February 23, 2020

વો સુબહ કબ આયેગી?



વો સુબહ કબ આયેગી?
"સાહેબ આ જયપાલ રડ્યો."
"શું થયું?"
"સાહેબ અમરદીપ મને ખીજવે છે."
"તો ? તું ખિજાયો?"
".........."
"જો આપણે એવું તો નક્કી કર્યું હતું કે જ્યાં સુધી મજાક મસ્તી બંનેને ' મજાક ' લાગે ત્યાં સુધી કોઈને વાંધો ના હોવો જોઈએ."
"મને વાંધો છે, મને નથી ગમતું."
"હવે ? બીજા કોઈકની સમસ્યા હોય તો અમરદીપ નિર્ણય લે. પણ અમરદીપ માટે કોણ નિર્ણય લે?"
"હું પ્રાર્થનામાં ફરીયાદ કરીશ."
"ભલે" > પ્રાર્થનામાં.....વિગતે વાત કરી..
છૂટક છૂટક સજાઓ આવી. એક દિવસ માટે અમર ને પ્રમુખમાંથી સસ્પેન્ડ કરવા સુધીની.
"જુઓ, આપણે આમ ટોળામાં કંઈ નક્કી ના કરી શકીએ. કારણકે આપણે અમરને પણ એની વાત કહેવાનો મોકો આપવો જોઈએ."
"તો કેબિનેટ બોલાવી લો."
"મંજૂર."
"કેબિનેટ માં ચર્ચા કરી લઈશું."
ને સાંજે ૫:૩૦ એ શરૂ થયેલી કેબિનેટ માં જે વાતચીત થઈ તે કઈક આવી હતી. સમગ્ર ચર્ચામાં એમનો દ્રષ્ટિકોણ અગત્યનો છે. વાંક નથી પણ તારાથી કોઈને દુઃખ થાય એ પણ ન જ થવું જોઈએ.
(ટોળા કરવાને બદલે લોકશાહી ઢબે ઉકેલ લાવતા નાગરિકોની જરૂર નથી લાગતી?") 
હવે અમરદીપ માટે બેઠેલી એ બેઠકમાં શાળા કેમ્પસ અને વર્ગના કેટલાક પ્રશ્નો અંગે પણ ચર્ચા શરૂ થઈ. શાળામાં રમતી વખતે કોઈકને લોહી નીકળી જાય તેવું રમવું...એ યોગ્ય નથી. તેના માટે સમિતિ હોવી જોઈએ જે આ અટકાવી શકે. વસ્તુ ખોવાઈ જવાની/ચોરાઈ જવાની પણ ચર્ચા થઈ.
અહીંયા થતી ચર્ચામાં બે બાબતો આનંદ આપનારી છે.
૧. જે રીતે તેઓ શાળાને પોતાની ગણી તેને ઉત્તમ બનાવવા માટે ચિંતિત રહે છે.
૨. એક મિનિટ પહેલા જેઓ પ્રમુખને તેની ભૂલ માટે પૂરા જોશથી ઠપકારતા હતા અને પ્રમુખ પણ બમણા જોશથી પોતાની ભૂલ નથી એ બાબતનો વિરોધ કરતો હતો. તેઓ એ મુદ્દો પૂરો થયા પછી એક મિનિટના ગાળામાં જ એકબીજાને ખભે ખભા મિલાવી શાળા અને ગામ માટે ચર્ચા કરી રહ્યા છે. જેમાં એક મિનિટ પહેલા વર્તાતી ચર્ચાની કોઈ જ કડવાહટ નથી.
(આ આપણે સૌ કહેવાતા મોટેરાઓ માટે ય શીખવા જેવું છે કે તમારો વિરોધ અને વાંધો મુદ્દા આધારિત હોય, વ્યક્તિ આધારિત નહિ.)

"વો સુબહ કબ આયેગી?" "જબ હમ જૈસે લોગો કી જગાહ ઇનકે જૈસે બચ્ચે સિર્ફ સ્કૂલ નહિ સમાજ કા સંચાલન કરેંગે."

No comments: