February 24, 2020

પદ્મશ્રી પ્રો.અનીલ ગુપ્તા


પદ્મશ્રી પ્રો.અનીલ ગુપ્તા 

પ્રથમ વખત શાળા વિશે તેમણે સાંભળ્યું હતું રાજ્યના પ્રથમ ઇનોવેશન ફેરમાં. તે દિવસે તેમણે પ્રાથમિક શાળાઓની સમસ્યાઓ અને તેના માટે કેટલાક વ્યક્તિઓએ કરેલા ઉપાયો વિશે જણાવ્યું. દરેક બાબતની તેમની સ્પષ્ટતા જોઈ છક્ક રહી જવાયું હતું.
 પ્રો.અનીલ ગુપ્તા હવે આપણા સૌ માટે અજાણ્યું નામ નથી. શાળાના બ્લોગ અને ફેસબુકના માધ્યમથી તેઓ શાળાના વર્ચ્યુઅલ માર્ગદર્શક રહ્યા છે. International Conference for Grassroot innovators માં વિવિધ દેશોમાંથી આવેલા વ્યક્તિઓ સમક્ષ શાળાની વાત કરવાનો મોકો તેમણે જ આપ્યો હતો.. તેમણે જ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ સરને નવાનદીસરનો પરિચય આપ્યો. તેના પછી તેમણે ટકોર કરી કે આવી એકાદ પ્રાથમિક શાળાથી સંતોષ મેળવી લેવાને બદલે બાળકો વડે સંચાલિત થતી હોય તેવી વધુ શાળાઓ બનાવવા માટે પ્રયત્નો થવા જોઈએ. શાળા વિષે DNA માં એક આર્ટિકલ તેમણે લખ્યું જેનું હેડીંગ હતું, There should be More Masti Ki Pathashalas”  તે પછી શાળાની મુલાકાત લેનાર એસ.એમ.સી., શિક્ષકો અને હેડ ટીચર્સ તરફના અમારા અભિગમમાં ચેન્જ આવ્યો. સૌને માત્ર શાળાની પ્રવૃતિઓ કહેવાને બદલે કઈ સમસ્યાનો શું ઉકેલ કર્યો અને તેના શું પરિણામ મળ્યા ? વિદ્યાર્થીઓ પાસેથી મંતવ્ય કેવી રીતે માગી શકાય? શાળા સંચાલનમાં વિદ્યાર્થીઓની ભાગીદારી કેવી રીતે વધારી શકાય ? જેવા મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરી. અને આ પ્રકારની ચર્ચાથી માત્ર મુલાકાત લેનાર જ નહિ અમને પણ અમારા અભિગમમાં સ્પષ્ટતા મળતી ગઈ.
આમ શાળા સાથે સતત આ રીતે જોડાયા બાદ શાળાની રૂબરૂ મુલાકાત કરી. શાળાનું કેમ્પસ અને વર્ગખંડો સમય ઓછો હતો તો પણ નિરાંતે જોયા. તેમણે અગાઉથી કરેલા આયોજન મુજબ ૪૫ મિનીટ જેટલું રોકાવાનું નક્કી હતું. પરંતુ, સવા કલાકથી વધુ શાળામાં રોકાયા. શાળાના વિદ્યાર્થીઓ સાથે આઈડિયા કેમ મહત્વના છે? અત્યાર સુધીમાં બાળકોએ આપેલા નાનકડા આઈડિયા કેવડી મોટી અસર કરી શક્યા છે? જેવા મુદ્દાઓ પર વાત કરી. શાળામાં કોઈપણ આવે ફિરદૌસને તો મળે જ. શાળા જોઈ રહ્યા પછી અમને પણ કેટલાક આઈડીયાઝ આપ્યા. એમાંથી એક વિશે શાળાએ પ્રયત્નો કર્યા હતા પણ એ છૂટાછવાયા.. તેમણે કહ્યું કે ગામમાં જે અનુભવી અને વૃદ્ધ વ્યક્તિઓ પાસે છે તે જ્ઞાન આપણે સંગ્રહ કરી લેવું જોઈએ. આ સિવાય કેમ્પસમાં પણ કેટલીક જગ્યાએ નવું શું કરી કેટલીક જગ્યાએ નવું શું કરી શકાય તેની વાત કરી.
એ સવા કલાકનો સમય અને તેમની તરફથી મળતા વિચારો બંનેમાંથી કોની ઝડપ વધુ હતી તે નક્કી કરવું મુશ્કેલ હતું.
 આપ સૌને પણ અપીલ છે કે બાળકો પાસેથી સમસ્યાના ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરી જુઓ. તેઓ આપણા કરતાં વધુ અસરકારક ઉપાયો શોધી કાઢશે. અને  આ અનુભવ ગમે તો અમારા આ ઈ સરનામા Facebook : https://www.facebook.com/navanadisar  પર અમને જરૂરથી લખજો. ત્યાં સુધી મુલાકાતને માણીએ 


 






 

 











VIDEO



No comments: