June 21, 2023

યોગ દિવસ – જીવન શૈલીનો પ્રારંભ

યોગ દિવસ – જીવન શૈલીનો પ્રારંભ 

21 જૂન એટલે આંતરાષ્ટ્રીય યોગ દિવસ ! યોગને  ક્રિયા કહેવા કરતાં જીવનશૈલીનો એક ભાગ કહેવો વધારે સાચું ગણાશે. પરંપરાગત જીવન શૈલી વિશે જાણીએ તો યોગ વિશેષ ક્રિયાની જગ્યાએ જીવન શૈલીમાં સમાવિષ્ઠ પ્રક્રિયા હતી.

આપણી સંસ્કૃતિ તહેવારોને આપણા રોજિંદા જીવનમાં રીતે ગોઠવી દીધા કે આપણા આનંદ - સ્વાસ્થ્ય અને સંબંધોને રિચાર્જ થતા રહે ! શિયાળામાં ઉત્તરાયણ આપણને આગાશી પર ચઢાવી સૂર્યના તાપે તપાવે છે, તો ધૂળેટી આપણી ત્વચાને કેસુડાંના રસથી નવડાવે છે. ચોમાસામાં આવતો પવિત્ર માસ આપણને ભૂખ્યા રાખી ડાયજેસ્ટિનગ સિસ્ટમની મિત્રતાનું કામ કરે છે. આવી જીવન શૈલીમાં તહેવારોની જેમ યોગ પણ આપણા રોજિંદા જીવનનો એક ભાગ રહ્યો હોવો જોઈએ. ભૂતકાળમાં થતી તરણ સ્પર્ધા કે પછી ઊંચા ખંભા પર પહેલા પહોંચવાની હરીફાઈતમામમાં સ્વાસ્થ્ય મુખ્ય ઉદેશ્ય રહેલો હતો. ધીમેધીમે જેમ જેમ વ્યવસાયો બદલાતાં ગયાવિજ્ઞાન મદદમાં આવતું ગયુંતેમ તેમ હાર્ડને બદલે સ્માર્ટ જીવન શૈલી બનતી ગઈ. અને આપણા સ્વાસ્થ્યની તકેદારી રાખતી બાબતો છૂટતી ગઈ. અને યોગ પણ છૂટી ગયેલી શૈલી છે.

જરૂર હોય એટલું કમાવું અને શાંતિ પૂર્વક જીવવુંતેવું માનતા હોવા છતાં તેમાં રહેલું હાર્ડવર્ક આપણા દરેક અંગને જાણે કે યોગીક ક્રિયાઓ કરાવતું હતું. જ્યારે આજના યુગમાં સતત દોડભાગ વાળા જીવનમાં સ્માર્ટવર્કને (એને બેઠાડુ કહી શકીએ) કારણે શારીરિક કસરત ઓછી અને માનસિક તણાવ વધતો દેખાઈ રહ્યો છે. આવામાં પણ જીવનશૈલીના જાણકાર છૂટી ગયેલ પ્રક્રિયાઓને જીવન શૈલીમાં સામેલ કરવાના આગ્રહી બન્યા છે. તેનું મહત્વ સમજાવી રહ્યા છે. આજની ઉપાધિની ઔષધિ તરીકે ગણાવી રહ્યા છે. ત્યારે તે અંગે ફરીથી સૌમાં બાબતો ધ્યાને આવે તેવા ઉદેશ્યથી શરૂ થયેલ યોગદિવસની ઉજવણી હવે તો આંતરરાષ્ટ્રીય બની છે.

આપણી દિવસની  ઉજવણીની આસપાસ કેટલીકવાર એવી ટકોર પણ સાંભળવા મળે  છે કે એક દિવસની ઉજવણીથી શું થશે ? - ત્યારે થાય કે જે શૈલી એક એક દિવસ કરીને છૂટી છેતેને પાછી લાવવાની શરૂઆત આપણે સૌએ આમ કોઈ એક દિવસથી કરવી રહી. આમ તો શાળામાં યોગ પ્રાર્થના સમારંભનો ભાગ બની બાળકોની દૈનિક ક્રિયાઓમાં સામેલ છે. શાળાની યોગ દિવસની ઉજવણીથી વ્યક્તિઓ માટે રિમાઈન્ડર છે જે  શાળાકીય જીવનથી આગળ વધી ગયેલાં છે અને શાળા ધ્વારા તેમનામાં ઊભી કરાયેલ ટેવ પણ છૂટી !

ચાલો, જે આપણા પૂર્વજોની જીવન શૈલી હતીતેવા યોગને હવે વધુ કઈં બને તો આપણી જીવન શૈલીનો કમ સે કમ એક ભાગ બનાવવાની શરૂઆત માત્ર તો કરીએ ! આપણાં બાળકો શાળા મેદાનમાં ઊભી કરેલ યોગશાળા ધ્વારા જાગૃતિનો આવો એક પ્રયત્ન કર્યો છે , તેને ફોટોગ્રાફ ધ્વારા માણીએ






















































No comments: