say....
"happy birthday" 2 NavaNadisar Primary School
18મી ઓગષ્ટ........ અમારી શાળાનો જન્મદિવસ એટલે કે સ્થાપનાદિન.....૩૪વર્ષથી બાળકોના કીલ્લોલનો આનંદ લુંટતી અને આટલા વર્ષો સુધી બાળકોને પોતાના ખોળામાં રમાડતી-ભણાવતી અમારી શાળાના ભવનને અમે જયારે ધ્યાનથી નીરખીએ છીએ ત્યારે અમને એક પ્રૌઢ- માર્ગદર્શકના દર્શન થાય છે, ગમે તેટલા તેના પર રંગ રોગન કરાવી તેને નવીન બનાવવાનો પ્રયત્ન કરીએ,ત્યારે તે અમારે ત્યાં આવનાર મુલાકાતીઓ માટે તે સરસ મજાનું ભવન બની જાય છે,પરંતુ રંગ-રોગાનના તે ચમકારાની અસર અમારા ઉપર ન થવાનું એક કારણ એ છે કે અમારે માટે તો આ શાળા-ભવનએ ફક્ત ભવન જ નહિ પરંતુ “માતાના ખોળાનો અહેસાસ કરાવતી મૂર્તિ છે, માં જાણે કે અમારી શાળાના બાળકોની સાથે-સાથે અમને પણ પોતાના ખોળામાં બેસાળી વહાલ કરતી હોય તેવો અહેસાસ થયા કરે છે માટે જ અમારી શાળાનું ભવન કોઈ પણ રંગમાં હોય કે કોઈ પણ ઢંગમાં, અમને તો માતાની જેમ હરપળ સદાબહાર જ લાગે છે અને તેથી જ દિવસમાં એકવાર તો બોલાઈ જવાય છે કે
“અમને તો અહીં નોકરી કરતાં હોય તેવું લાગતું જ નથી!!!!”
અમે પણ બાળકોમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય અને સાથે-સાથે શાળા સ્થાપના દિનની ઉજવણી પણ થાય તે માટે બાળકોને "કેવી શાળા ગમે??", "મને વહાલી મારી શાળા", "મારી શાળામાં હોવું જોઈએ" પર નિબંધ-ચિત્ર-નકશો-અક્ષર લેખન, કાવ્યમાંથી કોઈ પણ એક રીતે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવાની સ્પર્ધા રાખી..જેનાથી બાળકોને અમે બનાવેલ શાળાના પર્યાવરણમાં શું ગમે છે..શું નથી ગમતું અથવા તો હજુ શું કરવા જેવું છે તેનો અમને પણ ખ્યાલ આવે...તેમણે કેવી રીતે વ્યક્ત કરી તેમની અભિવ્યક્તિ આવો જોઈએ કેમેરા વડે...........
No comments:
Post a Comment