June 17, 2010

સ્પર્શ!

કેમેરો તો અમારા નવા આવનાર વિદ્યાર્થીઓને કંડારવા લઈને નીકળ્યા હતા..
પણ કેટલાક ફોટોગ્રાફ્સ આમ જ ઝડપ્યા..પછી એવો પણ વિચાર આવ્યો કે...
આ બધા પાસે ના ભણવા આવવાના કેટલા બધા કારણો છે?
અને નીશાળ આવવાનું કારણ?
આપને સૌ કહીએ છીએ તે...!
ફક્ત!
જયારે વર્તમાનમાં પરેશાનીઓ હોય ત્યારે ભવિષ્ય કઈ જોવા ના બેસાય!
આપ સૌ યાદ કરો તમારું બચપણ ----
જયારે નાની એવી વાત માં જો ભણવા ના બેસવું પડે તો કેવી મજા આવતી...
વીજળી તો રાત્રે જતી જ રહે તો સારું..
એવું થતું!!!!
મારા આ બાળકો પાસે તો આવા એક નહિ અનેકો કારણો છે...
કોઈ કહેશે કે શાળામાં આવીને એક સમયનું જમવાનું તો મળે..
પણ એક વિચાર એવો પણ આવે કે ..શાળાએ ના આવે તો બે સમયનું ખાવાનું કમાઈ લાવે...
ખેર આ તો થોડી નિરાશા આવી ગઈ હતી..પણ તે ખંખેરીને આગળ વધી જ ચુક્યા છીએ પણ તોય થયું કે ...
બ્લોગના વાચકો પ્રત્યે પ્રમાણિકતા તો રાખવી જ જોઈએ કે અમે સારું સારું જ નથી કરતા...અમે કઈ બધો સમય બળવાન નથી રહી શકતા..કેટલાક દ્રશ્યો આવા મળે તો નિરાશ અમે પણ થઇએ છીએ!




જો જો જોઈને દુઃખી ના થતા!
કારણ?
તમને અહી કોઈના માં પર દુખ દેખાય છે...?

અંધ કાળુભાઈ પણ પોતાની દીકરીની મારી સાથેના ચાલાકી ભર્યા જવાબ થી મલકી રહ્યા છે..
બસ આવો મલકાટ સૌને મળે તોય ઘણું...
આવો આ સૌના બહેતર ભવિષ્યની પ્રાથના તો કરીએ!


18 comments:

MANAN said...

aavi honesty paheli var joi chhe, waaah!!!!!

સુરેશ જાની said...

તમે બહુ જ સરસ કામ કરો છો.

Unknown said...

ખુબ જ ઉમદા કાર્ય

nikunjjadav said...

Prernadayi kam aap badha mitro nu khub khub abhinandan

nikunjjadav said...

Prernadayi kam aap badha mitro nu khub khub abhinandan

nikunjjadav said...

Prernadayi kam aap badha mitro nu khub khub abhinandan

SAKARIYA SCHOOL said...

રાકેશભાઈ અને નવાનદીસર ટીમને salute

Unknown said...

100 100 salam for u&team

Unknown said...

100 100 salam for u&team

Unknown said...

વાહ.. રાકેશભાઈ ખૂબ સુંદર કામ.

મારી કલ્પનાની શાળા said...

સાચી કેળવણી

Unknown said...

Wah.... Aa badha nu punya hase k tame ane tamari team aa gam ne mali...

Unknown said...

Dikpalsinh solanki

Ypbhatt said...

બાળકોને ભણવા માટે ન આવવાના જેટલા.કારણો હોય તેના કરતા વધારે એકટીવિટી શિક્ષક પાસે હોવી જોઇએ

Unknown said...

તમારી વાત સાથે સંમત.....સાથે.. વિચાર એવો પણ આવે કે પરિસ્થિતિ ની સામે કંઇક આવો ઉકેલ લાવીએ....અમને એમ કે,અમે અેટલા જ 'આમાં' છીએ....! તમારી વાતથી કામ કરવાનું બળ મળ્યુ....આપના કામને અભિનંદન.

Trupti said...

એટલે ચમકે છે ચેહરા ફુલના,
મોઢું એ ઝાકળથી ધોતા હોય છે.
- અમૃત ઘાયલ.

Unknown said...

🙏🙏🙏

Unknown said...

🙏🙏🙏