September 06, 2011

સ્વશાસનદિનની ઉજવણી......


અમારી શાળાનો....સ્વશાસનદિન..... 


શાળામાં  સ્વશાસનદિનની  ઉજવણી એટલે કે જાણે તે દિવસે બાળકો ધ્વારા  શાળા પરિવારનું પ્રતિબિંબ...આખા વર્ષ દરમ્યાન વર્ગખંડમાં શિક્ષકશ્રીએ  શૈક્ષણિક કાર્ય દરમ્યાન કરેલ આરોહ-અવરોહ સાથેનું same to same અને copy to copy  બાળક ધ્વારા પુનરાવર્તન એટલે જ સ્વશાસનદિન,....તેના ધ્વારા આપણને ઘણું જાણવા મળે છે....કે આપણે વર્ગખંડોમાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન આપણા વર્તનમાં વધારાના એવું  શું-શું કરીએ છીએ અને શું-શું કહીએ છીએ.જે પ્રત્યે આપણું ધ્યાન નથી હોતું...પણ આ તો બાળક છે,તે ફક્ત આપણા શૈક્ષણિક કાર્ય તરફ જ ધ્યાન આપે તેવી કોઈ આચારસંહિતાથી બંધાયેલો નથી હોતો, બાળક તો નિરીક્ષણ શક્તિનો ભંડાર અને અનુકરણશક્તિનો સ્ત્રોત છે,અને તેથી જ સ્વશાસન દિનના દિવસે બાળક ધ્વારા જ આપણને આપણી શૈક્ષણિક કાર્ય દરમ્યાનની ખામીઓ-ખૂબીઓ જાણવા મળે છે, અને જો આ ખામીઓ-ખૂબીઓને હકારાત્મક લઈશું  તો આપણને આજના સ્વશાસનદિન દરમ્યાનના બાળકો વર્તનથી મજા અને માર્ગદર્શન બંને મળશે.....સાથે-સાથે સ્વશાસન દિનનો મોટો લાભ આપણને એ છે કે તે દિવસે બાળકો જયારે આપણી જગ્યાએ શિક્ષણકાર્ય માટે ઉભા હશે ત્યારે ચાલુ શૈક્ષણિક કાર્યમાં આપણને તેમની કઈ વર્તણુંક શિક્ષણની લય તોડે છે તેનો પણ તેમને ચોક્કસ ખ્યાલ આવશે...
                       ચાલો....આજના સ્વશાસન દિનને  જય શિક્ષણ,જય શિક્ષકના નવા સૂત્ર વડે ઉજવીએ......... 



 પોતાના અનુભવો વહેંચતા બાળકો 
આ સિવાય સ્વશાસનદિન નિમિત્તે એવા ક્યાં પરિબળો પર ધ્યાન રાખવાથી આપણા શૈક્ષણિક પ્રક્રિયાને વધુ Sharp બનાવવા શું કરી શકાય તે કોમેન્ટમાં જરૂર લખો.

1 comment:

Unknown said...

બાળકો ને આ દિવસ નો લહાવો જીવનભર રહેશે અને આ દિવસે તો તેઓ બાળકો નહી પણ શિક્ષકો બની પોતાના શિક્ષકો ની કોપી પણ કરી હશે આપણે જોવાનું રહેશે કે મારા ભણાવવામાં કેટલો ફેરફાર કરવાની જરૂર જણાય છે.કે હું કેવી પધ્ધતિઓ નો પ્રયોગ કરું છું આપણને પણ આ જોવાનો લહાવો અચૂક ગમશે ઘણીવાર વર્ગખંડો માં શાંત દેખાતા બાળકો ની
શકિત નો અનુભવ જોરદાર જોવા મળે છે.આપની સૌને લાખ લાખવાર ધન્યવાદ.