July 01, 2014

“Guide” તરીકેની આપણી સજ્જતા કેટલી ?


U  બાળકના શૈક્ષણિક સફરમાં Guide તરીકેની આપણી સજ્જતા કેટલી ? 
       મિત્રો, નવીન શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ચુકી છે. આપના વર્ગખંડો નવા બાળ-સાથી મિત્રોથી સજ્જ થઇ ચુક્યા હશે. બાળકોની આંખોમાં એક નવીન કુતૂહલ આપને વંચાતી હશે.આપ પણ આપણા આ નવા સાથી મિત્રો સાથે શૈક્ષણિક સફરમાં જવા ઉત્સાહથી ભરેલા હશો. આપ જયારે ગાઈડ તરીકે  આ બાળકોની સાથે એક વર્ષની શૈક્ષણિક સફર કરવાના છો ત્યારે આપે એક યોગ્ય ગાઈડની ભૂમિકાની સમજથી આપ સજ્જ છો ખરા ?? ચાલો, માની લો કે તમે પ્રવાસે નીકળ્યા છો અને તમને નીચે જેવી કોઈ વ્યક્તિ Guide તરીકે મળે જેમ કે ...

1.      તમે જે સ્થળોની મુલાકાત લેવાના છો તે સ્થળો અને તેના સંદર્ભથી અજાણ હોય..
2.      તે તમારી સાથે પૂરેપૂરો સમય ન ફાળવતા મોબાઈલ અથવા તો અન્ય કામમાં વારે-વારે વ્યસ્ત રહેતો હોય...
3.      કોઈ વસ્તુ-વ્યક્તિ વિષે પૂછતાં જવાબ ટાળવાની વૃત્તિ ધરાવતો હોય અથવા તો તેનો વળતો જવાબ તુમાખી ભર્યો હોય...
4.      કોઈ વસ્તુ વિષે તેને પૂછતાં પણ તમને ડર લાગતો હોય..
5.      તે તમને સારી રીતે [એટલે કે તમે સહેલાઈથી સમજી શકો તેવી ભાષામાં] વ્યક્તિ/ સ્થળ વિષે સમજાવી ન શકતો હોય... અને છેલ્લે ફકતને ફક્ત તમે પૂછો તેટલી જ માહિતી આપતો હોય..
               મિત્રો, આવો ગાઈડ આપણે નથી ઇચ્છતાં કારણ કે તમને લાગશે કે આવા ગાઇડને સાથે લઈને પૈસા પડી જાય તેના કરતાં તો વગર ગાઈડે સ્વ-પ્રયત્ને વધારે સારું જોઈ/જાણી શકીશું. પરંતુ કમનસીબે આવો Option આપણી પાસે હોય છે પરંતુ વર્ગખંડોમાં બાળકો પાસે નથી હોતો !!
 So, God bless them !!   

2 comments:

True knowledge said...

True post........ appreciate post

True knowledge said...

True post........ appreciate post