February 02, 2012

પ્રવાસ એટલે.....

પ્રવાસ એટલે સફર અને Suffer !

 શૈક્ષણિક પ્રવાસ એ એક આઉટીંગ માત્ર નથી હોતું.. (અનુભવે તમેય જાણ્યું હશે !)                 
પૂર્વ તૈયારીરૂપે –
§    દરેક વિદ્યાર્થીનો પ્રવાસ નંબર
§    દરેકનું આઈ કાર્ડ
§    શું જોઈશું ? – સ્થળ, લોકો, તેમનો પહેરવેશ, તેમની બોલી, ખેતરો, રસ્તાઓ,
§    શું ધ્યાનમાં રાખીશું – સમય અને સ્થળ બદલાય તેમ વાતાવરણમાં થતા ફેરફાર, ખાવા-પીવામાં કાળજી
...................આવી થોડી ચર્ચા છુટક છુટક થઇ..
ખરેખર પ્રવાસ તો તમારી સામે મુકવો અઘરો છે પણ અમારી અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા કેટલાક (યાદ રહેલા ) સંવાદ, અવલોકનો અને ફોટોગ્રાફ્સ મુકું છું !
ટ્રાવેલ્સ ઉપડ્યા પછી...થોડીવાર અંધારામાં સૌ સામાન અને પોતાની ગોઠવણીમાં લાગી ગયા..પછી ગીત ગુંજ્યું.. પૈસા બોલતા હૈ ... મોટાભાગના બાળકોનો આ પ્રથમ લાંબો પ્રવાસ હતો એટલે વોમીટીંગ રોકવા તેમને બીજા વિચારોમાં મગ્ન રાખવા એ જ એક ઉપાય હતો..તો મેં પૂછ્યું પૈસા કૈસે બોલતા હૈ ? ગીત અને ચર્ચા ચાલી..આખા ગીતને સમજવાનો સૌએ પ્રયાસ કર્યો. થયું કે હિન્દીની કવિતા ભણીને પણ એ જ હેતુ સિદ્ધ થાય છે જે આ ગીત વડે થયા..( આ ટ્રેન્ડ પછી લગભગ દરેક ગીત માટે ચાલુ રહ્યો )         
કેટલાક અવલોકનો રસપ્રદ રહ્યા જેમકે:
§    જમણી બાજુના ખેતરમાં વરિયાળી અને ડાબી બાજુના ખેતરમાં તમાકુ !
§    અક્ષરધામમાં કેટલી ચોખ્ખાઈ છે ?
§    આપણા ગામમાં આટલું ચોખ્ખું હોય તો ?
§    લોન આપણી નિશાળ કરતા જોરદાર છે ! આટલી બધી જગ્યાએ ક્યારે પાણી છાંટી રહેતા હશે ? અલ્યા તો મશીન જેવી પાઈપો જમીનમાં દાબેલી છે !
મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ પછી: સાહેબ, આખા ભારતનો પ્રવાસ થઇ ગયો ! નીલકંઠનો ડાયલોગ જોરદાર હતો ! કયો...? 
 “બાદલ ભી અગર ઘર બસાને લગે તો આધી ધરતી પ્યાસી રહ જાએગી !
                  સાબરમતી આશ્રમ જોઈ : હાચે જ ગાંધી બાપુ અઈ રેતા’તા ? ગાંધીજી પણ નીલકંઠની જેમ આખા ભારતમાં ફર્યા ને ?.................વિનોબા કુટીર જોઈ: આ તો આપડા જેવું જ ઘર છે !...........પ્રાણીસંગ્રહાલય અને તેમાંય સર્પઘર અને પક્ષીઘર જબરજસ્ત આશ્ચર્યજનક રહ્યા : આવાં તો દુનિયા બીજા કેટલા બધા પક્ષીઓ હશે !
અંતે માણેલી અટલ એક્ષપ્રેસની સવારી અને તેમાંય નજીકથી એર બલુનને નજીક જોઈ લેવાની તમન્ના ! સાહેબ એમાં કયો ગેસ ભર્યો હશે ? એ નીચે કેવી રીતે લાવતા હશે?   આ બધા પ્રશ્નો અવલોકનો તેમને લખેલા પ્રવાસ વર્ણનમાં ખુબ નિખર્યા...ચિત્રોમાં એર બલુન અને ગાંધીજીનો રેટિયો અગ્રેસર રહ્યા !





અક્ષ્રરધામ [ગાંધીનગર ]


સાબરમતી આશ્રમ







































પ્રાણી સંગ્રહાલય અને કાંકરિયા કિનારે

























"અટલ એક્ક્ષપ્રેસ"ની સવારી 
રાત્રી ભોજન ...કાંકરિયાના કિનારે 


અમારા માટે સંતોષ એ વાતનો હતો કે ..

બાળકો ફક્ત ફરીને જ પાછા નથી આવ્યા, પણ સાથે-સાથે કેવી રીતે ફરાય તે પણ શીખીને આવ્યા..!!!

25 comments:

chhaya said...

સુમેળ-માહિતી અને આનંદનો

pavanraval said...

ગાંધી આશ્રમમાં વિધાર્થીઓને છબીમાંથી સમજાવતો ફોટો જોઇ એક ક્ષણ એમ લાગ્યુ કે બાપૂની ગેરહાજરી માં પણ ( મ્રુત્યુ બાદ ) મહાદેવભાઇની કામગિરી આપ સંભાળી રહ્યા છો ..........ખુબ સરસ રાકેશભાઇ ..........

CHINTAN SHAH said...

sa.... Ras pravaasvarnan ! Shabdo ni saathe shabdo ni khot poorataa photo saathe... Evu laagyu k hu pan e pravas ma saathe hato... !!

Deepak Solanki said...

આપનો અંક નિયમિત રીતે મળે છે. આપની શાળાની મુલાકાતની અદમ્ય ઇચ્છા છે... ક્યારેક સમય મળે ચોક્કસ આવીશુ. આપની કામકિરિ ખરેખર પ્રસંશાને પાત્ર છે. એમાય આપ આઇ.ટી. નો આટલો સરસ ઉપયોગ કરો છે તે માટે આપના આચાર્યશ્રી, શાળા પરિવાર, વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ અને ગ્રામજનો સૌ અભિનંદનને પાત્ર છો... જો ગુજરાત અને દેશના દરેક શાળામાં આપની જેવી જાગૃતિ આવશે તો કદાચ અમેરીકા જેવા દેશો આપણી કરતા ક્યાંય પાછળ રહી જશે કેમકે કેળવણી એ દેશના વિકાસનુ પહેલુ પગથીયુ છે.
દીપક સોલંકી,
પત્રકાર, સ્કૂલ કોલેજ ન્યુઝ, મો. 7698885855

suresh said...

superbb

suresh said...

superbb

Abdulkadar said...

salute you and all of your team...

bhaveshgadhavi said...

so so so good school.....

bhaveshgadhavi said...

so so so beautiful school.....

જિતેન્દ્ર પટેલ said...

very good
i am surprised that in gujarat gov. school such a great activity done.
hu hamana VIDHYA SAHAYAK ma surat khate school no. 122 ma jodayo chhu. mane pan aavi pravutti karavani game chhe a ne hupan aavi pravutti karavuchhu. tamari school ni visit levani khub echha chhe. jitendra patel - surat. 9327162524

જિતેન્દ્ર પટેલ said...

very good
i am surprised that in gujarat gov. school such a great activity done.
hu hamana VIDHYA SAHAYAK ma surat khate school no. 122 ma jodayo chhu. mane pan aavi pravutti karavani game chhe a ne hupan aavi pravutti karavuchhu. tamari school ni visit levani khub echha chhe. jitendra patel - surat. 9327162524

dip said...

tamaro blog khub j gamiyo....kharekhr tame tare jami par lavi didha chhe..mare school ni mulakat karvi chhe pan vekesan chhe..aap no co.no. jarur aapjo...tamne..shada parivar ne khub dhanyvad...dipak satun primary school [pavijetpur vadodara]...from :mehlol godhra

dip said...

mare..aap no bayoskop ank pan joyye chhe...dipak solanki mehlol:9726588945

PIYUSHKUMAR A CHAVDA said...

khub ja saras activity sathe aap kam kari rahya cho...darek teacher jo aa rite potani school ne potanu jivan banavi de to aa gujarat ni khub ja moti pragti bani jase.....aa sivay visesh kasu kahyu hoi to maaf karso...

brcnaswadi said...

pravs etle balko mate no adbhut njro j mukt rite nihade,masum chera o emni ankho ma ked kari de ne jivanbhar ene j yaad kre

Rkpatel said...

Read karta pravas thai gayo..

Rkpatel said...

Post read karta jane pravas ma hova ni anubhuti thai...

Salute to u n yr work...congrets team navandsr

Rkpatel said...

Post read karta jane pravas ma hova ni anubhuti thai...

Salute to u n yr work...congrets team navandsr

Rkpatel said...

Read karta pravas thai gayo..

Rkpatel said...

Read karta pravas thai gayo..

Mehul prajapati said...

Good work sir.

Mehul prajapati said...

Good work sir.

Unknown said...

Vah vanchine Lagyu ke Jane pravas marine aavya n hoy.

Unknown said...

Sorry pravas ma farine

Bobdii said...

Good work..
from www.shivanischool.wordpress.com