શિક્ષણની પ્રક્રિયામાં> જો હો જાયે શુરુ,વો હી ગુરુ!
કોઈને સલાહ આપવી સહેલી
છે, પરંતુ કોઇની આપેલી સલાહ માનવી મુશ્કેલ છે. – આ વાત આપણે સૌએ
સાંભળેલી, અનુભવેલી છે. આવું કેમ બને છે?. શાળાના અમારા અનુભવો કહે છે કે : આપણ સૌને કોઈને કોઈ વાતમાં અન્ય વ્યક્તિને સલાહ આપવાની ટેવ
પડેલી હોય છે – આ વાત સાબિત કરે છે કે દરેક વ્યક્તિનામાં શીખવવાપણું એટલે કે શિક્ષકપણું
જન્મજાત રહેલું હોય છે ! પરંતુ કોઇની આપેલી સલાહ આપણે સૌ
જલ્દીથી માનતા નથી - એ સાબિત કરે છે કે દરેક વ્યક્તિનામાં
વિદ્યાર્થીપણું પણ જન્મજાત રહેલું હોય છે ! એટલે જ તો આપણા સૌની ફરિયાદ રહેલી હોય છે કે બાળકો જલ્દી આપણું માનતા નથી. શીખવવું સહેલું નથી તેમ
શીખવું એ પણ સહેલી પ્રક્રિયા નથી.
અને
ખરેખર વધારે મજબૂતાઈથી કહું તો શીખવું એ વધારે મુશ્કેલ વસ્તુ છે. શીખવવામાં ફક્ત બોલી કે
બતાવી દેવાની પ્રક્રિયા હોય છે, જ્યારે શીખવાની બાબતમાં સાંભળેલું કે જોયેલું સમજવાની
પ્રક્રિયા કરવાની હોય છે. અને માનવ મગજ ઉપર સ્ટ્રેસ ઊભા કરતી હોય તે સમજવા માટેની પ્રક્રિયા છે. આવા સ્ટ્રેસ સાથેની કસરત
જ મગજમાં સમજણ અંગેના કોષ પેદા કરી મગજને કેળવતી હોય છે. શીખવવા માટે એટલો બધો
સ્ટ્રેસ મગજ પર આવતો નથી કેમ કે શિખવાનાર એ પ્રક્રિયામાંથી નીકળી ચૂક્યો હોય છે. વર્ગખંડોની પ્રક્રિયાઓને
બારીકાઈથી જોઈએ તો તેમાં બે ટીમ કામ કરતી હોય છે. જેમાં એક ટીમ આપણી કે
જેઓ શીખવવા મથે છે – સામે બાળકોની ટીમ કે જેઓ આપણે સમજાવેલ બાબતોને સમજવવા મથતાં હોય છે. આવી પ્રક્રિયાઓમાં બંને
બાજુ મથામણ ચાલતી હોય છે. આવામાં કેટલીકવાર શિક્ષક તરીકેની આપણી આગવી કુનેહ વડે જો વર્ગખંડની
પ્રક્રિયામાં નાનકડા ફેરફાર વડે નાની નાની એવી તક ઝડપી લેવામાં આવે કે જેમાં સામેની
ટીમમાંથી કોઈ બાળક આપણા સ્થાને આવી એટલે કે શિક્ષક બની વિષય વસ્તુને સમજાવવા લાગી
જાય!
તેના બે ઉદાહરણ શાળાના અનુભવો પરથી આપી શકાય તો પહેલું અમારો દીકરો હરેશ.. >
પહેલા અને બીજાના ધોરણના
બાળકોને સ્વધ્યયનપોથી ઘરે આપવાની વાત થઈ ત્યારે ફળિયાદીઠ હાઇસ્કૂલમાં ભણતાં
બાળકોને નાના બાળકોના લીસ્ટ સાથેની જવાબદારી સોંપવામાં આવી. તેમાં નાના બાળકો
ફળિયામાં હરેશના ઘરે આવી રોજે રોજ શાળામાંથી મોકલેલ ઘરકામ વાળા પાન નંબરનું લેખન
અને વાંચન કાર્ય કરવાનું સોંપ્યું. સમયાંતરે શિક્ષકની મુલાકાત વખતે હરેશનું વર્તન શિક્ષક જેવુ
જ અને પ્રક્રિયા વર્ગખંડ જેવી જ લાગી. [ સાચું કહું તો ઈર્ષા પણ
આવી ] બાળકોની તેની આસપાસ ઊભા રહી સમજવા માટેની મથામણ એ જ અમારો આનંદ હતો.
બીજો પ્રસંગ ઓનલાઇન
ક્લાસમાં ધોરણ પાંચમાં – પર્યાવરણ વિષય અંતર્ગત રાજુનું ઘર એકમ માં તંબુમાં રહેવાના અનુભવો વિશે ગૂગલ
ગુરુના અનુભવો ચંદુ સાહેબ બાળકો સાથે શેર કરતા હતા, તેવામાં જ દિશા દીકરીનો
વિડીયો ચાલુ થયો અને બૂમ પડી “ સાહેબ અત્યારે હું તંબુમાં જ રહું છું, મને અનુભવ છે હું બધાને
કહું ? આવી બાળકોને શિખવવાની તક કેવી રીત જવા દેવાય – ગૂગલ અને ચંદુ ગુરુ
કરતાં પણ દિશા ગુરુએ બાળકોની ભાષામાં મજાની રીતથી પોતાના અનુભવો શેર કર્યા ! બાળકો પ્રક્રિયામાં
સામેલ થાય પછી તો પૂછવું જ શું ? – દિશા ગુરુની વાતો સાંભળી અને તેનો
તંબુ જોઈને આનંદ અને આશ્ચર્ય બંને થશે > ચાલો ફોટો પર ક્લિક કરી વિડીયો વડે દિશાએ તાણેલા તંબૂમાં
જઈએ !
No comments:
Post a Comment