બાળકો પ્રત્યેની સંસ્થાઓની મૂળભૂત ફરજ !
પ્રાથમિક શાળા એટલે પાયાનું શિક્ષણ. પાયાના શિક્ષણ અંગે બાળકોના શિક્ષકની સાથે સાથે વાલીઓને પણ એટલી જ ચિંતા હોય તે સ્વાભાવિક છે. ચિંતા વધુ એ હોય છે કે દરેક કક્ષાએ આ બાળકને સમજી શકે તેવા અથવા તો આ બાળકને સરળતાથી સમજાવી શકે તેવા શિક્ષક મળશે ખરા ! ચિંતા પણ વ્યાજબી છે કારણ કે વર્ગખંડો બદલાય એટલે શીખવનારા પણ બદલાય છે. એટલે જ આગળ જતાં બાળકે બદલાતા રહેવું પડશે અથવા તો સમયાંતરે પોતાને અનુકૂળતા સાધતા રહેવું પડશે. આવા સમયે જો બાળક પોતે જો શીખતો ન થાય તો આગળ જતાં બાળકમાં નિરાશા – હતાશા અને ત્યાર બાદ શિક્ષણ અથવા તો વર્ગખંડ પ્રત્યે અરુચિ થવાની પૂરી સંભાવનાઓ છે.
Ø તો શું કરી શકાય ?
અમારા અનુભવો કહે છે કે પ્રાથમિક કક્ષાથી જ જો બાળકને ફક્ત શીખવવા ને બદલે શીખતાં કરવા માટેનો પ્રયત્ન શરુ કરવામાં આવે તો આગળ જતાં તે શિક્ષણ મેળવવાની બાબતમાં સ્વાવલંબી બની શકે છે. બાળકોને શીખતાં કરવાનો અર્થ છે બાળકો જાતે જ શીખે – જેમ કે બાળકને દરેક એકમને અંતમાં આવતા સમાનર્થી શબ્દનો આપણે અભ્યાસ કરાવીએ છીએ. રાત તો નિશા , મોજ – તો આનંદ વગેરે .. આ થયું આપણે બાળકને શીખવ્યું. પરંતુ જયારે આપણે બાળકને આ શબ્દ જેવો બીજો શબ્દ આ કાવ્ય અથવા વાર્તામાંથી શોધવા કહીએ. એ જ રીતે તેમણે કોઈ શબ્દ ના આવડે ત્યારે તેનો અર્થ કહી દેવાને બદલે ધારવા કહીએ કે શબ્દકોશનો ઉપયોગ કરવા કહીએ.. તો એનામાં એ સ્કિલ વિકસે છે જે આપણે આપણામાં વિકસાવી છે. ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ થી ધીમેધીમે ઇન્ફોર્મેશનનું પ્રમાણ વધવાનું શરુ થતું હોય છે. જો બાળકની સેલ્ફ લર્નિંગ પ્રોસેસ વધુ શક્તિશાળી હોય તો તેની સામે ઉભા માર્ગદર્શક પાસે પૂરું કન્ટેન્ટ હોય કે ન હોય બાળક પોતે તે અંગેના સંસ્થાએ તેના માટે ઉભા કરેલા સોર્સમાંથી તે માહિતી મેળવી શીખી લે છે.
આવા સમયમાં સંસ્થાનું મુખ્ય કામ છે બાળકોની સામે માહિતીઓ ઉપલબ્ધ કરાવતાં જેટલા બને તેટલાં વધુ સ્ત્રોત ઉભા કરવા . શાળા એ પણ એલેક્ષા પછી સામાજિક વિજ્ઞાન અંતર્ગત વિશાળ નકશા ધ્વારા આવા જ એક સ્ત્રોત ને ઉભો કરવાનો પ્રયત્ન કર્યો . બોર્ડમાં નકશા અંતર્ગત બાળકો પોતે શોધતાં અને શીખતાં થાય તે માટેની પ્રવૃત્તિ પણ શરુ કરી. જોઈએ બાળકોને અમારો આ પ્રયત્ન કેટલો લાભદાયી નીવડે છે પરંતુ બાળકોને શીખવા માટેનો એક સ્ત્રોત મળવાનો અત્યારે તો આનંદ છે... ચાલો જોઈએ
No comments:
Post a Comment