લેખિત સ્વતંત્રતા !!!
મિત્રો, દેશભરમાં આજે ડૉ.બાબાસાહેબની જન્મજયંતીની ઉજવણી થઇ રહી છે.
ત્યારે આપણે કહીશું કે આ ફક્ત એક વ્યક્તિની નહિ પણ ભારતના બંધારણના ગૌરવની ઉજવણી
થઇ રહી છે. સામાન્યતઃ નિયમ એવો હોય છે કે તમારે જો સિક્કાની એક બાજુને જોવી હોય તો
બીજી બાજુની લાલચ છોડવી પડે. પરંતુ આપણા બંધારણમાં આ નિયમ લાગુ પડતો નથી. કેમ કે જે
જગ્યાએ ઉભા રહી આપણે આપણા હકોને માંગી શકીએ છીએ ત્યાંજ રહી આપણે આપણી ફરજો પણ
દેખાય છે. બધા જ નાગરિકોને વિકસવા માટેની સમાન તક, દેશના બધા જ નાગરિકો સ્વતંત્ર
છતાં પણ બધા જ એકબીજાને જવાબદાર. લોકશાહી રૂપી તાકાત પણ આપણને આ બંધારણ જ આપે છે
જેનાથી અહેસાસ થાય કે કોઈ એક વ્યક્તિ -વસ્તી – વિસ્તાર આ દેશનો માલિક નહિ – ત્યારે
સામે મતદાન જેવું ઓજાર પણ આ જ બંધારણ આપણા હાથમાં મૂકીને અહેસાસ કરાવતો હોય છે કે આપણા
વડે જ આ દેશનો વહિવટ ચાલશે. જાણે કે દરેકને અહેસાસ થાય કે દેશ એટલે “હું’. આવી જ
વિશિષ્ટતાઓને કારણે તો આપણું બંધારણ દુનિયામાં ગૌરવ લેવા સમું બન્યું છે. અને જો
આનો મોટો શ્રેય આપણા ડૉ.બાબાસાહેબને ફાળે
જ જાય છે. પ્રાથમિક શાળાઓમાં જો બાળકો માટે પ્રેરણા દાયી જીવન ચરિત્રનું ઉદાહરણ
પૂરું પાડવું હોય તો તે ડૉ.બાબાસાહેબનું જીવન ચરિત્ર છે. કારણ કે ગ્રામ્યકક્ષાએ
વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટેના સામાજિક આર્થિક કેટલાય અવરોધો આજે પણ હયાત છે.
જ્યાં બાળકના નિર્ણયને જીદ ગણવામાં આવતો
હોય છે. જ્યાં વડીલો ધ્વારા શિક્ષણમાં આવતાં અવરોધોને દૂર કરવાં કરતાં શિક્ષણથી
બાળકોને જ દૂર કરી સમસ્યાનો ઉકેલ શોધ્યાનો અને ક્યારેક ક્યારેક તો બાળકને સીધો
વ્યવસાયમાં જોડી વાલી ધ્વારા પોતાની
આર્થિક સમુદ્ધિ વધાર્યાનું ગૌરવ લેવાતું હોય છે. ત્યારે બાળકોને શિક્ષણ મેળવવા માટેના અવરોધોરૂપી બળાપા કે વાલીઓ
ધ્વારા થતાં બળવા સામે ટકી રહેવાની હિંમત અને પ્રેરણા તો એવા વ્યક્તિના જીવન
ચરિત્રમાંથી મળી રહે કે જેઓ સામાજિક રસમોરૂપી બદીનો ભોગ બની વર્ગખંડની બહાર બેસવું
પડ્યું, પરંતુ બળાપા કરી શિક્ષણ તો ન જ છોડ્યું. અને આ શિક્ષણે જ તેમને આ દેશમાંથી
માનવતા વિરોધી રીત રસમો સામે લડવાનું બળ
પૂરું પાડ્યું. આજે જયારે આવા ગૌરવમય વ્યક્તિત્વની જન્મજયંતીની ઉજવણી થઇ રહી છે,
ત્યારે શાળાએ પણ ફક્ત પ્રવૃત્તિઓ જ નહિ પણ બાળકોમાં પ્રેરણા પેદા કરવાનો પણ
પ્રયત્ન કર્યો છે. ચાલો જોઈએ....
No comments:
Post a Comment