F  સ્કૂલ મેનજમેન્ટ કમીટી - Kફક્ત સરકારી કે J અસરકારી પણ???
R.T.E.  પછી આવેલા ઘણા ફેરફારોમાંનો  એક ફેરફાર એટલે  S.M.C.- School Management committee
[શાળા વ્યવસ્થાપન કમીટી].
                                  એ પહેલા પણ VEC, MTA, PTA જેવી સમિતિઓ શાળા અને સમાજને જોડવા માટે હતી પણ સત્ય સ્વીકારીએ આ સમિતિઓ ધ્યેયોથી વિપરીત,ન શિક્ષણ માટે ઉપયોગી કે ન તો શાળાની મુશ્કેલીઓના નિરાકરણ માટે અસરકારક.. !
એવા તબક્કે આવી પડેલ (કારણ આવી પણ સમિતિ હોઈ શકે તેવી કલ્પના પણ નહોતી!) 
SMC  શું કરી શકશે ?
જો નજરને તીરછી કરી થોડીક મૌલિકતાથી વિચારીએ તો આ શાળા માટે જ નહિ પણ સમાજનું પણ પુનરુત્થાન છે ! આ નવાનદીસર ગામ જ્યાં મારે ૧૨ વર્ષ પહેલા વિદ્યાર્થીઓ વચ્ચેથી નાત જાતના ભેદ મીટાવવા ઝઝૂમવું પડતું હતું... ત્યાં આ એક સમિતિ કેવી સાહજીકતાથી સર્વ જ્ઞાતિના લોકોને કોઈ પણ પ્રકારના ભેદ ભાવ વગર એક મંચ પર મુકે છે... અને તેમાંથી પ્રગટે છે – સંવાદિતા ! સર્વે અહી કોઈ નાના કુંડાળાને મોટું કરવા નહિ પણ આ ગામની આગામી પેઢીના ઘડતર માટે ભેગા મળશે !
ઉપરોક્ત વર્ણવેલી SMC જેવું સોનેરી ચિત્ર બધી જગ્યાએ અચાનક નહિ મળે ! – પણ – કદમ માંડવા માટેનો માર્ગ અને માર્ગદર્શન મળ્યા જ છે ! તો હવે જવાબદારી આપણી છે કે આપણે તે સર્વેને એવી રીતે એક રાખીએ કે જેથી કોઈનું માન ના ઘવાય કે ના કોઈની અવગણના થાય !
કાર્યક્રમ ઘોષિત તો થયો છે – સરકારી રીતે પણ જો તેને સ્વીકારીને થોડું આયોજન, થોડી કોઠાસૂઝ ઉમેરીશું તો તે સહકારી સાબિત થશે...
                          અરે ! હા ! SMC અંગે અમારા ઉત્સાહનું કારણ શું ખબર છે ? તમે જાતે જ અમારી શાળાની SMC ના સભ્યોની યાદી ... વાંચીને સમજી જશો !
|  | 
| મહેરા દશરથભાઈ બાબરભાઇ [ગ્રા.પં.સભ્યશ્રી] | 
|  | 
| બિલદાર ગોરધનભાઈ [વાલી સભ્યશ્રી] | 
|  | 
| રાવળ સરોજબેન અનિલભાઈ [વાલી સભ્યશ્રી] | 
|  | 
| મહેરા અમૃતબેન અભેસિંહ [વાલી સભ્યશ્રી] | 
|  | 
| નાયક બાબુભાઈ [વાલી સભ્યશ્રી] | 
|  | 
| હરિજન સવિતાબેન ગીરવતભાઈ [વાલી સભ્યશ્રી] | 
|  | 
| મહેરા શૈલેષભાઈ દશરથભાઈ [ભૂતપૂર્વ વિદ્યાર્થી] | 
|  | 
| મહેરા સંગીતાબેન મુકેશભાઈ [વાલી સભ્યશ્રી] | 
|  | 
| વ્હોરા રૂબીનાબેન ફિરોજભાઈ [વાલી સભ્યશ્રી] | 
| મહેરા રંગીતભાઈ મંગળભાઈ [કડીયા કામનો જાણકાર]  | 
| પરમાર લક્ષ્મણભાઈ ભુલાભાઈ[વાલી સભ્યશ્રી] | 
પરમાર પિંકલ ભીખાભાઈ [શિક્ષણવિદ્]
|  | 
| ભરવાડ સામાભાઇ મેરાભાઈ [વાલી સભ્યશ્રી] | 
| પટેલ નીલોત્તમાબેન અમૃતભાઈ [શિક્ષિકા બેનશ્રી] | 
| પટેલ ગોપાલકૃષ્ણ શંકરલાલ [આચાર્ય] | 
 



 
 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 Posts
Posts
 
 
4 comments:
તમારી સાઈટની મુલાકાત લીધી.
ખરેખર ! તમારું કામ પ્રસંશાને પાત્ર છે.
હું પણ એક શિક્ષક છું. અને મેં એક સાઈટ બનાવી છે. પણ તમે જેમ જમણી બાજુ અલગ અલગ ફોટા અને લખાણ મુક્યું છે એ મૂકી સકતો નથી.જો તમને વાંધો ન હોય તો મને એમ કરવાની રીત કહેવા નમ્ર વિનંતી.
I have go through the Bioscope of August. It's a nice copy. I like the title page of that copy. Really, teacher is the real bionocular for the students. The village history is being told by Motidada looks very nice. Good. Carry on
I like your different styles of work.
Good team spirit
Post a Comment