March 02, 2015

“વિજ્ઞાન” ન હોવું એટલે....


“વિજ્ઞાન” ન હોવું એટલે જ “જ્ઞાન” ?
 
                          ૨૮ ફેબ્રુઆરી – રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ –  શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી એટલે બાળકો વિજ્ઞાનથી પરિચીત થાય – દરેક કાર્ય/ઘટના બનવા પાછળ ઈશ્વરીય સંકેત હોય છે – તેવું માનવું આધ્યાત્મિકતા છે. તેમ “દરેક ઘટના પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ જવાબદાર હોય છે- તેવું માનવું તે વૈજ્ઞાનિકતા છે. વિજ્ઞાનનું સાચું અને સારું શિક્ષણ જ બાળકને સમાજમાં બનતી સામાજિક , પૃથ્વી પર બનતી ભૌગોલિક , બ્રહમાંડમાં ઘટતી ખગોળીય  કે શરીરમાં ઉત્તપન્ન શારીરિક ઘટનાઓને સમજવામાં મદદ રૂપ બનતું હોય છે. સમાજને વિજ્ઞાનથી જો થોડો પણ અલગ કરી દેવામાં આવે ત્યારે સમાજનું અંધશ્રદ્ધાયુક્ત વરવું સ્વરૂપ બની જાય છે તે આપે અનુભવ્યું હશે. અને આવું વરવું સ્વરૂપ શાળા માટે કન્યાઓની ગેરહાજરીથી શરુ થઇ સમાજની પ્રગતી અને દેશના વિકાસમાં કેટ-કેટલી અડચણો ઉભી કરે છે તેનાથી આપણે અવગત છીએ. આ ગામની શાળામાં વર્ષો પહેલાંનું વિજ્ઞાન ટેકનોલોજીનું શિક્ષણ કેવું હતું તે જે તે ગામમાં આજની પરિસ્થિતિમાં તે સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓના પ્રમાણથી જાણી શકાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ધ્વારા શાળાએ જ્યારે બાળકોને માર્ગદર્શન આપવાનું થાય છે ત્યારે ફકતને ફક્ત પાઠ્યપુસ્તકને આગળ વધારતાં પહેલાં જે–તે કક્ષાનાં બાળકોમાં રહેલાં ખોટાં પૂર્વગ્રહને સુધારી પછી જ બાળકોને વિજ્ઞાનના નવીન જ્ઞાન માટે તૈયાર કરવા જરૂરી છે. તેનું મુખ્ય અને મુખ્ય કારણ એ પણ છે કે બાળકો પણ એ જ સમાજમાંથી આવે છે કે જેમાં જ્યાં-જ્યાં વિજ્ઞાનના અભાવે જે તે પ્રક્રિયાની અજ્ઞાનતા અંધશ્રધ્ધાના નામે ભરાયેલી પડી છે અને સ્વાભાવિકપણે તેની બાળકો પર અસર હોય જ. શાળામાં શિક્ષકોની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીના જ શિક્ષક એવા છે કે જેમના પ્રામાણિકતા પૂર્વકના પ્રયત્નો આવનારા સમાજ ઉપર ખૂબ જ સારા અને મોટા પ્રમાણમાં અસર ઉભી કરી શકે છે. લીંબુમાંથી લોહી જેવા કલરનો રસ નીકળવો એ એક રસાયણિક પ્રક્રિયા છે અથવા તો કયું રસાયણ હાથમાંથી લાલ લાલ કંકુ જેવું પ્રદર્શન કરે છે-  તેવી ઘણી બાબતો જો શાળાની વિજ્ઞાન-સ્વાનુભવશાળા [પ્રયોગશાળા] ધ્વારા આજના બાળકો જાણી લેશે તો ભવિષ્યનો સમાજ ઘણા પ્રશ્નોવિમુક્ત હશે તે ચોક્કસ છે. ટૂંકમાં કહીએ તો જે ગામની  વિજ્ઞાન-સ્વાનુભવશાળા [પ્રયોગશાળા] જેટલી વધારે કાર્યવંતીત... તેટલી જ વધારે તે સમાજની  જાગરૂકતા.  
ચાલો, જોઈએ શાળામાં યોજાયેલ વિજ્ઞાન અને ગણિતની ક્વીઝના કેટલાંક દ્રશ્યો અને વિડીયો 
જય વિજ્ઞાન ...
સ્પર્ધાની ગોઠવણીનો વ્યુ રજુ કરતું દ્રશ્ય.....


                                                                             ભાગ લેનાર વિવિધ ગૃપ....






નિર્ણાયકશ્રીની નજરે...


પ્રેક્ષકો માટે પણ કેટલાક પ્રશ્નો.
બાળકોએ શું અનુભવ્યુ ?  તથા તેમના અભિપ્રાયો 


અત્યારે અમારો જીવ બળે છે , કાશ ! અમે પણ ભાગ લીધો હોત તો - અસ્મિતા અને પારુલ 
શાળાના શિક્ષક્શ્રીનો અભિપ્રાય 



2 comments:

Vaghjipurpsschool.blogspot.com/?m=1 said...

Sir aapnu kam pathdarshak che.me pan blog banavyo chehttp://kbckheda.blogspot.in/?m=1

Priti Rajput said...

ખૂબ જ સુંદર