🔍શીખે સ્વાનુભવે..🔍
અનુભવ એ મોટો શિક્ષક છે. –વોટ્સએપમાંવાંચીએ
ત્યારે ખુબ ગમે ! કારણ કે આપણે સૌએ આ અનુભવ્યું છે. પરંતુ જયારે વર્ગખંડમાં
બાળકોની શૈક્ષણિક પ્રક્રિયાની વાત આવે ત્યારે શા માટે ટોક અને ચોક પર વધારે ભરોસો
મુકાય છે?“બાળકો વિષયવસ્તુઅંતર્ગતનીપ્રક્રિયાને અથવા તો સંદર્ભ સાહિત્યને જાતે જુએ
, જાણે અને અનુભવે ત્યારે વધુ સમજ પાકી બને છે.” તે વાત ફક્ત વોટ્સએપ મેસેજ જેવી જ
બની જાય છે કે આતોબીજા માટે લાગુ પડે આપણા બાળકો માટે નથી. બુનિયાદી અધ્યાપન
પ્રવિણપ્રમાણપત્ર અધ્યયન કરતી વખતે જયારેઆપણ સૌને પૂછવામાં આવતું કે કઈ શિક્ષણ
પધ્ધતિ બાળકોને સૌથી વધુ અસરકારક બની રહે? ત્યારે આપણે સૌ જવાબ એ જ હોય છે કે બાળકો જાતે
નિદર્શન કરે, અનુભવે એટલે કે પ્રત્યક્ષપણે જ વધુ સારી રીતે શીખે છે. આપણેય આપણા
અનુભવો ધ્વારા તે વાત સાચી હોવાનું ઘણીવાર સમર્થન કર્યું જ છે. પરંતુ જયારે તેવા
વિષયવસ્તુ અંગેનું શિક્ષણ કાર્ય કરવાનો સમય આવે ત્યારે એવી કઈ કઈ બાબતો છે કે જેને
આપણે આગળ ધરી “અમે ન કરી શક્યા કારણ કે....”
એમ કહી કારણો આપીએ છીએ.
💣સૌથી પહેલું મોટું કારણ સમય. હા માન્યતા એવી છે કે
બાળકોના અધ્યયનમાં આ બધું કરીએ એટલામાં તો બીજું ઘણું વધારે હું તેમને સમજાવી શકું
છું.
💣ત્રીજી માન્યતા અથવા કહી શકાય ગેરસમજ કે હું વધુ
સારી રીતે બાળકોને સમજાવી શકીશ અને તેનાથી મોટી ગેરસમજ કે તમે જે સમજાવો છો તે
બાળકો તમારા ફોરમેટમાં સમજી પણ રહ્યા છે.
એક કહેવત યાદ આવી ગઈ.. દાઢી એ દાઢી છે અને સાવરણી
એ સાવરણી છે. “એ તો બધું જ
ચાલે...”સાવરણીની જગ્યાએ દાઢી ચાલશે એવું કહી કામ કરનારા મિત્રોને પરિણામ
પણ એવું જ મળતું હોય છે કે દાઢી ઘસાઈ જાય પણ કચરો તો ત્યાંને ત્યાં જ. નાક ઘસાઈ
જાય એ વધારાનું. અહીં નાક ઘસાઈ જવાનો અર્થ છે ખુબ જ પ્રયત્ન મહેનત પરિશ્રમ કરવા
છતાં પરિણામ ન મળવું. માટે જ આવા વિષયવસ્તુમાં જ્યાં જ્યાં અવકાશ છે ત્યાં ત્યાં
આવું કરી શકાય.. સમય માટે તેમનું કેટલુંક કામ બાળકોને સોંપી શકાય..
જેમ કે આ પ્રોજેક્ટમાં જરૂરીયાત મુજબની વસ્તુઓની
યાદી તૈયાર કર્યા પછી ખાલી પૂછ્યું કોણ શું લાવશે...? પછી તો શિક્ષકે કશું જ કરવું
પડ્યું જ નહિ.. સિવાય કે પ્રોજેક્ટનું આયોજન..
જાણે કે બાળકોએ જ આખો પ્રોજેક્ટ ઉપાડી લીધો.... વસ્તુઓ જોઈએ તો પણ ખ્યાલ
આવશે કે આ પ્રોજેક્ટ તો આપણી શાળાના સ્ટોર રૂમમાં જ પડ્યો હશે.. ચાલો જોઈએ જાણીએ
અને માણીએ.... 



📷 video 📷