July 19, 2014

સામાજિક જ્ઞાનનું વિજ્ઞાન...


સામાજિક જ્ઞાનનું વિજ્ઞા
                સમાજમાંથી આવતા બાળકોને સમાજ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે સમાજને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જોવા માટેનું વલણ કેળવવા માટે સામાજિક વિજ્ઞાનનો વિષય આપણે ભણાવીએ છીએ – અથવા વિદ્યાર્થીઓ ભણે છે. એના મુખ્ય હેતુઓ છે –

Ø  સંસ્કૃતિક વારસાનું જતન....
Ø  લોકશાહીની સભાનતા.....
Ø  પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમ....
Ø  સામાજિકતા.......
Ø  કાર્ય-કારણ સંબંધ....



              ........................... ત્યારે આ વિષય વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે લઇ જવો? આ વિષયના કેન્દ્રમાં ‘સમાજ’ છે તે જ - આ વિષયની તાકાત અને મર્યાદા બંને છે !વિદ્યાર્થીઓના સમાજનો આધાર લઈએ તો એ જીવંત બને પણ પુસ્તકમાં છાપેલા વાક્યો વાંચી સંભળાવીએ તો -  તે જે સમાજને જુએ-અનુભવે છે તે અને તેની સામે આવેલ પુસ્તકિયા વાક્યો વચ્ચે દ્વંદ પણ રચાય. જેના પછી સમગ્ર સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ ફક્ત માહિતી પ્રધાન બનીને રહી જાય છે..... 
        આપણી શાળાનો જ એક પ્રસંગ જોઈએ……….
:શિક્ષક :  ડેટિંગ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે.
                                             (ડેટિંગ પદ્ધતિ વિષે સમજ્યા પછી.)  
:જયપાલ : અવશેષ એટલે શું ? 
:શિક્ષક : તમે ભાગાકાર કરો છો. તેમાં એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગો અને અંતે જે બચે એને શું કહો છો ?  
:જયપાલ : શેષ  
:શિક્ષક : એમ જ જુના સમયના નગર-ગામ-સંસ્કૃતિઓ સમય જતા જમીનમાં દબાઈ ગઈ. કેટલીક વ્યવસ્થાઓ સમય જતા લુપ્ત થતી ગઈ. તે પૈકીમાં જે હજુ આપણને મળી આવે તેને આપણે અવશેષ કહીએ છીએ. આપણા ગામમાં પહેલા ખેતરમાં પાણી પીવડાવવા શાનો ઉપયોગ કરતા હતા ? 
: હંસા : કુવાનો.   
:શિક્ષક : હા, પણ કુવાનું પાણી બહાર કાઢવા ?  
:હરેશ : ચોમડાનો કોથરો..  
:શિક્ષક : બિલકુલ સાચું ! એને કોશ કહેવાય ! અત્યારે એ કોશ તમને જોવા મળે છે? 
:હરેશ : અમારા વતનમાં એક જુનો કોશ પડ્યો છે. 
:શિક્ષક : તો એ પણ એ સમયની સિંચાઈ પદ્ધતિનો અવશેષ કહેવાય. તેના ઉપયોગથી આપણે એ સમયની સિંચાઈ પદ્ધતિનો ખ્યાલ મળી આવે. તમે ઘરેથી આવી બીજી કઈ વસ્તુઓ-વ્યવસ્થાઓ પહેલા ઉપયોગમાં હતી તેની યાદી બનાવી લાવજો.
                                       …………..તો અહીં શિક્ષકે નવાનદીસરના પાણીના કોષને યાદ ન કર્યો હોત ? કે તેને ગણિત સાથે જોડી – “શેષ” શબ્દનો અર્થ ન સમજાવ્યો હોત તો ? – વિદ્યાર્થીઓ માટે ડેટિંગ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે. એ માત્ર પુસ્તકનું એક વાક્ય માત્ર બની રહેત. અને વિદ્યાર્થીઓમાં સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન – નહિ પણ – માત્ર ગોખેલા કેટલાક મુદ્દાઓ જ બચત. અને તેના દ્વારા તે ‘પાઠ’ તો શીખત પણ સામાજિક વિજ્ઞાનનો – પોતાના સંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃત બની શકત ? તેના જતન માટેની પ્રેરણા મેળવત ?
પ્રશ્ન પુસ્તકની માહિતીનો નહિ – તેને રજુ કરવામાં વપરાતી પદ્ધતિનો છે. બીજા ક્યાં એવા મુદ્દા છે –જેની પર આપણે આવી ચર્ચા યોજી શકીએ ? જરૂરથી જણાવજો ! 

4 comments:

Anonymous said...

Goooood

Anonymous said...

Goooood

Raysinh parmar said...

વાહ સામાજિક વિજ્ઞાનનું જીવંત શિક્ષણ.

Unknown said...

Good information