિશેની ગડમથલ વર્ષોથી ચાલી જ રહી છે. શાળા કક્ષાએથી જે પેઢીને જો કોઈ વસ્તુનું મહત્વ સમજાવી તેને તેની જીવનશૈલી સાથે વણી દેવામાં નથી આવતી તેને પછીથી જોડવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે.
                 જે વ્યક્તિએ સ્વચ્છતાનો અહેસાસ જ ના કર્યો હોય તેને તેનું પરિસર સ્વચ્છ રાખવાની મથામણ કરવી ક્યાંથી ગમશે? શાળાના જુના વર્ષો યાદ કરીએ તો થાય કે સ્વચ્છતા તરફ સૌનો અભિગમ કેળવાયો તો છે – જ્યાં “તું નાહીને આવ્યો છું ?” નો જવાબ “હા ! સાહેબ રવિવારે જ નાહ્યો’તો !!” એમ મળતો – કેટલાકને સમજાવ્યા પછી ય દરરોજ નાહવાનું ટાળતા - એના માટે એ વિદ્યાર્થીઓ નહિ, પણ એમનું વાતાવરણ જવાબદાર ! – કોઈક જો દરરોજ સ્નાન કરવાનો પ્રયત્ન પણ કરે તો વાલીઓ ટોકે – “શું રોજ નાહ્યા કરે છે ?” દરરોજ નહાવું એ પણ એમની સ્વચ્છતાની વ્યાખ્યામાં નહોતું. આજે સ્થિતિ જુદી છે – ‘નાગરિક ઘડતર’ અને ‘આજના ગુલાબ’ જેવી પ્રવૃત્તિની એટલી અસર તો થઇ કે વિદ્યાર્થીઓ રોજ નહાવા લાગ્યા – સામુહિક રીતે એક પેઢીને ટેવ પડ્યા પછી નખ કાપેલા રાખવા, જમતા પહેલા સાબુથી હાથ ધોવા - થાળી બરાબર ધોવી જેવી જરૂરિયાતો હવે વલણ બની ચુકી છે ! પણ મંઝીલ હજુ દુર છે – એ વિદ્યાર્થીઓ એમના ઘર-આંગણું અને ગામ પણ સાફ રાખતા થશે – એ દિવસ “સ્વચ્છ ભારત” નું સ્વપ્ન સાકાર થશે.
“ચાલો – એક સ્વચ્છ સ્વપ્ન એમની આંખોમાં આંજીએ – એ અંજન વડે એમને નવી દુનિયા બતાવીએ !”

No comments: