November 29, 2012

આનંદ સહ ગૌરવ....



ગુજરાત રાજ્યના બી.આર.સી. અને સી.આર.સી. કૉ. ઓર્ડીનેટર સજ્જતા તાલીમી મોડ્યુલમાં આપણી નવાનદીસર શાળાની પ્રવૃત્તિઓ દર્શાવતા ફોટોગ્રાફ્સને સ્થાન મળતાં શાળા પરિવાર આનંદ સહ ગૌરવની લાગણી અનુભવે છે...














શુભકામનાઓ...........



સૌને શુભકામના....!!!


મિત્રો, નવું વર્ષ અને દ્વિતીય શૈક્ષણિક સત્ર જયારે શરૂ થઇ રહ્યું છે,ત્યારે આપ સૌને નવા વર્ષની અને નવા સત્રની શુભકામનાઓ....!!!

                  ‘સમય’ એ એક ચિન્હ છે; કોઈક બિંદુએથી પાછા વળી જોઈ અને હવે પછી શું કરીશું તેની કાર્યયોજના કરવાનો મોકો છે ! આ સમય એ શૈક્ષણિક મુસાફરીના માર્ગમાંનો વિરામ પ્રદેશ [Rest Area] સમાન છે...! જ્યાં ઉભા રહી  આપણે આપણા ગત સત્ર દરમિયાનની આપણી ઉપલબ્ધીઓમાંથી પ્રેરણા અને મર્યાદાઓમાંથી શિખામણ લઇ આગામી સત્ર માટે કટિબદ્ધ બનીએ !

ફરીથી આપ સૌને નવાનદીસર શાળા પરીવાર તરફથી...
નવા વર્ષની અને નવા સત્રની શુભકામનાઓ....!!! 

November 24, 2012

“શિક્ષક”...?????


બાળકના સર્વાંગી વિકાસની જવાબદારી જેના શિરે છે.

                                                 બાળકો જુએ, જાણે અને શીખે તેવો આપણા સૌનો અભિગમ રહેલો છે. આપણી શિક્ષણ પધ્ધતિઓ પણ આ અભિગમ ઉપર જ અલગ-અલગ પ્રકારે કાર્યરત છે. આપણા ધ્વારા વર્ગખંડોમાં અનુસરાતી વિવિધ શૈક્ષણિક પધ્ધતિઓ પણ છેલ્લે તો પૃથ્વીની ધરીની જેમ એક જ  ઉદેશ્ય ઉપર સ્થિર થાય છે કે, “બાળક વસ્તુ/વિષય/ એકમને સરળતાથી અને દ્રઢતાપૂર્વક શીખે/સમજે. બાળકને જે તે વિષય વસ્તુ શીખવવા આપણે ઘણી પ્રવૃત્તિઓ,પદ્ધત્તિઓ તેમજ પ્રોજેક્ટ્સનો સહારો લઈએ છીએ, કારણ કે તેનાથી આપણને જે તે વિષય-વસ્તુ બાળકોને સમજાવવામાં અને બાળકને જે તે સમજવામાં સરળતા રહે, છતાં આપણી એક ફરિયાદ સતત અને સખત રીતે હંમેશ માટે રહે છે કે “બાળકો યાદ નથી રાખતા...આજે શીખવેલું તો બે-ત્રણ દિવસ/મહિના/વર્ષમાં તો ભૂલી જાય છે. અને આવા સંજોગોમાં પોતાના વર્ગનો બાળક આગળના ધોરણના વર્ષની શરૂઆતમાં પુનરાવર્તનમાં જે દેખાવ કરે છે તે જોતાં આપણામાં હતાશા આવે તે સ્વાભાવિક છે. સાથે-સાથે એવો પણ પ્રશ્ન મનમાં ઉદભવે કે આટલી મહેનત પછી પણ આ પરિણામ ? ..આનો ઉપાય શું??? આપણે આનો ઉપાય શોધીએ છીએ, પરંતુ સાચી ક્રમીકતા મુજબ નિદાન નથી કરતા...અને પરિણામે દર વર્ષે હતાશા...ઉપાયની શોધખોળ ...હતાશા...ઉપાયની શોધખોળ... બાળકના વિદ્યાર્થી-જીવનની શરૂઆતથી જ આ અંગેની તકેદારીનો અભાવ એ આવા પ્રશ્નોનું મૂળ હોય છે.
                                            બાળકના શરૂઆતી શૈક્ષણિક વર્ષોમાં જ આપણે લીધેલ તકેદારી પછીના વર્ષોમાંની આપણી મહેનતને એળે જતી અટકાવે છે. બાળકના શરૂઆતી શૈક્ષણિક વર્ષોમાં બાળકમાં વાંચન-લેખન-ગણન પાછળ અઢળક મહેનત કરતાં હોઈએ છીએ, છતાં ઘણા કિસ્સાઓમાં પરિણામ કહીએ તો બાળકની સ્મૃતિમાં “રમત” ઓળખાવીએ તો “નમન” ગુમ અને “હળ” ઓળખાવીએ તો “નમન” ગુમ...૧૫ શીખવીએ તો ૧ અને ૫ તેમજ ૫૧ શીખવીએ ત્યાં સુધીમાં તો ૧૫ ગુમ... ટૂંકમાં કહીએ તો આગળ શીખે...પાછળનું ગુમ...આ મુશ્કેલી થોડા-વત્તા પ્રમાણમાં દરેક વર્ગખંડો અનુભવી રહ્યા છે..અને પરિણામે નિરિક્ષણ કાર્ય દરમ્યાન આપણે ફક્ત આપણું જ દુઃખ વર્ણવીએ છીએ..કે ઘણો જ પ્રયત્ન છતાં પણ આ બાળક ભૂલી જ જાય છે..શું કરૂ? અને આમાં આપણી મહેનત અને આપણું દુઃખ આ બંને સાચું હોય છે..પરંતુ કોઈ કારણસર આમાં આપણે બાળકની મુશ્કેલી અને દુઃખને નથી ધ્યાને લેતાં...વિચારો કે આપણે આપણું દુઃખ કહીએ છીએ કે “ઘણો જ પ્રયત્ન છતાં પણ આ બાળક ભૂલી જ જાય છે..શું કરૂ?” .....તેના જવાબમાં જ નિરિક્ષકશ્રીની હાજરીમાં જ બાળક પૂરક પ્રશ્ન કરે કે......   
“સાહેબ..ઘણો જ પ્રયત્ન છતાં પણ હું ભૂલી જ જાઉં છુંશું કરૂ ? અરે! હું ભૂલી જાઉં એમાં મારો શું વાંક ?”

         હવે તમે વિચારો કે બાળક જો આવો પૂરક પ્રશ્ન કરે તો તેના માટેનો જવાબ છે આપણી પાસે ? સાચી દિશામાં જો વિચારીએ તો “કોઈ બાળક જાણી જોઈને ભૂલી જાય ખરો..?? અરે! બાળકની વાત છોડો આપણે આપણી વાત કરીએ તો આપણે જાણી જોઈને કોઈ અગત્યની વસ્તુ ભૂલી શકીએ છીએ ખરા??? જો તમારો જવાબ “ના” હોય તો આગળ વધીએ.. બાળક ભૂલી જાય છે એનો સીધો અર્થ એ થાય છે કે બાળકની Excepting Energy [સ્વીકાર્ય શક્તિ] કે જેનાથી તમે જે બાળકને શીખવો છો, સમજાવો છો, નિદર્શન કરાવો છો તે તરત જાણી/શીખી લે છે. પરંતુ તે જાણકારી સચવાઈ રહે તે માટેની જરૂરી સ્મરણ શક્તિ એટલી વિકસિત ન હોવાથી તે જાણેલી/શીખેલી વસ્તુઓનો સંગ્રહ કરવા અસમર્થ બને છે. હવે તમે જ વિચારો કે તમે કરાવેલો મહાવરો પણ કેટલો સમય સંગ્રહિત રહેશે... એટલે કે ભૂલી જાય છે ફરી શીખવો...પાછું ભૂલી ગયો ફરી શીખવો... ફક્ત આપણે ક્રિયા જ કર્યા કરીએ છીએ..નિદાન નહિ..અને તેથી જ બાળકના પ્રશ્ન ‘અરે! હું ભૂલી જાઉં એમાં મારો શું વાંક?’ નો જવાબ આપણી પાસે હોતો નથી... હા ભલે આપણી પાસે બાળકના આ પ્રશ્નનો જવાબ ન હોય પરંતુ પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઘણી એવી પ્રવૃત્તિઓ છે કે આવી સમસ્યાઓમાં પહેલાં જ અગમચેતી રૂપે આનો હલ શોધી કાઢે. ઘણા બધા મહાવરા છતાં પણ બાળકને યાદ નથી રહેતું તો પછી તે માટે વધારે મહત્વ બાળકની સ્મરણ શક્તિના વિકાસ માટેના પ્રયત્નો જરૂરી બને છે. એવી રમતો કે જેનાથી બાળકોની સ્મરણશક્તિ વિકસે અને શીખેલી/જાણેલી વસ્તુ વધુમાં અને વધુ સમય માટે સંગ્રહિત થાય. વિચારો કે ફક્ત એવું કહી દેવાથી કે આને ફલાણું કહેવાય..બરાબર યાદ રાખજે હોં.. ત્યારે બાળકની એ ઉદારતા જ સમજવી કે તે આપણને પૂરક પ્રશ્ન નથી પુછતો કે નથી બદામના પૈસા માગતો !!! શું વારંવાર મહાવરા છતાં પણ યાદ રાખી ન શકતાં બાળકો માટે મહાવરો એ નિરર્થક અને સ્મરણ શક્તિના વિકાસ માટેની પ્રવૃત્તિ જ સાર્થક ઉપાય છે???
  
બાળકની સ્મરણ શક્તિને  વિકસિત કરતી એક રમત...


               આ ઉપરોક્ત રમતમાં બાળકોને એવા પ્રશ્નો પુછવામાં આવે છે કે તે બાળકે તેનો જવાબ યાદ કરવા માટે માનસિક કસરત કરવી પડે છે.. જેમકે તે ગયા બુધવારે કયા રંગના કપડાં પહેર્યા હતાં ??- જેમ કે તે પરમ દિવસે સાંજે શું ખાધું હતું? વગેરે...વગેરે.... જેના જવાબ વિચારતાં-વિચારતાં બાળકો ધ્વારા અજાણતાં જ સ્મરણ શક્તિમાં વધારો થાય તેવી કસરત કરે છે...  


સમતોલન .....


                   આ પ્રવૃત્તિ ધ્વારા બાળકો અનુકુળ-પ્રતિકૂળ સંજોગોમાં પોતાનું સમતોલન ટકાવી રાખી મુશ્કેલીઓનો સજાગતાથી સામનો કરે તે માટેનો છે...રમતની શરૂઆત બે ઈંટો વચ્ચે ખૂબજ ઓછા અંતરથી શરૂઆત કરી ધીમે-ધીમે અંતર વધારવું...[આ પ્રવૃત્તિ દરમ્યાન શિક્ષકમિત્રની કાળજી અને હાજરી ખૂબ જ જરૂરી છે]  


 "પાણીમાં ફૂંકણી" ની રમત વડે આનંદની સાથે ફેફસાંની કસરત પણ.... 





એકાગ્રતા ....

     

    આ પ્રવૃત્તિમાં બાળક દડા વડે સ્ટમ્પને તાકી પાડવા માટેનો પ્રયત્ન કરે છે...જેનાથી તેનો પ્રયત્ન જેમ બને તેમ દડો સ્ટમ્પથી નજીકથી પસાર થાય તેવો હોય છે અને તેણે કારણે જ તેનું સમગ્ર ધ્યાન સ્ટમ્પ પર કેન્દ્રિત થાય છે..જેમાં બાળક અજાણતાં જ સ્ટમ્પ પ્રત્યે પોતાને એકાગ્ર કરે છે....


હવે વિચારો કે બાળકના ખરાબ અક્ષરની બાબતમાં પણ આપણું  સુચન "અરે! જરા અક્ષરો તો સુધાર.."  એવું હોવું જોઈએ કે નીચે પ્રમાણેની પ્રવૃત્તિ......???

November 01, 2012

ये राह नहीं आसां.....!


ये राह नहीं आसां.....!

                            લગભગ બધા વર્ગોમાં પુનરાવર્તન કાર્ય થઇ રહ્યું છે. પાંચમા ધોરણમાં તેમને ગાય વિષે કૈક લખવાનું કહ્યું...તો બધાએ એક સરખું લાગે તેવા વાક્યોમાં જ લખ્યું...અને બધા વાક્યો ગાયશબ્દ થી જ શરૂ થાય ! જો કે ભાષા હિન્દી હોય તો તેઓ પોતાના બે વિચારો જોડીને લખે તેવું અભિપ્રેત તો નહોતું પણ-બીજે દિવસે કૈક નવું અજમાવી જોવાનો વિચાર કર્યો.....
વર્ગમાં જઈ જે સંવાદ રચાયો તે હુબહુ તો નહિ, પણ કૈક આવો હતો :

Ø शिक्षक: आज मै आपको कुछ बाते सुनाने वाला हु...गाय के बारेमे – मै अगर कोई गलती करू तो आप उसे सुधार के फिर से बताएँगे ठीक है ?
 बच्चे : ठीक है..
Ø शिक्षक : एक डेमो कर ले
 बच्चे : जरूरत नहीं...
Ø शिक्षक : जरूरत नहीं...है...अच्छा तो मै शरु करती हु..
(વર્ગમાં હસાહસ ) 
बच्चे : करती हु..नहीं..करता हु
Ø शिक्षक : ऐसे नहीं..आप को सिर्फ इतना बोलना है..जैसे, “अच्छा तो मै शरू करता हु |”
बच्चे : ओ.के.
Ø शिक्षक : क्या ओ.के. बोलो..
 बच्चे : अच्छा तो मै शरू करता हु..
Ø शिक्षक : गाय एक हिंसक पशु है |
 बच्चे : गाय एक पालतू पशु है |
Ø शिक्षक : इसे छे पैर और तिन शिंग होते है |
बच्चे : इसे चार पैर और दो शिंग होते है |
 Ø शिक्षक: गाय का दूध बहुत कड़वा और हानिकारक होता है |
  बच्चे : गाय का दूध बहुत मीठा.....
તેમને વાક્યો સુધાર્યા કર્યા...અને મેં બને એટલી વાતોને જોડી જોડીને મુકવાનું શરુ કર્યું...વચ્ચે ...કેટલાક સંવાદો ભાષાની અસલી મજા માણવા જેવા રહ્યા જેમકે
गाय को होती है एक पुछ, न मानो मेरी तो गाय से पूछ”
આ કસરત પછી તેમને ગાય વિષે લખવા કહ્યું...હવે કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન સામે આવ્યો...તેઓ હિન્દીમાં લખે પણ લીપી ગુજરાતી ઉપર શીરોરેખા બાંધે બસ...બધાના લખ્યા પછી તેમને જે મૂળાક્ષરોમાં શંકા પડતી હોય તે શોધી તેમને આપણા પુસ્તકમાં ગાય વિષે આપેલા ફકરાના શબ્દો સાથે સરખાવવાનું કહ્યું...આખી વાતમાં અનુભવ થયો કે...
તું ફૂટપટ્ટી ના વાપર શીખવાની લીટી દોરવા,
અહી તો આટા પાટા છે દિમાગની બત્તી ખોલવા !


હવે થાય છે હું કયારે આ બાળકોને છૂટો છૂટો એક એક હિન્દી મૂળાક્ષર શીખવાડત અને કયારે તેઓ મૌલિક રીતે લખતા થયા હોત ? હવે ચાવી તો મળી છે....
જોઈએ કેટલા તાળા ખુલે છે ???