September 15, 2014

British council... At NavaNadisar !!!


"પાર્થ"ને કહો.........
 
                     બ્રિટીશ કાઉન્સિલની ટીમ દ્વારા રાજ્યમાં એક સર્વેક્ષણ હાથ ધરાયું છે. ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણ-સ્કોપ્સ એન્ડ નીડ્સ એ અંતર્ગત આપણી નવાનદીસર શાળાની મુલાકાત કરાઈ. ટીમ સદસ્યા દ્વારા અંગ્રેજી શિક્ષણના તાસનું અવલોકન કરાયું. કેટલાક ફીડબેક ફોર્મની આપ-લે થઇ. સાથે બે કલાક જેટલી સઘન ચર્ચા થઇ. આખરે શું ખૂટે છે ?
                                આપણા વિદ્યાર્થીઓ માટે (ઘણીવાર શિક્ષકો માટે પણ) અંગ્રેજી એ અઘરો વિષય છે. ઘણા પ્રયત્નો પછી પણ વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અપેક્ષિત વ્યવહારિક સીધ્ધીએ નથી પહોચતા. અને આ સ્થિતિ વિદ્યાર્થી પક્ષે અને શિક્ષક પક્ષે હતાશા ઉત્પન્ન કરે છે.
આ સ્થિતિ માટેનું સૌથી મોટું કારણ છે “ શિક્ષકના વિશ્વાસ અને ઈચ્છા વચ્ચેની મોટી ખાઈ !
                                 દરેક શિક્ષક ઈચ્છે તો છે કે તેમના વિદ્યાર્થીઓ અંગ્રેજીનો ઉપયોગ કરે,પણ તેઓ પોતે જ તે વિષે શંકાશીલ છે. તેઓની નજર હમેશા વિદ્યાર્થીઓની સામાજિક પરિસ્થિતિ અને અંગ્રેજીવિહીન પરિસર પર હોય છે ! હમમમ..આવામાં વિદ્યાર્થીઓને ક્યાંથી અંગ્રેજી આવડે?  બિલકુલ સાચું ! જ્યાં સુધી વિદ્યાર્થીના કાને અંગ્રેજી પડતી નહિ થાય ત્યાં સુધી તેને તે ભાષા નહિ જ આવડે. પણ એમના કાને અંગ્રેજી પહોચાડશે કોણ ? ગુજરાતી માતૃભાષા છે તેનો ઉપયોગ તો વ્યવહારમાં થાય જ છે. હિન્દી પણ હવે ગામેગામ પહોચી ગયેલા ટેલીવિઝનના માધ્યમથી બાળકોના કાન સુધી પહોચી છે.
અંગ્રેજી માટે એક જગ્યા બચે છે શાળા ! અને ત્યાં શિક્ષકરૂપી અર્જુન તેના હથિયાર હેઠા નાખી બેસી ગયો છે !
                             “હું આમને અંગ્રેજી કેવી રીતે સંભળાવું? હું અંગ્રેજીમાં બોલું તો તેઓ મારું મો તાકી રહે છે ! તેઓ કશું સમજતા નથી !બિલકુલ આ જ સ્થિતિ હોવાની જયારે તમે અંગ્રેજીનો ઉપયોગ વર્ગમાં શરૂ કરશો ત્યારે વિદ્યાર્થીઓ થોડી કુતુહલતાથી-થોડી બાઘાઈથી તમારું મો તાકી રહેતા હોય એવું લાગવાનું જ ! પરંતુ જાતે જ વિચાર કરો શું બીજો કોઈ માર્ગ છે ?
            એક નવજાત શિશુને તેની આસપાસના મોટેરા રમાડવા લે છે ત્યારે શું રમાડે છે ? કબડ્ડી કે ખો-ખો ?! એ બધા તેની સાથે ‘ભાષા-ભાષા’ રમે છે ! તેઓ તેની સાથે વાતો કરે છે. અને તે વખતે પેલું નવજાત શિશુ પણ આપણા અંગ્રેજી વર્ગના વિદ્યાર્થી સમું ફક્ત મોં જ તાકી રહે છે ! છતાં આપણે પેલા શિશુ માટે તે સમજશે કે નહિ- તેને ક્યારેક ભાષા આવડશે કે નહિ ? તેવી કોઈ શંકાઓ સેવતા નથી. બોલવાનું શરૂ રાખીએ છીએ..અને તેની ભાષા શીખવાની યાત્રા શરૂ થઇ જાય છે.
શું અંગ્રેજી શીખવામાં આ જ ક્રમ નથી લાગુ પડતો ?
“ શિક્ષકની જીદ છે કે વિદ્યાર્થી સમજે તો અંગ્રેજી બોલું 
અને 
ભાષા શીખવાનો ક્રમ કહે છે કે “ બોલશો તો જ સમજતો થશે  !

                          આપણે આ બે છેડા ભેગા કરવા જ રહ્યા. કોઈકવાર શાળાના અંગ્રેજીના તાસનું એનાલીસીસ જાતે જ કરજો કે એ ૪૦ મિનીટ્સમાં કેટલો સમય વિદ્યાર્થીઓને કાને અંગ્રેજી પડી ?અમને વિશ્વાસ છે કે તમને અંગ્રેજી શીખવવાનું પ્રથમ પગથીયું મળી જશે !
અમારા બાળકો સાથે અંગ્રેજી ભાષામાં અને ભાષા પર ચર્ચા કરતાં બ્રિટિશ કાઉન્શીલ ટીમના સભ્યશ્રી
બાળકોના લેખિત અભિપ્રાયો અને બાળકોમાં અંગ્રેજીનું સ્તર જાણવાના પ્રયત્નરૂપે 
ભાષા શિક્ષણના તાસનું નિદર્શન કરતી ટીમ  તથા [નીચે] શિક્ષકો સાથે ચર્ચા .... 


ટી.ટી.શ્રી પંચમહાલ, સાથે ડાયટ લેકચરશ્રી તથા બી.આર.પી. અંગ્રેજી [ગોધરા] સાથે અંગ્રેજી વિષે ચર્ચા 

September 05, 2014

જ્ઞાન સપ્તાહ...


"જ્ઞાન સપ્તાહ" તથા "સ્વશાસનદિન"ની ઉજવણી
   
શૈક્ષણિક કાર્યક્રમની ઉજવણી એટલે જ શાળાના ઉત્સવો. જે રીતે આપણા સામાજિક/ધાર્મિક તહેવારો આપણી જીવનશૈલીમાં એકના એક રોજિંદા સમયપત્રકથી આવેલી નીરસતાને દૂર કરી ઉત્સાહ રૂપી ઉર્જા-રસ ભરવાનું કામ કરે છે, શૈક્ષણીક ઉત્સવો તેવું જ કામ શાળાકીય પર્યાવરણ માટે કરે છે. શાળાકીય ઉત્સવો શાળાના પટાંગણના પર્યાવરણને ઉત્સાહ અને ઉમંગથી ભરી દે છે. રોજિંદા દિવસોથી અલગ- ઉજવણીના દિવસની શાળા સફાઈ-પ્રવૃત્તિ હોય કે પ્રાર્થના સમારંભ – બાળકોની ગતિ – ઉત્સાહમાં ગજબનો ફરક દેખાઈ આવે છે. આ માસમાં શાળાએ  “જ્ઞાન સપ્તાહ” નામે આવા જ એક શૈક્ષણિક તહેવારની ઉજવણી કરી. એ દરમ્યાન કેટલાક શિક્ષકમિત્રો મળ્યા જેમનો મુંજવણ રૂપી પ્રશ્ન જ આ લેખની જન્મદાતા છે. તેમનો મત કંઇક આવો હતો કે-: “અરે! યાર “જ્ઞાન સપ્તાહ’ અંતર્ગત જે કંઈ સ્પર્ધાઓ-પ્રવૃત્તિઓ કરવાની થાય છે, તે તો આપણે આપણા રોજિંદા સમય-પત્રકમાં સમાવેશ કરેલો જ છે, તો પછી આ બધું અલગથી શા માટે ?? અને એક દિવસની  આટલા બધી પ્રવૃત્તિનું સુ-આયોજન કરવું કેવી રીતે ?   
                                      મિત્રો, જેમ રોજ ‘જીવતા’ આપણે ‘જન્મદિવસ’ મનાવીએ - અને રોજ નત મસ્તકે ‘શક્તિ’ ને પૂજતા આપણે ‘નવરાત્રી’ ઉજવીએ ! એમ જ રોજ થતી આ શૈક્ષણિક પ્રવૃતિઓ આવા પ્રસંગે ઉજવવાની હોય છે ! સવાલ આપણો છે-કે-મળેલ ‘તક’ ને ‘સરકારી’ ઢબે ઉજવવી કે ‘અસરકારી’ ઢબે ?
                             શાળાને જયારે કાર્યક્રમની રૂપરેખા મળી એટલે તરત પહેલું કામ-એ પરિપત્ર અને ‘જ્ઞાન સપ્તાહ’ ની પુસ્તિકા ધોરણ -૮ ના વિદ્યાર્થીઓને હવાલે કરી દીધા. અને એ રીતે શરૂ થયેલા અમારા સપ્તાહમાં બધા જ કાર્યક્રમો એ મુજબ થયા જે મુજબ અમારા વિદ્યાર્થીઓએ ચાહ્યા ! ઘણી જગ્યાએ અમે નિયત આયોજનથી સાવ જુદા પડ્યા હોઈશું, પણ નિયત હેતુથી નહિ. વાર્તા સ્પર્ધામાં ઝળકેલા ધોરણ-૫ ના ઓડ સુનીલનો આત્મવિશ્વાસ જોઈ સૌ દંગ રહી ગયા તો ભરવાડ સોનલના મોઢે ‘નરસિંહ મહેતા’ વિષે સાંભળીને અભિભૂત થયા. આવા અનેક નાના-મોટા ગૌરવ પ્રસંગો શાળા આંગણમાં ઉજવાયા !  આ હતી અમારી ફલશ્રુતિ અને આનંદ કાર્યક્રમને અસરકારી બનાવવાનો !
આદર્શ વાંચન સ્પર્ધા.....
સુ-લેખન  !!







