આપણું > “આ-યોજન”
મિત્રો, આપણું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા
જઈ રહ્યું છે. (વાક્ય વાંચતા જ થશે – “એમાં શું? એ તો થવાનું જ !) સમય એ કોઈ
ઘડિયાળ કે કેલેન્ડર ચાલતી શક્તિ નથી. એ ઉપકરણોથી આપણે સમયને માપવાનો પ્રયત્ન કરીએ
છીએ. એટલે એ શક્તિને નકારી – “હુહ....એમાં શું ? આ સત્ર પણ આવશે અને જશે !” એવી
બેદરકારીથી વર્તીશું તો એ આપણી વ્યવસાયિક પ્રતિબધ્ધતાને લૂણો લગાડ્યા બરાબર
કહેવાશે !
તો
શું કરીએ ? નવા સત્રમાં શું નવું કરીશું ? આપણે વર્ષોથી ઉત્સાહ અને ઉમંગથી કાર્યરત
રહ્યા જ છીએ. એ જોમમાં આ વખતે “આયોજન” ઉમેરીએ !
આયોજન
કરવાની સૌથી મોટી મર્યાદા એ છે કે “આયોજન મુજબ કાર્ય નથી થઇ શકતું.” પણ જેમ તાળું માર્યા પછી પણ ઘરમાં ચોરી થાય એનો
અર્થ એ નથી કે ઘરને તાળું જ ના મારવું. આયોજન પછી શક્ય છે કે સંપૂર્ણ કાર્ય આયોજન
મુજબ ના થાય પણ તેથી આયોજનનું પગથીયું નકામું નથી ઠરતું !
તો
આ વખતે આયોજન પણ આયોજનપૂર્વક
કરીએ. તે માટેના કેટલાક મુદ્દા જે અમારા ધ્યાને આવ્યા છે તે જોઈએ – (આપની જવાબદારી
બને છે કે એમાં વધુ મુદ્દાઓને ઉમેરો !)
·
આયોજન
“વ્યક્તિનું આયોજન ને બદલે “ટીમનું આયોજન” બને.
·
તે એક Road
Map હોય રસ્તો નહિ. – એને જડતાપૂર્વકનું બનાવવાને
બદલે એટલું Flexible રાખીએ કે રસ્તો બદલીને પણ મંઝીલે પહોચી શકાય !
·
આયોજનમાં
જે થઇ શકે તે જ વિચારવું – શ્રેષ્ઠ પ્રયત્નોની સાથે તેમાં મળનારી નિષ્ફળતા માટેની
તૈયારી પણ રાખવી.
·
કાર્ય-આયોજન
કોઈ એકના ખભા પર મૂકી દેવાને બદલે તેનું વિકેન્દ્રીકરણ કરવું. ઉપલબ્ધ માનવીય
શક્તિઓનો મહત્તમ ઉપયોગ “ટીમ” માટે થાય તે ધ્યાનમાં રાખવું.
·
કાર્ય
વહેચણીને વ્યાખ્યાયિત કરીએ – જેથી દરેક પોતાનો રોલ સ્પષ્ટ પણે સમજી શકે.
·
આયોજનમાં
ગત વર્ષની સમસ્યાઓ અને આગામી વર્ષની આશાઓનો સુમેળ સાધીએ.
·
શાહમૃગવૃતિ
છોડી – પોતાની જમીની હકીકતને પહેલા ધ્યાનમાં લઈએ.
·
આ સિવાય
એનું લેખિત ડોક્યુમેન્ટ બનાવીએ જે આપણી ગતિ અને દિશા માપી શકે.
·
એવા
ફોરમેટ બનાવીએ કે જે ક્રમશ – વાર્ષિક- સત્ર – માસિક – અઠવાડિક –દૈનિક ચિતાર રજુ
કરે !
મિત્રો જ્યારે તમે આ વાંચતા હશો ત્યારે આપણી
તાલીમનો સમયગાળો હશે. ત્યાં પણ આયોજનની ચર્ચા કરીએ અને એવા નક્કર – સરળતાથી જોઈ શકાય
અને સમજી શકાય તેવા ફોરમેટ બનાવવાનો પ્રયત્ન કરીએ. એ ફોર્મેટ્સ અમને જરૂર
મોકલાવજો. એને બધા સુધી વહેચવાનો પ્રયત્ન કરીશું !
આપ શૈક્ષણિક
યોજન
સુધીની સફર માટેનું આયોજન કરી રહ્યા છો કે નહિ ?