બાળ-પતંગીયાને બોલાવવા માટે શિક્ષક રૂપી માળીએ શું કરવું પડશે??? બગીચા વધુ સંભાળ કે બાળ-પતંગીયાનો વાલી-સંપર્ક???
આપણી શાળાઓનો યક્ષ પ્રશ્ન છે વધુ પડતી બાળકોની અનિયમિતતા અને ગેરહાજરીનો, તે માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે વાલીનો વ્યવસાય, વાલીની નિરક્ષરતા અથવા તો શિક્ષણ પ્રત્યેની અજાગૃતતા,સ્થાનિક પ્રતિકૂળ પરિસ્થિતિ,શાળાનો ગામ/બાળકો સાથેનો વ્યવહાર,આવા તો અનેકો કારણ બાળક અને શાળા વચ્ચેની ગેપ માટે જવાબદાર હોય છે, પરિણામે શિક્ષકમિત્રની વર્ગખંડમાં કરેલ બેથાક મહેનત છતાં પરિણામ નિરાશાજનક અને આપણા શિક્ષક-મિત્રમાં હતાશા જોવા મળે છે. ગેરહાજર બાળકોને શાળા સુધી લાવવા માટેના પ્રયત્નોમાં જ શાળા/શિક્ષકની મોટાભાગની શક્તિ અને સમયનો બગાડ થાય છે, તમે એક જૂની કહેવત સાંભળી છે??
સ્ત્રી હઠ – રાજ હઠ- બાળ હઠ – માન્યા વિના છૂટકો જ નહી.........
શું બાળકો શાળાએ આવવાની હઠ[જીદ] કરે તેવું શાળાનું વાતાવરણ આપણે આપણી શાળામાં ઉભું ના કરી શકીએ?? શું શાળાને એવો મઘમઘતો બગીચો ન બનાવી શકાય કે જ્યાં બાળક રૂપી “પતંગિયા” દોડી-દોડી આવે???
|
ગયા ચોમાસે શાળા બાગમાં પીળું પતંગિયું !! |
આપણે શાળાનું પર્યાવરણ/વાતાવરણ એવું તો બનાવીએ કે આપણે વાલીસંપર્ક કરવાની જરૂર જ ન રહે, “બાળકોને શાળાએ મોકલવા પડે છે” તેની જગ્યાએ “ઘરે બહુ જ કામ હોય તો પણ બાળકો શાળામાં જતા જ રહે છે” તેવું વાલીઓ બોલતા થાય...તેવું વાતાવરણ શાળાનું બનાવવું
જ પડશે.
. જ્યાં સુધી આપણે શાળાને બાળકોની અરસિક પ્રવૃત્તિઓ,ગુલામીનો અહેસાસ કરાવે તેવા શિસ્તના નિયમો,શિક્ષક અને બાળક વચ્ચેનું અંતર વગેરે કારણો રૂપી ફાફડા-થોરથી શણગારેલ જંગલમાં જો આપણે “બાળ-પતંગિયા”ની હાજરીની આશા રાખતા હો તો આપણાથી મૂર્ખ માણસ કોઈ નથી. વગર વાલી સંપર્કે જો તમે બાળ-પતંગીયાની આશા રાખતા હો તે માટે તમારે તમારી શાળા રૂપી બગીચાને રમત-ગમત,બાળ-રસિક પ્રવૃત્તિઓ, શિક્ષક અને બાળકો વચ્ચે લાગણીયુક્ત સંબંધો, સ્વતંત્રતા અને આનંદની મહેક્વાળું વાતાવરણ વગેરે રૂપી ફૂલછોડ ધ્વારા મદમસ્ત બનાવવો પડશે જ !!! કારણ કે બગીચાનું જતન કરી તેને મદમસ્ત બનાવનાર માળીએ કોઈ દિવસ પતંગીયાને બોલાવવા જવા પડતા નથી તે તો [ઉડી-ઉડી]દોડી-દોડી આવે છે. અરે !! યાર જો એક લીટીમાં કહું તો કોઈ માળી કે જેણે આપણા કરતાં પણ ઓછું શિક્ષણ મેળવ્યું છે તેને પૂછી જો-જો કે “જો પતંગિયાને બગીચામાં બોલાવવા હોય તે શું કરશે??? બગીચાને આનંદમય મદમસ્ત બનાવશે કે પછી પતંગિયાનો વાલી-સંપર્ક કરશે?? અને....
તમે જ કહોને કે ખરેખર માળીએ પતંગિયાને બોલાવવા શું કરવું પડશે ?? બગીચાને આનંદમય મદમસ્ત કે પછી પતંગિયાનો વાલી-સંપર્ક?? બસ, આપણી પ્રાથમિક શાળાઓમાં પણ આ જ નિયમ લાગુ પડે છે...તમે જ વિચારોને તમને ન ગમતા[આનંદ ન આપતા] સ્થળે જવા માટે ગમે તેટલા લોકો વળગે [વાલી-સંર્પક] તો પણ શું તમે તે સ્થળે જવાનું પસંદ કરશો?? અને માની લો કે કદાચ કોઈના દબાણ વશ થઇ ત્યાં જાવ તો પણ તમારૂ વર્તન અને તમારો મૂડ કેવો હોય??....
2 comments:
Congratulation to all of u who work for ur school.
Teachers, students, and all hiden workers.
Dear sir/madam,
Very good work can be seen under the preparation of this blog.
I hope you will continue to develop this blog.
Warm Regards
Kamlesh Joshi
Gujarat State Trainer | Intel® Teach Program
(Office: +91-79-29099126 / Mobile: +91 9979182675
Post a Comment