December 31, 2013

વૈચારિક જ્ઞાન....


íì  વૈચારિક જ્ઞાન = વિજ્ઞાન !!!!  íì
એક પ્રોજેક્ટ અંતર્ગત પૂંછડીની લંબાઈ માપતો બાળક....
                                   મિત્રો, એક જમાનો હતો “જ્ઞાન”નો. જ્ઞાન મેળવનાર વિદ્વાન ગણાતો. ધીમે-ધીમે જમાનો આવ્યો  “વૈચારિક જ્ઞાન” નો. વૈચારિક જ્ઞાન એટલે કે વિજ્ઞાન. કોઇપણ બાબત વિશે અથવા તો તે બાબતના આસપાસના તથ્યોને જાણવાં, સમજવાં અને પછી જ અનુસરવાની પ્રક્રિયા એટલે જ વૈચારિક જ્ઞાન મેળવવું. આપણી આસપાસ થતી પ્રક્રિયાને જોઈ તે પ્રક્રિયા માટે જવાબદાર તમામ પરિબળો વિશે સમજવું એટલે જ વિજ્ઞાન ભણવું.  વિજ્ઞાનને કારણે જ સમાજે જે કઈં  પણ  જ્ઞાન વિશે જાણતાં હતાં, તે જ્ઞાન સંદર્ભે વિચારતાં પણ  થયાં. મિત્રો, હવે આધુનિક યુગ આવ્યો છે “વૈચારિક જ્ઞાનયુક્ત ટેકનોલોજી”. એટલે કે જે જ્ઞાન સંદર્ભે સમાજ વિચારતો થયો, તેના તમામ પાસાઓની જાણકારી/ખરાઈ અથવા તો સાબિતી માટે જરૂરી ઉપકરણોનો ઉપયોગ પણ પ્રાપ્ય થયો. જેને નામ મળ્યું “વિજ્ઞાન & ટેકનોલોજી”. બાળકોની તેમના આસપાસના પર્યાવરણમાંથી જાણવાની ક્ષમતાને આપણે આપણા માર્ગદર્શન ધ્વારા કદાચ વધુ વિસ્તરીત કરી શકીએ, પરંતુ તે બાબતોને સંપૂર્ણપણે સમજવાની ક્ષમતાને વિસ્તરીત કરવા માટે તો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ ઉપયોગ કરવો  અથવા તો કરાવવો  રહ્યો.           
                પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાન & ટેકનોલોજીના વિષયમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સૌથી મોટી ખાઈ છે અનુભવ આપવા સંદર્ભે ! એક પ્રવૃત્તિ છે-- “કૂતરાનું અવલોકન કરો” શિક્ષક વિચારે છે કે આમાં તો શું જણાવા જેવું/જોવા જેવું કે સમજવા જેવું છે!! આતો બાળકોને ખબર જ છે ને !! - પણ બાળકોની જીજ્ઞાસાવૃત્તિ અને તે માટેના ઉમળકાની શરૂઆત ત્યાંથી જ થતી હોય છે. મિત્રો, બાળકોને તો તેમની કોઈ જાણીતી વસ્તુને પણ જયારે કોઈ વિષયની દ્રષ્ટિએ જોવાની હોય ત્યારે તેમનો આનંદ એટલો જ ઉચ્ચસ્તરીય હોય છે જેટલો કોઈ નવીનતા વિશેનો હોય !!! જો આવા કોઇપણ પ્રોજેક્ટ સમયે બાળકોને કંટાળો અથવા તો અરૂચી દેખાઈ આવે તો સમજવું કે આપણા આયોજનમાં અથવા તો આપણા માર્ગદર્શનમાં નક્કી કંઈક ઉણપ છે.
               અમારી શાળાના ધોરણ-૫-૬ નાં બાળકોએ વિજ્ઞાનનો એક પ્રોજેક્ટ  કર્યો “પ્રાણીઓનું અવલોકન”. જે અંતર્ગત બાળકોએ ઘેટું, ગાય અને કુતરાનું અવલોકન કર્યું, ગાય ચામડી કેમ વારંવાર ધુજાવે છે?? કુતરું જીભેથી કેમ પાણી પીવે છે?? ઘેટાનાં ઉનમાં કાંસકા જેવી સફાઈ કોણ કરે છે? આવા,તો અઢળક પ્રશ્નો ??? વિશાલે કહ્યું આવું તો અમે રોજ જોતાં હતાં પરંતુ પ્રશ્ન તો આજે જ થયો?? અમારા હરેશ ભરવાડે કહ્યું કે સાહેબ,મારા ઘેટાના ઉનમાં સફાઈ કોણ કરે છે તેવો પ્રશ્નીક વિચાર પણ મને આજ દિન સુધી ન્હોતો થયો ???  બાળકોને  કેટલાય પ્રશ્નો ઘણાના જવાબ શોધ્યા તો ઘણાના શોધીએ છીએ. પરંતુ આનંદ એ વાતનો હતો કે  આ પ્રોજેક્ટ ધ્વારા અમે બાળકોના વિચારોને વલોવ્યા અને પ્રશ્નો માટેનું એક પ્લેટફોર્મ ઉભું કર્યું. આપ પણ અમારા આ પ્લેટફોર્મ પર તમારા વિચારોની ગાડી દોડાવવી  પ્રોજેક્ટના ફોટોગ્રાફ્સ જોઈ તમારા વિચારરૂપી ગાડીમાંથી ઉદભવતાં સૂચનોને અમારા કોમેન્ટ બોક્સમાં પાર્ક કરો.   

"કોચર" બનાવતાં અને તેના વડે જીવજંતુ પકડી તેનું અવલોકન કરતાં બાળકો  

"પ્રાણીનું અવલોકન" પ્રોજેક્ટ-દરમ્યાન ગાયના લક્ષણોને જાણતાં બાળકો... 
ગીતા ભરવાડના ઘેટાં વિશે  ગીતા ભરવાડના  મુખે  .....

આજે કૂતરો કઈંક અલગ જ લાગતો હતો- અવલોકન કરતાં બાળકો " વાડોલીયું" આજે "વર્ગખંડ" હતો 

1 comment:

vkvora Atheist Rationalist said...

અલગ અલગ શાળાઓના બ્લોગની આજ રોજ મુલાકાત લીધેલ. અને અહીં મસ્તી કી પાઠશાળામાં આવ્યો. આમાંથી મેં ચાર ફોટાઓની નકલ કરેલ છે જે ફોટાઓ જોઈ હું કંઈક લખીશ. ચાર ફોટાઓની કોપી કરેલ છે એ જાંણ માટે આ કોમેન્ટ લખેલ છે.

www.vkvora2001.blogspot.in