July 10, 2022

ગૂંચાયા અને શીખ્યા !

ગૂંચાયા અને શીખ્યા !

શાળાનું સંચાલન વિદ્યાર્થીઓ વડે  થાય અને તેઓ નાની-મોટી જવાબદારીઓ ઉપાડતા થાય. તેમનો દૃષ્ટિકોણ શાળાની તમામ પ્રવૃત્તિઓમાં ઝળકે  તેથી શરૂ કરેલી નાગરિક ઘડતર પ્રવૃત્તિ - આમ તો તેને હવે માત્ર એક પ્રવૃત્તિ ગણવી કે કેમ પણ પ્રશ્ન છે ! કારણકે  શાળાની જુદી જુદી પ્રવૃત્તિઓને જેમ કોઇ મોતીની માળા તેના બધાં મોતીને એકસૂત્રે રાખવાનું કામ કરે તેમ શાળાના સમગ્ર વાતાવરણને એક કરવાનું કામ નાગરિક ઘડતરથી થાય છે. તેમાં સમયે-સમયે બદલાવ આવતા રહે છે અને તે યોગ્ય પણ છે કારણ કે એક સરખી બીબાઢાળ રીતે વર્ષોનાં વર્ષ ચાલતી કોઈ પણ પ્રવૃત્તિ બંધિયાર થઈ જાય અને કદાચ ઉપયોગી રહેવાના બદલે ભારરૂપ પણ બની જાય.

થોડાં વર્ષ પહેલાં બધાના ધ્યાનમાં આવ્યું કે નાગરિક ઘડતર માટે જે જૂથમાં વિદ્યાર્થીઓ નિર્ણય લે છે તે પોતાના જૂથના ફાળે આવેલી કામગીરી માટે તો બરાબર હોય છે અને તેની જવાબદારી પણ તેઓ લે છે. પ્રશ્ન ત્યારે  થાય છે જ્યારે કોઈ બાબત એક કરતાં વધુ જૂથને સાંકળતી હોય અથવા તો કોઈ બાબતની અસર શાળાને સમગ્ર રીતે પડવાની હોય. ત્યારે તેમની વચ્ચેનો સંકલન કેવી રીતે કરવુંમોટાભાગે જે તે જૂથના લીડર કે ઉપલીડર  એવી મૂંઝવણો લઈને શિક્ષકો પાસે આવી જાય. અમને તે બરાબર લાગતું અને ઉકેલ આપતા. પછી સમજાયું કે જેમાં વધુ મગજ કસવાનું  થાય તેવા દરેક પ્રશ્નો તેઓ શિક્ષકો પાસે લઈને આવી જશે !

એટલે બધા જૂથને સાંકળીને શાળા સંચાલન કરવા માટે પહેલીવાર ચાઈલ્ડ પ્રેસિડેન્ટની ચૂંટણી કરી. એમાં પણ જૂથના લીડર અને ઉપલીડરની જેમ સૌથી વધુ મત મેળવનાર તો છોકરો હોય તો વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છોકરી અને જો લીડર તરીકે  છોકરી ચૂંટાઈ આવે તો વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છોકરો રહેશે એવું નિશ્ચિત થયેલું . તેનું પરિણામ પણ મજેદાર આવ્યું કે ચૂંટણીની અસર માત્ર શાળા પૂરતી રહેવાને બદલે ગામ સુધી પહોંચી. વાતને  વર્ષ થઈ ગયા છે છતાં પણ સેજલ એટલે સેજલ પ્રમુખ અને રાહુલનું  તો નામ પ્રમુખ પડી ગયું છે. હજુ પણ તેને ગામના લોકો પ્રમુખ કહીને બોલાવે છે.

