“કૌશલ્ય-યુક્ત પતંગોત્સવ”
“એક
કાંકરે બે પક્ષી મારવાં” - આપણા સમાજમાં આ કહેવત ખૂબ જ પ્રચલિત છે. પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પદ્ધત્તિ – શૈક્ષણિક પ્રવૃત્તિઓનું અને શૈક્ષણિક યુક્તિ-પ્રયુક્તીઓનું આપણે આયોજન કરતાં હોઈએ ત્યારે ખરેખર તો આપણે સૌએ આ
કહેવતને આપણી ગળથુથીમાં જ સમાવેશ કરી લેવો જોઈએ. તમને થશે કે ‘અરે !! આવું કેમ??? મિત્રો જ્યારે પણ આપણે ઉપરોક્ત
શૈક્ષણિક વસ્તુઓનું આયોજન રૂપી કાંકરાને તાકતાં હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે
આપણું નિશાન હોય છે બાળકને જે તે વિષય-વસ્તુનું માર્ગદર્શન મળી રહે. પરંતુ કેટલીકવાર એવી ઘણી બધી
પ્રવૃત્તિઓ હોય છે કે જો તેનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો તમે તે એક જ
પ્રવૃત્તિમાંથી ઘણા બધા ઉદેશ્યોને પાર પાડી શકો છો.
અમારી શાળાએ પણ આ વખતે શાળા પતંગોત્સવના
આયોજનમાં આજ પ્રકારનું ધ્યાન રાખ્યું. જેમાં એક તીરથી બે ત્રણ નિશાન તાકવાનો
પ્રયત્ન થયો. અમે નક્કી કર્યું કે પતંગોત્સવ એટલે
ફકતને ફક્ત એવું નહિ કે બાળકો આખો દિવસ શાળામાં પતંગ જ ઉડાડ્યા કરે. હા પતંગ ચગાવવો એ ઉજવણીના આયોજનનો મહત્વનો એક ભાગ જરૂર હતો, જે મુજબ બાળકોના આનંદનો અને ઉત્તરાયણ પછીની તરત હાજરી પર પડતી અસરને
ઓછી કરવાનો અમારો ઉદેશ્ય [પહેલું નિશાન] હતો. પરંતુ અમારા માટે આયોજનનો મુખ્ય ઉદેશ્ય હતો આયોજનમાંનો બીજો ભાગ. જે અંતર્ગત બાળકો સાથે ‘ચર્ચાસભા” – જેમાં પતંગના હવામાં ઉડવાના કારણોની ચર્ચા, પતંગના કાટખૂણાઓની સમજ , પતંગના સમતોલન માટે જરૂરી ધ્યાન
રાખવાની બાબતો, પૂછડી લગાવી કે ત્રિકોણીયુ ચોટાડવાનું
કારણ ,કિન્નાટ વગેરેની બાળકો સાથે ચર્ચા કરવી. અને ત્યારબાદ ફાટેલા પતંગોની ચિપ્સમાંથી બાળકો પોતે જ પતંગો બનાવે. હવે અમારે કહેવાની જરૂર તો નથી જ ને કે
પોતે બનાવેલ પતંગને ચગાવવાનો ઉત્સાહ કેવો અને કેટલો હશે??? આપ પણ અમારી શાળામાં ઉજવાયેલ આવા કૌશલ્યયુક્ત પતંગોત્સવને ફોટોગ્રાફ ધ્વારા જોઈ શકો છો, તેમજ વિડીયોની લીંક પર ક્લિક કરી અમારા કોલાહલ યુક્ત પર્યાવરણને માણી પણ શકો
છો!!!!
No comments:
Post a Comment