ચેસ -શિક્ષક્શ્રી સાથે બાળકો -બાળકોના ચહેરા જ કહી આપે છે કે રમત કેવી રોમાંચિત બનશે !
આ રમત વિશે કહેવું જ નહિ પડે કારણ કે આ તો આપણી જૂની અને જાણીતી રમત  !!
સંગીત ખુરશી ... 
Our Tigers ... in kabaddi
ચાલો બનાવીએ - ચાલો રમીએ -  "માટીના રમકડાં" 
ખો-ખો ?? આ તો છોકરીઓની  જ રમત - છોકરાઓના મનમાંથી વાત આ ભૂંસવાના પ્રયત્ન રૂપે...   
ક્વિજ ....
સ્વચ્છતા સંકલ્પ  અને શાળા સફાઈ - [નીચે] શિક્ષક મિત્રોની સાથે મળી સફાઈ કરતાં બાળકો  




સ્વચ્છતા બેનર બનવતો ધોરણ ચોથાનો બાળક.....
સ્વ-શાસનનો આનંદ.... જ્યાં "બાળ-પ્રજ્ઞા શિક્ષકો" પણ હતા 



સ્વ-શાસનદિન એટલે બાળકો વર્ગકાર્ય કરાવે - એટલે શિક્ષકોને તો વર્ગમાં જવાની રજાની મજા- આવી જ રજાના સમયનો લાભ લઇ બાળકો માટે મૂળાક્ષરના કાર્ડ તૈયાર કરતાં પ્રજ્ઞા શિક્ષકમિત્રો.....
શિક્ષકદિને મુખ્યમંત્રીશ્રીનું સંબોધન સાંભળતો શાળા પરિવાર.... 

અમારા બાળ-શિક્ષકોની  સમૂહ છબી 

September 01, 2014

અમારા ધ્વારેથી...


બાળકોની જીવનશૈલી અને સ્વચ્છતા

સ્વચ્છ ગામ-સ્વચ્છ શહેર અને સ્વચ્છ દેશની એક કલ્પના અત્યારે ચાલી રહી છે. ત્યારે શાળા પરિવારના મનમાં તે વિશેની ગડમથલ વર્ષોથી ચાલી જ રહી છે. શાળા કક્ષાએથી જે પેઢીને જો કોઈ વસ્તુનું મહત્વ સમજાવી તેને તેની જીવનશૈલી સાથે વણી દેવામાં નથી આવતી તેને પછીથી જોડવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે.
                 જે વ્યક્તિએ સ્વચ્છતાનો અહેસાસ જ ના કર્યો હોય તેને તેનું પરિસર સ્વચ્છ રાખવાની મથામણ કરવી ક્યાંથી ગમશે? શાળાના જુના વર્ષો યાદ કરીએ તો થાય કે સ્વચ્છતા તરફ સૌનો અભિગમ કેળવાયો તો છે – જ્યાં “તું નાહીને આવ્યો છું ?” નો જવાબ “હા ! સાહેબ રવિવારે જ નાહ્યો’તો !!” એમ મળતો – કેટલાકને સમજાવ્યા પછી ય દરરોજ નાહવાનું ટાળતા - એના માટે એ વિદ્યાર્થીઓ નહિ, પણ એમનું વાતાવરણ જવાબદાર ! – કોઈક જો દરરોજ સ્નાન કરવાનો પ્રયત્ન પણ કરે તો વાલીઓ ટોકે – “શું રોજ નાહ્યા કરે છે ?” દરરોજ નહાવું એ પણ એમની સ્વચ્છતાની વ્યાખ્યામાં નહોતું. આજે સ્થિતિ જુદી છે – ‘નાગરિક ઘડતર’ અને ‘આજના ગુલાબ’ જેવી પ્રવૃત્તિની એટલી અસર તો થઇ કે વિદ્યાર્થીઓ રોજ નહાવા લાગ્યા – સામુહિક રીતે એક પેઢીને ટેવ પડ્યા પછી નખ કાપેલા રાખવા, જમતા પહેલા સાબુથી હાથ ધોવા - થાળી બરાબર ધોવી જેવી જરૂરિયાતો હવે વલણ બની ચુકી છે ! પણ મંઝીલ હજુ દુર છે – એ વિદ્યાર્થીઓ એમના ઘર-આંગણું અને ગામ પણ સાફ રાખતા થશે – એ દિવસ “સ્વચ્છ ભારત” નું સ્વપ્ન સાકાર થશે.
“ચાલો – એક સ્વચ્છ સ્વપ્ન એમની આંખોમાં આંજીએ – એ અંજન વડે એમને નવી દુનિયા બતાવીએ !”