January 25, 2014

આવતીકાલના નાગરિકોની ક્વિજ !!!!


આવતીકાલના નાગરિકોની ક્વિજ !!!!


             “આજનો બાળક આવતીકાલનો નાગરિક છે.” –આ વિધાન આપણે પ્રસંગોપાત આપણે બોલીએ છીએ. પરંતુ રોજબરોજની દિનચર્યાની જો વાત કરીએ તો શું કાયમી ઉપરોક્ત વિધાનના માઈન્ડ સેટ સાથેનું આપણું વર્ગખંડ-કાર્ય હોય છે ખરૂ??? શું આપણે બાળક સાથેના વર્તન સમયે આપણે આ વિધાન ધ્યાને રાખી છીએ ખરા??? આપણે ઘણીવાર એ વાતથી અજાણ હોઈએ છીએ કે આવતી કાલના સમાજની પ્રવૃત્તિઓ કદાચ આજના વર્ગખંડના RE-TAKE પણ હોઈ શકે છે. કારણ કે તમે વાલી તરીકે પણ જો તમારા બાળકની ઉલટ તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે બાળક પર તેમના શિક્ષકનો અને વર્ગખંડના પર્યાવરણનો કેટલો પ્રભાવ જોવા મળે  છે. બાળ-કક્ષાએ જ જ્યારે બાળકોને રાજનીતિશાસ્ત્ર શીખવવાની/સમજાવવાની અને  તેને જીવનલક્ષી બનાવી અનુસરાવવાની જવાબદારી આપણા સમાજે  એક શિક્ષકને નાતે જયારે આપણા ઉપર પૂર્ણ વિશ્વાસસહ મૂકી છે ત્યારે  સમાજની અપેક્ષાઓને પર ખરા ઉતરી "ઉત્તમ નાગરીકો ધ્વારા ઉત્તમ રાષ્ટ્રના નિર્માણનો જશ ચોક્કસપણે આપણે મેળવીશું તેવી અમોને ૧૦૦% ખાતરી છે. મિત્રો, આવી જ જાગૃતિ અમારી શાળાના બાળકોમાં આવે તેના પ્રયત્નરૂપે આપણા દેશમાં ૨૫મી જાન્યુઆરીએ ઉજવાતો “રાષ્ટ્રીય મતદાર દિવસ” ની પૂર્વ સંધ્યાએ શાળામાં સંવિધાન-મતદાર-મતદાન-ચુંટણી પ્રક્રિયા- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ  વગેરેને ધ્યાને રાખી એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત કલેકટરશ્રી [પંચમહાલ] કચેરી તરફથી મળેલ પ્રશ્નાવલીની સાથે-સાથે ધોરણ-૫ થી ૮ માં સમાવિષ્ઠ રાજનીતિશાસ્ત્રની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આપ પણ ફોટોગ્રાફ વડે સ્પર્ધાને જાણી શકો છો અને વિડીઓ ધ્વારા કોલાહલ-યુક્ત સ્પર્ધાને માણી પણ શકો છો.  














1 comment:

vkvora Atheist Rationalist said...

મતદાન એક પદ્ધતિ છે, જેનાથી સભા કે મતદારમંડળ જેવા જૂથ પોતાનો એક નિર્ણય લે છે કે મંતવ્યને રજૂ કરે છે - મોટેભાગે આમ થવા પાછળ ચર્ચા, વાદવિવાદ કે ચૂંટણી પ્રચાર કારણભૂત હોય છે. આ વાત હંમેશા લોકશાહીઓ અને લોકશાસનોમાં જોવા મળે છે.