એક
ગામમાં એક ટપાલીની બદલી થઇ. તેને નોકરીના પાંચેક વર્ષનો અનુભવ હતો પણ આ ગામ
તેને માટે નવું હતું. રોજેરોજ પોતાની ફરજના ભાગ રૂપે ગામમાં ફળીયે
ફળીયે ટપાલ વહેંચવા જતો. એક દિવસ એક ઘરે ટપાલ આપવા ઘરનું બારણું
ખખડાવ્યું અને બૂમ પાડી’ “ટપાલ” . અંદરથી અવાજ આવ્યો ટપાલ હોય તો બારણા નીચેના
ભાગથી સરકાવી લો હું પછીથી લઇ લઇશ. ટપાલી એ કહ્યું રજીસ્ટર્ડએડી છે એટલે તમારી
સહીની જરૂર પડશે. અંદરથી અવાજ આવ્યો તો થોડી વાર લાગશે....ઉભા
રહેજો.
એક મિનીટ..બે
મિનીટ ત્રણ...પાંચ.. આઠ...દસ... હવે તો
જેમ જેમ સેકંડ વધતી ગઈ એમ ટપાલીનો પારો ચઢતો ગયો. વાત એની
પણ સાચી હતી કે આગળ હજુ ટપાલ વહેંચવાની હતી.. હવે તો હદ થઇ એવું વિચારી ફરીથી બારણું ખખડાવવા
જતો હતો ત્યાં જ બારણાં ખુલવાની ક્રિયાનો અવાજ સંભળાયો. ટપાલીએ
નક્કી જ કર્યું કે બારણાની જગ્યાએ એ વ્યક્તિને જ ખખડાવવો.પણ
બારણું ખુલ્યું સામે ઉપરના ભાગે કોઈ ન દેખાયું. સહેજ
નીચી નજર કરી ત્યાં તો પગવિહોણી એક વ્યક્તિ ઢસડાઇને થોડી બહારની બાજુ આવી બોલી “માફ
કરજો મારી અસહાય સ્થિતિએ તમને રાહ જોવડાવી.”
સ્થિતિ
જોતાં જ ટપાલીનો આસમાને પહોંચેલો પારો પાતાળમાં ઘુસી ગયો હતો. હવે
ટપાલી કર્મચારી ને બદલે લાગણીઓ સભરનો કર્મ+આચરીમાં ફેરવાઈ ગયો હતો. અને હવે
તે જેટલીવાર આ ઘરે આવે ત્યાં બારણું ખખડાવી નિરાંતે બેસી રાહ જોયા કરતો. એવું
નહોતું કે આગળ ટપાલ વહેંચવાનું ટાળતો પણ હવે શિડયુલ જ એવું સેટ કરતો કે અહીં તો
આટલીવાર થશે જ ![સોર્સ–D.E.O.શ્રી,પંચમહાલ]
મિત્રો ઉપરોક્ત ઘટનાનું ઉદાહરણ લઇ જો આપણે વાત
કરીએ એવા બાળકોની કે જેઓ શીખવાની ગતિમાં પગવાળા જેટલું નથી ચાલી કે દોડી શકતા. એવાં બાળકોને જયારે આપણે આપણું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતાં હોઈએ
અને ઘણી મહેનત છતાં પણ તે બાળક આપણા ધાર્યા જેટલું જલ્દી નથી શીખતાં અને આપણો પારો
ચઢે છે તે સ્થિતિ એ બારણું ખુલ્યા પહેલાંની સ્થિતિ છે. પરંતુ જો
તે બાળકને શીખવામાં પડતી મુશ્કેલીઓ ને જાણી તેનું નિવારણ કરતાં કરતાં બાળકની
શીખવાની ગતિને ધ્યાનમાં રાખી આપણે તેની સાથે લાગણીઓ સભરનું કામ કરીએ તો સમજવું કે
આપણે હવે બારણું ખુલ્યા બાદના ટપાલી છીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે બાળકને સમજ્યા
પછી સમજાવવાની શરૂઆત કરીએ તો જ આપણે આપણું
બેસ્ટ તેના સુધી પહોંચાડી શકીએ.અને આજે બીજી વાત એ પણ કે કોઈ વ્યક્તિ પોતાની
ફરજમાં લાગણીઓને જોડે છે ત્યારે તે પોતાનું બેસ્ટ આપી શકે છે અને બાળકો પાસેથી
બેસ્ટની અપેક્ષા રાખી શકે છે.
શાળા એ ગામનું ઘરેણું છે. મોટા
ભાગના લેખમાં અમે આ વાક્યનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે આ વાંચીને અથવા તો આ બોલીને આપણને
અનેરો આનંદ મળે છે. તેનું એક કારણ એ પણ છે કે ગામ માટે શાળા એ અત્યંત
કીમતી સ્થળ છે. હવે જ્યારે ગામ ની જેમ શાળાની વાત આવે ત્યારે
એવું કહી શકાય કે વર્ગખંડો એ શાળાનું ઘરેણું છે. એ વાત પણ
સાચી છે અને તેમાં જો શિક્ષણ ને સારો ઓપ અને ઢાળ આપી સારી રીતે બાળકોને પહેરાવાય તો
એ વિદ્યાર્થીને શ્રેષ્ઠ નાગરિક બનાવી શકે છે.
આપણે સૌ
આપણી શાળામાં ખૂબ જ મહેનત કરીએ છીએ. બાળકોની કાળજી લેવી - બાળકોને
નવું નવું શીખવવું, બાળકો સાથે લાગણીસભર વર્તવું અને બાળકોએ કરેલ પ્રોજેક્ટને
બિરદાવવાથી લઇ બાળકો માટે જરૂરીયાત છે તે બધું જ મા–સ્તર
સુધીનું કામ આપણે સૌ કરતાં હોઈએ છીએ. ક્યારેય કોઈ શિક્ષકના મનમાં સિનીયોરીટી કે બેઝિક પગાર ધોરણના તફાવત આધારે
હું શાળામાં બાળકોને વહાલ કરીશ એવો વિચાર આવ્યો હોય તે ન કલ્પી શકાય તેવી બાબત છે
અને આ જ આપણા શિક્ષકત્વ ની સાબિતી આપે છે. આપણા બાળકો સાથે આપણે વર્ગખંડમાં નાચીએ, ગાઈએ,
રમીએ, વાતો કરી તેમની શિક્ષણ માટેની તમામ જરૂરીયાત નું ધ્યાન રાખી તેને પૂરી કરવા
માટેનો સતત પ્રયત્ન કરીએ. પુરા ઉત્સાહથી કામ કર્યા પછી પણ આપણા સૌની એક
ફરિયાદ સતત રહેતી હોય છે કે આ બધું જેના માટે કરીએ છીએ તે બાળકના વાલીને ન તો તેના
બાળકની ચિંતા છે ન આપણે કરેલા કામની કદર !
ત્યારે
પહેલો પ્રશ્ન થાય કે શું આપણે તે વાલીના બાળક માટે વર્ગખંડમાં આખો દિવસ મથામણ કરીએ
છીએ તે તેના વાલીને જાણ છે ખરી ? મોટાભાગના બાળકો માટેનો આપણો જવાબ ના હશે કારણ
સંવાદનો અભાવ હોઈ શકે – તો એ જ રીતે વાલીને બાળકની ફિકર નથી તેવો આપણો
અંદાજ કદાચ વહેમ પણ હોય શકે. બની શકે કે મોટાભાગના વાલીઓ પોતાના બાળક માટે
સમય ન ફાળવી શકતા હોય પરંતુ ક્યારેય શાળા અથવા તો તે બાળકના શિક્ષક તરીકે બાળકે
વાલી સાથે સંવાદ કરવો પડે તેવી અથવા તો વાલીનો શિક્ષક સાથે સંવાદ પ્રસ્થાપિત થાય
તેવું કોઈ આયોજન કર્યું છે ખરું ? બની શકે કે જેમ કોઈ બાળક પાછળ આપણી મહેનતની
વાલીને ખબર નથી તેમ વાલીની બાળક પ્રત્યેની ચિંતા ની કદાચ આપણા સુધી ન પહોંચી હોય ?
આવી રીતે
થતું કાર્ય ને જો કાલ્પનિક રીતે વિચારવામાં આવે તો બાળક
વિષુવવૃત્ત છે; વાલી ઉત્તર ધ્રુવ અને શિક્ષક દક્ષિણ ધ્રુવ બની મહેનત અને ચિંતા કરી
રહ્યા છે.
પ્રશ્ન એ પણ છે કે વાલી સાથે સંવાદ સાધવાથી શું
? આપણે તો
વર્ગખંડમાં કરવાનું છે તે કર્યા કરવાનું ! વાલી સાથે વાત કરી શું ફાયદો ?
ત્યારે
ખાનગી શાળાઓની પદ્ધતિને ધ્યાને લેવા જેવી છે. 😚
ઉદાહરણ
તરીકે – ખાનગી
શાળાના શિક્ષક વાલી મીટીંગમાં જે તે બાળકના વાલીને તે બાળકે વર્ગખંડમાં કરેલી
પ્રવૃત્તિઓ બતાવે છે. [ જે આપણે સૌ પણ કરતાં હોઈએ છીએ પરંતુ તેનું
પ્રદર્શન વર્ગખંડ પુરતું સીમિત બની જાય છે ] સ્વાભાવિકપણે વાલી પોતાના બાળકની પ્રવૃત્તિઓથી
આનંદિત થાય જ. સાથે સાથે તે શિક્ષક તેમના બાળકના માટે ધ્યાન
રાખવા જેવી બાબતોની સૂચનાઓ પણ કરશે – લખવામાં ઉતાવળ કરે છે- અક્ષર
સારા કાઢતો નથી – વાંચવાનું તૈયાર કરવાનું કહીએ તો કરી લાવતો
નથી – વગેરે
વગેરે – હવે
વિચારો કે આમાં શાળાએ શું કર્યું – બાળક માટે પોતે કરેલા પ્રયત્નોને વાલી સામે
મુક્યા – વાલીનો શાળા – શિક્ષક
અને બાળક સામે નો આદરભાવ વધ્યો – શાળાએ વાલીને એવી બાબતો સોંપી કે જે દરેક વાલી
કરી શકે. તમને થશે કે અમે પણ સુચના કરીએ છીએ પણ વાલી
સાંભળતા જ નથી – તેનું કારણ આપણે પહેલું પગથીયું છોડી બીજા
પગથિયાં થી શરુ કર્યું – એટલે કે બાળકે અને તમે કરેલ વર્ગખંડની મહેનત
વાલી સામે પ્રસ્તુત કરવાથી જ તે વાલીને પોતાના બાળકના અભ્યાસમાં રસરૂચી કેળવાય છે. ત્યારબાદ
જ ખરેખર શિક્ષક તરીકે આપણા કામ હતાં તે વાલી પણ ઉપાડી લે છે – જેમકે
ઘરે અક્ષરો સુધારવા માટેના પ્રયત્નો – વાંચી તૈયાર કરવા માટેની કાળજી – હોમવર્ક
વગેરે. અને ધીમે
ધીમે આપણે ઈચ્છીએ છીએ તેવી ભાગીદારી બનાવી શકીએ છીએ – પરંતુ
પહેલાં પણ કહ્યું તેમ સંવાદ જ એકમાત્ર ઉપાય છે...
સંવાદ
માટે શું કરી શકાય એવો પ્રશ્ન હોય તો તેનો પહેલો સરળ અને હાથવગો ઉપાય છે આજનું
સોશિયલ મીડિયા. જેના થકી આપણા વર્ગખંડના પ્રયત્નો તેમના સુધી પહોંચાડી શકીએ.
ગ્રામોત્સવ
શરૂ થયા પછી પ્રજાસત્તાકદિન શાળા માટે ધ્વજવંદન અને વાલી મીટીંગનો જ કાર્યક્રમ બની
જાય છે. આખા વર્ષ
દરમિયાન જે પણ પરફોર્મ કરવા જેવું લાગે એ ગ્રામોત્સવ માટે બૂક કરી દેવાય છે. આ વર્ષે
પણમનમાંએવું જ
હતુંસાંસ્કૃતિક કાર્યક્રમો ૨૬મી એ નહિ હોય.
કલા
મહાકુંભમાં લગ્નગીતો, સમૂહ ગાન અને એકપાત્રી અભિનયમાં તાલુકા કક્ષાએ
જઈને આવ્યા પછી એમણે નક્કી કર્યું કે આ ૨૬મી એ આ રજુ કરીશું. ધોરણ
આઠના વિદ્યાર્થીઓએ ભારતના ક્રાંતિકારીઓ વિષે તેમના પુસ્તકમાંથી વાંચ્યું હતું. અને
શિક્ષકે તેમણે સરળતાથી યાદ રાખવા બધાને એક એક ક્રાંતિકારી વિષે વાંચી તે ક્રાંતિકારી
પોતાની વાત કેવી રીતે કરે તે મુજબ વર્ગખંડમાં રજુ કરવાનું આયોજન કર્યું. તે સૌ
ક્રાંતિકારીઓએ પણ ૨૬મી એ પોતાની એ વર્ગખંડની વાતો બધા સામે મુકવાનું નક્કી કર્યું.
ધોરણ
પહેલા બીજા વાળા ટાબરિયા આ બધું જોઈ જોશમાં આવી ગયા કે જો તેઓ તેમના વર્ગની વાત
બધા સામે મંચ પર મુકવાના હોય તો અમે ય વાર્તા અને ગીત કરીશું. (અમારા
ભાગે મંજૂર એમ કહેવા સિવાય કઈ હતું નહિ.) ત્રીજા ચોથા ધોરણમાંથી અંગ્રેજીમાં કવિતા નક્કી
થઇ. ધોરણ છ એ
નક્કી કર્યું કે અમે હસાવીશું.
ધોરણ
પાંચમાં ડીયર લીટલ રાની અંગ્રેજી એક્શન સોંગ રજુ કરીશું એમ નક્કી જેવું હતું. ભાષાદીપની
પ્રવૃત્તિ જો વહેલી પૂરી થાય તો વાર્તા કહેવાનો ક્રમ છે. એક દિવસ
૪:૫૫ એ
ભાષાદીપનું કામ પૂરું થયું. અચાનક શિક્ષક પક્ષે વાર્તાનીડીમાન્ડ આવી. છકો – મકોની
વાર્તા શરૂ કરી... એમાં આ પ્રસંગ તોસાંભળ્યો છે આ પણ સાંભળ્યો છે...એમ ગાડી
નકારમાં દોડવા લાગી. શિક્ષકે પણ બીરબલ સાથે જોડાયેલી ચોરને લાકડી
પકડાવી શોધવાવાળી ઘટના છકા અને મકા સાથે જોડી કહી દીધી. તો તેઓ
વળી જુદા રંગમાં આવી ગયા કે અમે હવે એક્શન સોંગ નહિ આ છકા અને મકાનું નાટક કરીશું. (ભલે !) એ જ
સમયમાં પોષણ અદાલત નાટકની
સ્ક્રીપ્ટ મળી એ પણ એમણે જ ઝડપી લીધી.
ધોરણ – ૭
હિન્દીમાં બેટી હૂં મૈ બેટી...પર
પરફોર્મન્સ નક્કી થયું. એ જ સમયે યુટ્યુબની મદદથી “આજ નાચું
મેં છમ છમ...” ની કોરિયોગ્રાફી શીખી લીધી. (ઉમેરો ! બીજું
શું ?) હવે
છોકરીઓ આ વધારાનું પરફોર્મન્સ કરશે તો સાતમાના છોકરાઓએ અમરદીપની મદદથી “મીટ્ટી
મેં મિલ જાવા...” ની કોરિયોગ્રાફી કરી. આ તો
દેશની વાત છે એટલે આ તો રજુ કરીશું જ.
કાર્યક્રમ નાનો રાખવો હતો કારણકે એ જ દિવસે વાલી મીટીંગઅને આવેલ
વાલીઓને વર્ગખંડોની મુલાકાત કરાવી – ક્યા
વર્ગમાં કયા વિષય શીખવા માટેનું કયું સાહિત્ય છે. જેવી
ચર્ચાઓ કરવાની હતી.. પણ જ્યાં સત્તા તેમની હોય ત્યાં નિર્ણય પણ
બાળકોએ જ લેવાનો હતો. તેમણે નક્કી કર્યું કે આ બધું જ થઇ જશે. જરૂરી
કોસ્ચ્યુમ અને અન્ય સામગ્રી તેમણે જ મેનેજ કરી. ગીતમાં
તલવાર જોઈતી હતી તે શાળામાં બે કલાક વધુ બેસી બનાવી. એ
પ્રજાસત્તાકદિને એમણે જે જે નક્કી કરેલું એ મુજબ બધું જ થયું. મજાક
મજાકમાં “બાલા” ડાંસ પણ ! અંતે સૌ દેશભક્તિના રીમીક્સ સોંગ અને ટીમલીના
તાલે રમી છુટા પડ્યા.પ્રસંગ પૂરો થયા પછી રીફ્લેક્શન કરીએ તો સમજાય
છે કે જયારે તમારે સત્તા જોઈતી હોય – હક જોઈતા હોય ત્યારે તમારે જવાબદારીઓ ઉપાડવી
પડે છે. અને એ જ
બાળકો શાળામાં કરી રહ્યા છે.
આમ જ જો શાળાઓ બાળસત્તાક બનતી રહેશે
તો જ રાષ્ટ્ર સાચા અર્થમાં પ્રજાસત્તાક બનશે.
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની મિજાજે “मस्ती की पाठशाला” એવી નવાનદીસર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. જો આપ એક શિક્ષણ રસિક હો તો "આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે સાથે-સાથે તે એક ‘‘સમાજ ઉપયોગી’’ નાગરિક પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે થતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં અમે બાળકના “સર્વાંગિંક ગુણોના વિકાસ” નો ધ્યેય કેન્દ્ર સ્થાને રાખ્યો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપશ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ સંદર્ભે સૂચનો અને નવીન માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે. Contact us on : nvndsr1975@gmail.com આ ઉપરાંત આપ અમારી શાળાને ફેસબુક https://www.facebook.com/navanadisar પર પણ નિહાળી સુચનો આપી શકો છો. અમારી મુલાકાત બદલ આભાર સહ – નવાનદીસર પ્રાથમિક શાળા પરિવાર !!!! શાળાના મિજાજને જાણવા માટે લોગો પર ક્લિક કરો !!
જો તમે શિક્ષક હોવ તો, "સમાજની આપણા પાસેથી શી અપેક્ષા છે?" - તે જાણો !
શિક્ષકમિત્રો, બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ[આજ્ઞા] માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટે કોઈપણ જાતની ગરણી વિના સીધી જ મગજ [માન્યતા]માં ઉતારી દેતાં હોય છે.અને તે જ કારણે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે “ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.” મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું એવું જ માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે. આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. મિત્રો,બાળકે આપણા પર મૂકેલ આ વિશ્વાસ તથા વર્તમાન સમાજે “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ તેમનો “અંધવિશ્વાસ” નથી- તે હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું .
અમારું ઈ-મુખપત્ર "બાયોસ્કોપ"
૧ લી મે, ૨૦૧૦ (ગુજરાત સ્થાપનાદિન) થી આપણી નવા નદીસર પ્રાથમિક શાળાએ તેનું ઈ-મુખપત્ર શરૂ કર્યું છે. જેનું નામ છે બાયોસ્કોપ. જેને અમે દર માસની પહેલી તારીખે પ્રકાશિત કરીશું.-અમારા માટે બાયોસ્કૉપનો ઉદ્દેશ શાળામાં ચાલતી પ્રવ્રુત્તિઓને પ્રોત્સાહન મળે, શાળાની પ્રવ્રુત્તિઓમાં રહેતી ત્રુટિઓ અને શિક્ષણકાર્યમાંની કોઇ મુંઝવણોમાં આપશ્રી જેવા અનુભવીશ્રીઓનું માર્ગદર્શન મળી રહે તેમજ કોઇ શાળાને પ્રેરણાત્મક સ્ત્રોત મળી રહે તે માટેનો છે. જો આપ આ અંકને આપના મેઈલ બોક્ષમાં ઇચ્છતા હો તો “Get Bioscope” લખી અમને મેઈલ કરો .. અમારું ઈ- સરનામું છે- nvndsr1975@gmail.com [ મિત્રો, અમારા અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના સંગ્રહસ્થાને પહોંચવા ઉપરોક્ત ફોટોગ્રાફ પર ક્લિક કરો .]
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉજવાતા ગુણોત્સવના બેનર પર આપણી શાળાની બાળાઓને મળેલું સ્થાન.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રશ્ન પૂછતા શાળાના શિક્ષકશ્રી...
"જો તમે મુખ્યમંત્રી નહિ પણ પ્રાથમિક શાળાના શિક્ષક હોત તો?
દિવ્યભાસ્કર સમાચારપત્રમાં-: આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?
દિવ્યભાસ્કરના શાળા વિશેના લેખને વાંચવા ઉપરના image પર ક્લિક કરો
" मस्ती की पाठशाला " વિશે ...
"ભેલપૂરી" - ઈ-મેગેજીનમાં શાળા વિશેનો આ આર્ટિકલ વાંચવો તમને ગમશે [image પર ક્લિક કરો ]
શાળાની સંવેદનાઓ - વેબ ગુર્જરીને મુખે
શાળાએ અનુભવેલી સંવેદનાઓના લેખને વાંચવા ઉપરોક્ત image પર ક્લિક કરો.
બાળકોમાં સ્વચ્છતાની જવાબદારી કોની ?
'બાળ-સ્વચ્છતાં" - વિગતે વાંચવા IMAGE પર ક્લિક કરો
નાગરિક ઘડતર
અમારી શાળાને સ્વયં-સંચાલિત બનાવી બાળકોમાં એક જવાબદાર નાગરિકનો ગુણ વિકસાવતી પ્રવૃત્તિને જોવા ઈમેજ પર ક્લિક કરો.
આઝાદી એટલે સમાન તક !!!
શાળામાં ઉજવાયેલ ઉજવણીને માણવા IMAGE પર ક્લિક કરો
શાળા પહોંચે સમાજ સુધી !
શાળાનું પ્રાર્થના સંમેલન ગામમાં જ [ વિગતો માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો ]
ઇકોક્લાસ
જાણે કે ઋષિઓની કોન્ફરન્સ [વિગતે જાણવા ઉપરોક્ત image પર ક્લિક કરો ]
A Model School
BALA [A Model School ] ને વિગતે જાણવા ઈમેજ પર ક્લિક કરો
ચક્કીબેનનું ઘર
પ્રજ્ઞા શિક્ષણ
વિગતે વાંચવા માટે image પર ક્લિક કરો
સાયમન ગો બેક!
ઇતિહાસ શિક્ષણ..આ રીતે પણ...તે વખતે ખરેખર તેમને શું અનુભવ્યું હશે..?? જરા અનુભવી લઈએ!
ગાંધીહાટ
"ગાંધીહાટ" અન્વયે બાળકો માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી જેમ કે પેન-પેન્સિલ-નોટબુક-રબર-સંચા વગેરે દરેક ખાનામાં વ્યવસ્થિત ગોઠવી તેના પર સ્પષ્ટ વંચાય તેમ તે વસ્તુની કિંમત લખેલી હોય છે.કોઈ બાળકને જયારે,જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે તે બાળક જાતે જ ત્યાંથી જરૂરી વસ્તુ લઇ તેની બાજુમાં રહેલા ખુલ્લા ખાનામાં તે વસ્તુની કીમત પ્રમાણેના પૈસા મૂકી દે છે. ગાંધીહાટનો હિસાબ પણ બાળકો જ રાખે છે. દર પંદર દિવસે જયારે,જ્યારે જૂથોની કામગીરી બદલાય ત્યારે તે બાળકો ગાંધી હાટનો હિસાબ જે તે જૂથના નેતાને સુપ્રત કરી દે છે. ગાંધીહાટમાં ખૂટતી વસ્તુઓ લાવવા માટે જવાબદારી સંભાળતા જૂથના બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીનો સંપર્ક કરે છે. આવી નાનકડી પ્રવૃત્તિથી બાળકોમાં પ્રમાણિકતાના ગુણનો વિકાસ થાય છે. જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી કરતા શીખે છે. જાણે અજાણે સૌ સહકારથી જીવવાનો ગુણ કેળવે છે.
આજના ગુલાબ
બાળકો માં સ્વચ્છતાનો ગુણ વિકસાવવો એ ખુબ જ અઘરી બાબત છે. કારણકે દોડવું,કુદવું ,ધૂળમાં રમવું,પડવું વગેરેની કોઈ વાત કરે કે તરત જ આપણને બાળકો જ દેખાય. બાળકોની આવી સ્વાભાવિક રમીતિયાળ અને તોફાની પ્રવૃતિઓ ન અવરોધાય અને સ્વચ્છતાનો ગુણ વિકસાવવો તે જરૂરી છે. "આજના ગુલાબ " પ્રવૃતિથી અમે તેમ કરવામાં અમે લગભગ સફળ રહ્યા છીએ. રોજ પ્રાર્થના સમયમાં બે મીનીટનો સમય ફાળવી...ધોરણવાર બાળકોને ઉભા કરવામાં આવે છે. જે જૂથને પ્રાથના સંમેલનની કામગીરી ફાળવેલ હોય તે જૂથના બાળકો અન્ય વિધાર્થીઓને તપાસે છે. જેમાં *વાળ ઓળેલા છે કે નહિ?*તેલ નાખેલું છે કે નહિ?*નાખ કાપેલ છે કે નહિ?*યુનિફોર્મ ધોયેલો છે કે નહી?* શરીર પર નો મેલ સાફ કરેલ છે કે નહિ? જેવી બાબતો ધ્યાનમાં રખાય છે. તપાસનાર જૂથ ધોરણવાર એક -એક બાળકનું નામ જાહેર કરે છે. તેને ઢોલકની ત્રણ તાલ - બધાની ત્રણ તાલીનું માન અપાય છે. શિક્ષક્ તે બાળકોના નામ ધોરણવાર શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ પર નોધે છે.આનાથી કેટલક સુખદ પરિણામો અમને મળ્યા છે તેમાં બાળકો સમયસર શાળાએ આવે છે...સ્વચ્છ રહેવાની તંદુરસ્ત હરીફાઈ .... રોજ સ્નાન કરવાની ટેવ..હાથ ધોઈનેજ જમાય તેવી ટેવ...મળ્યા તે ઉપરાંત વાલીઓમાં પણ પોતાના બાળકની સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે તે વધારાનો ફાયદો.
ખોયા-પાયા
"ખોયા-પાયા" નું હાર્ડબોર્ડનું ખોખું અમે ઓફીસ રૂમની બહાર લગાવેલ છે. જેમાં બાળકોને વર્ગ ખંડ કે મેદાનમાંથી કોઈ વસ્તુ મળશે તો તે ખોયા -પાયમાં મૂકી દેશે. જ્યારે કોઈ બાળકની વસ્તુ ખોવાઈ ગઈ હશે તો પણ તે અન્ય જગ્યાએ શોધવાનો સમય વેડફ્યા વગર ખોયા-પાયામાંથી જ મેળવી લેશે. અહી બાળકો પોતાના સિવાયની બીજાની વસ્તુ પોતાની પાસે ના રખાય તેવી સમજ કેળવશે ..ચોરીની કુટેવ હશે તો દુર થશે ...વધુ પ્રમાણિકતાવાળું વાતાવરણ શાળાને મળશે. અહી વિધાર્થીઓમાં જરૂરી અને બિનજરૂરી વસ્તુઓનો ભેદ સમજાવવો. તેમને સમજાવવું કે ફક્ત જરૂરી વસ્તુઓ જ "ખોયા-પાયા "ના બોક્ષમાં મુકવી
ઉત્સવો
બાળકો તહેવારોની ઉજવણી હમેશા પોતાના ઘરના -શેરી-મહોલ્લાના રસ્તાઓ પર કરવાનું પસંદ કરે છે.પરંતુ જો તહેવારના દિવસે શાળાનું વાતાવરણ તેમના ઘર જેવું બનાવી દઈએ તો?