ISRO @ Nava Nadisar
"We are on the moon." કહ્યાના થોડાક દિવસોમાં ઇસરોએ કહ્યું " We are at NavaNadisar."
કેટલાક સંબંધોમાં ભૌતિક અંતર ખરેખર કોઈ વજૂદ ધરાવતું નથી. અને આ ટૅકનૉલૉજીએ આપણી આ વાસ્તવિક દુનિયાને એટલી તો નાનકડી કરી દીધી છે કે આપણે એક નાનકડા ગામમાં ભલે વસતા હોઈએ તો પણ વિશ્વભર સાથે જોડાયેલા હોઈએ તેવી અનુભૂતિ આપણને રોજેરોજ થાય છે.
લગભગ દસેક વર્ષ પહેલાં પૂણેથી શ્રી સારંગ પાટિલની સાથે અમદાવાદ ઇસરોમાંથી તેમના એક મિત્ર શાળાની મુલાકાતે આવેલા.
એક આખો દિવસ પ સાર કર્યા બાદ સારંગભાઈ સાથે તો અવારનવાર શાળા વિશેની,
શાળાની પ્રવૃત્તિઓ વિશેની, બાળકો વિશેની ચર્ચા થતી રહેતી હતી પરંતુ તેમની સાથે આવેલા સતીષભાઈનો સંપર્ક જાળવી શકાયો નહોતો.
અચાનક એક દિવસ સારંગભાઈનો ફોન આવ્યો કે સતીષભાઈને હવે શાળાઓમાં જઈને સ્પેસ વિશે,
રૉકેટ્સ વિશે અને ઇસરોના વિવિધ મિશન વિશે માહિતી આપવા માટેનો એક પ્રોજેક્ટ મળ્યો છે, અને તેમની ઇચ્છા છે કે આ પ્રોજેક્ટની શરૂઆત તેઓ નવા નદીસર પ્રાથમિક શાળાથી જ કરે! અમારા માટે આનંદની વાત એટલે હતી કે હમણાં જ બધાં બાળકો સાથે મળીને અમે ઇસરોનું ચંદ્ર પરનું પગરણ લાઇવ જોયું હતું ત્યારથી બધાં બાળકોમાં ઇસરો વિશે જાણવાનું કુતૂહલ જાગ્યું હતું.
સ્પેસવિકની ઊજવણી કરવા સતીષભાઈ,
ખરાડી સાહેબ અને સારંગભાઈ તેમના કુટુંબ સાથે આવી પહોંચ્યાં. બાળકો સાથે તેમણે આખો દિવસ વાતચીત કરી. બાળકોના વિવિધ પ્રશ્નો સાંભળીને તેઓને પણ નવાઈ લાગી કે તેઓને આટલું બધું જાણવું છે! સતીષભાઈ અને ખરાડી સાહેબની એ સ્કિલ ખરેખર વખાણવા જેવી હતી કે તેઓએ સૂર્ય,
ચંદ્ર, તારાઓ; તેના વડે થતા દિવસ-રાત તેમજ ઋતુઓ;
પૃથ્વી ઉપર સમયને નક્કી કરવા માટેના આધારો;
તેમજ ઇસરોના જુદાં જુદાં કાર્યો;
એક મિશન માટે લેવાતી કાળજીઓ
– જેવા વિવિધ મુદ્દાઓ પર દરેકેદરેક બાળક સમજી શકે એવી ભાષામાં ચર્ચા કરી.
આ બધી ચર્ચા ચાલતી હતી ત્યારે અમે શિક્ષક તરીકે
'ક્લાઉડ નાઇન' પર હતા કે દસ વર્ષ પૂર્વે બંધાયેલો આ સંબંધ આજે ઇસરોને અમારી નાનકડી પ્રાથમિક શાળામાં લઈ આવ્યો છે.
આ ઉપરાંત બાળકોએ સ્પેસ માટે દોરેલાં ચિત્રોનું પ્રદર્શન, જુદા જુદા પ્રકારના વીડિયોઝ, ચિત્રસ્પર્ધાનાં ઇનામ, આપણી શાળા તેમજ આજુબાજુની શાળામાંથી આવેલાં તમામ બાળકોને સ્પેસવિકની ઊજવણીમાં ભાગ લેવા બદલનાં પ્રમાણપત્રો – જેવાં કાર્યક્રમોથી આખો દિવસ ભર્યો ભર્યો થઈ ગયો! ફરી આ પ્રકારે બાળકોમાં ઊગતી કુતૂહલતાને શમાવવા માટે 'વિવૃત્તિ' સદાય અમારી સાથે રહેશે તેવા કોલ સાથે ફરી મળવા માટે બધાં છૂટાં પડ્યાં.
ક્લિક કરો અને માણો > 'વિવૃત્તિ' સાથે વાતો





































No comments:
Post a Comment