શાળાએ “બાળ-સ્વતંત્રતા” ની બાદબાકી તો નથી કરીને ???
મિત્રો, “શાળા એ ગામનું સ્વર્ગ’ અથવા તો “વર્ગ એ જ સ્વર્ગ” આવું લખાણ
આપણે ઘણી જગ્યાએ શાળાની કે વર્ગખંડોની ભીંતે ચીપકાવેલું જોતાં હોઈએ છીએ, પરંતુ
બાળકોની દ્રષ્ટિએ જોવા જઈએ તો આવા સુવિચારોનો અમલ ભીંતે જ રહી જઈ,જમીન પર હકીકત
કઈંક જુદી જ જોવા મળતી હોય છે. “સ્વર્ગ”નો સમાનર્થી શબ્દ કયો? તો – “સ્વતંત્રતા” !
એ ન્યાયે જોઈએ તો “સ્વર્ગરૂપી વર્ગ” નો અર્થ થશે “બાળકની સ્વતંત્રતા’. અમૃત જેવી
સ્વાદિષ્ટ રસોઈ પણ જો તમને ચાવવાના નિયમો સાથે જમાડવામાં આવે તો ?? તમે અંદાજ
લગાવો !! તમે તે ભોજનનો કેટલો આનંદ માણી શકશો?? સાચું છે, કે વધારે ચાવવું એ
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તે સમયનો આપણો મુખ્ય ઉદેશ્ય સ્વાદનો લુપ્ત
ઉઠાવવાનો છે. તેની સાથે શક્ય તેટલું વધારે ચાવવાનો પ્રયત્ન હોઈ શકે. પરંતુ જો ફક્ત
ચાવવા પર જ ધ્યાન આપવાની શરત હોય તો ! સ્વાદિષ્ટ વાનગી પણ ઝેર જેવી લાગે છે ! મિત્રો, બાળકોનું પણ
આવું જ છે. આપણા આનંદદાયી શિક્ષણની મજા અને સાથે-સાથે ગુલામીનો અનુભવ થાય તેટલા
કડક શિસ્તના નિયમો !!! હવે તમે વિચારો કે બાળકનો આનંદ ક્યાં અને કેટલો હશે ?? આવા શિસ્ત-નિયમો
સાથેનો વર્ગ એ સાચા અર્થમાં સ્વર્ગ નથી. અરે! અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે એ તો
સાચા અર્થમાં “વર્ગ” પણ નથી. સ્વર્ગરૂપી વર્ગ તો એ છે...... જ્યાં શું શીખવાનું છે
તે શિક્ષક કહે.. પણ કેવી રીતે શીખીશું તે બાળકો નક્કી કરે... શું વાંચવાનું છે તે
શિક્ષક કહે અને ક્યાં બેસી વાંચીશું તે બાળકો નક્કી કરે.... ટૂંકમાં કહીએ તો બાળકો
વર્ગખંડોની પ્રક્રિયાના એવા ભાગીદાર હોય કે જેઓને નિર્ણયો કરવાની પૂરેપૂરી
સ્વતંત્રતા હોય !!! આવો, બાળકોને આવી સ્વતંત્રતાસહનું વર્ગખંડ કાર્યનો અહેસાસ
કરાવી તેઓને ખાતરી કરાવીએ એ કે “આ શાળા તમારી જ્જ્જ્જજ્જ છે!!!”
No comments:
Post a Comment