પરંપરામાં કોરોનાએ બ્રેક મારી. જાન્યુઆરી 2021 માં ફરી ચૂંટણી યોજાઈ તેમાં અમને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યાશૈક્ષણિક વર્ષ પૂરું થતાં ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા ભાર્ગવી હવે હાઈસ્કૂલમાં ગઈ એટલે ઉપપ્રમુખનું પદ ખાલી પડ્યું. પ્રશ્ન એવો હતો કે શું આગામી ચૂંટણી જાન્યુઆરી મહિનામાં કરવીઅથવા તો હમણાં બહુમતીથી ચૂંટાઇ ને આવેલા સંદીપનો કાર્યકાળ મહિનાનો કરી દેવો અને પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી ફરીથી કરવી ? આવા કેટલાય પ્રશ્નો થયા અને પહેલેથી કશું નિશ્ચિત કરેલું નહોતું. અને કારણે અચાનક પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ફરી લાદી દેવાનું કોઈ કારણ નહોતું. અરસામાં દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીના સમાચાર અને તેમાં કેવી રીતે વોટિંગ કરવામાં આવે છે- કોણ વોટીંગ કરે છેતેમનો મત ભાર કેટલો હોય છેતેના વિશેની ચર્ચાઓ થઈ રહી હતી. એટલે તેમની બધા સાથે વાતો કરી અને નક્કી કર્યું કે આપણે ઉપપ્રમુખની ચૂંટણી કરીએ અને તે રાષ્ટ્રપતિની અને રાજ્યસભાના સાંસદોની ચૂંટણી થાય છે તે રીતે કરીએજેમાં શાળાના શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો, આંગણવાડી કાર્યકરો, મધ્યાહ્ન ભોજનનો સ્ટાફ તેમજ દરેક જૂથના લીડર અને ઉપ લીડર મત  આપશેદરેકને મતનું મૂલ્ય કેટલું રાખવું તેના વિશે રોજ શાળા સમય પછી વાતો થતી અને તેમાંથી અમને મળી આવ્યું કે શિક્ષકો એસ.એમ.સી.ના સભ્યો કે જેઓ ચૂંટાઈને આવ્યા નથી તે બધાના મતનું મૂલ્ય શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વડે ભાગીને નિશ્ચિત કરી દેવામાં આવશે. જ્યારે જેઓ ચૂંટાઇને જૂથમાં લીડર અને ઉપલીડર બન્યા છે તેવા આઠ  જૂથનાં 16 સભ્યોના વોટની કિંમત જે તે જૂથના તે દિવસે હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે રહેશે એટલે હવે રોચકતા વધી ગઈ.

આવું નક્કી કર્યા પછી પણ છેલ્લા દિવસ સુધી એવી અવઢવ તો રહી હતી કે આમ તો કોણે કોને મત આપ્યો એવું પણ ખબર પડી જાય તો એના માટે શું કરવું ? ચૂંટણીની કામગીરી સંભાળનાર પ્રિસાઈન્ડિંગ, આસિસ્ટન્ટ પ્રીસાઈન્ડિંગ વગેરેની કામગીરી વધી ગઈ. તેમ છતાંય અમે સૌ મળીને આખી પ્રક્રિયા પૂરી કરી.

મતગણતરી વખતે તેમને સમજાવ્યું કે મૂલ્ય છે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ! જ્યારે એક જૂથનો લીડર મત આપે છે ત્યારે તે વાસ્તવમાં તેના જૂથના તમામ સભ્યો બહુમતીથી શું માને છે તે તેનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે તેણે આપેલો મત માત્ર તેનો વ્યક્તિગત મત નહીં પરંતુ તેના જૂથના બધા સભ્યોએ સામૂહિક રીતે નક્કી કરીને તેને જે મંતવ્ય આપ્યું છે તે છે. દાખલા તરીકે જિનલે આપેલો મત - માત્ર જિનલનો નહિ તેના જૂથના સભ્યો બહુમતીથી શું માને છે તે મત છે. કેટલુંક સમજાયું, કેટલુંક સમજાયું, કેટલુંક વધુ ગૂંચાયું - પણ શું એને શીખવું નથી કહેવાતું ?

ચાલો માણીએ >  ચૂંટણીનાં દ્રશ્યો 

No comments: