January 27, 2012

ગણતંત્ર........

भारतमाता की जय...!!!
મિત્રો,આપણે આ વખતે ૬૩મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી..અને સાથે-સાથે આપણે આપણા પ્રજાસત્તાકનું  ગૌરવ પણ લીધું, પણ જયારે આ આપણી આ પ્રજા+સત્તાક અનુભવવાની વાત આવે છે ત્યારે જો આપણે ઘણાના અથવા તો મોટાભાગના વ્યક્તિઓના અનુભવો સાંભળીશું તો વાતો નકારાત્મકતા તરફ દોરી જશે...હવે તમે મને ઠપકો ન કરશો કે આવા આપણા ગૌરવસમા રાષ્ટ્રીયપર્વની ઉજવણી સમયે આવી નકારાત્મક વાતો વડે અમારો ઉજવણીનો આનંદ ફીકો પાડશો નહી... મિત્રો અમારો ઉદ્દેશ્ય એવો છે કે હું તમે અને આપણે સૌ દેશવાસીઓ બધા જ આ તહેવારની   ફક્ત એક દિવસ પૂરતી ઉજવણીનો આનંદ નહી પણ આખા વર્ષ દરમ્યાન અનુભવીને માણીને.. અને તે વડે જ આપણે સાચા પ્રજાસત્તાકદિનની ફલશ્રુતિ મેળવી શકીશું...અને તે માટે મારે તમારે અને આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે...આપણા દેશની જનસંખ્યાનો મોટોભાગ ગામડાઓમાં જ રહે છે.. અને શાળા એ ગામડામાં સૌથી વિકસીત અને વિશ્વાસ પાત્ર સ્થળ કહીએ તો પણ ખોટું નથી....શાળાઓ ધ્વારા જ ગ્રામજનોને પોતાની ફરજો પ્રત્યેની સભાનતા માટે પ્રેરિત કરવામાં અને હકો માટે જાગૃત કરવામાં તો જ સાચા અર્થમાં આપણે રોજેરોજ પ્રજાસત્તાક દેશમાં જીવવાનો ગર્વ લઇ શકીશું, અને આવા પ્રયત્નો કર્યા પછી આપણે આપેલ સલામી માટે આપણા તિરંગાને પણ આપણી સલામી પર ગર્વ થશે તે ચોક્કસપણે અમે કહી શકીએ છીએ...
આવા જ ઉદેશ્ય સાથેના કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અમે પણ આપણા ગૌરવવંતા પ્રજાસત્તાકદિનની ઉજવણી કરી..આવો આપને પણ અમે અમારા આ ઉદ્દેશમાં અને અમારી આ ઉજવણીમાં  સામેલ થવા આવકારીએ છીએ......
भारतमाता की जय...!!!






કાર્યક્રમની શરૂઆત ધોરણ-૧ ના બાળગીત સાથે !


ધોરણ ૩-૪ નું અભિનયગીત અને યોગ.





નાટક- એકલવ્યની ગુરૂભક્તિ 







ભારતના નાગરિક હોવું એટલે શું ? - નીતિન રાવળ 



એક પાત્ર અભિનય- આપણા ક્રાંતિકારીઓ

વીર સાવરકર- દિનેશ મહેરા 
આઝાદ- હિતેશ મહેરા 

મદનલાલ-પીન્ટુ મહેરા 
સુખદેવ-આશિકા બામણીયા 

શ્યામજી કૃષ્ણવર્મા-  હિરલ પરમાર 
દુર્ગભાભી- સેજલ પરમાર 

બળવંતરાય ફડકે-સંજય મહેરા 
રામપ્રસાદ બિસ્મિલ-હરેશ રાવળ 

ભગતસિંહ - પ્રકાશ બીલદાર
પ્રફુલ ચાકી-અજય પરમાર 

ગામમાં ભ્રષ્ટાચાર ! - નાટક (ધો-૬ થી ૮ ના વિદ્યાર્થીઓ )








ઝટકાલાલનો ઝટકો..એકપાત્રી અભિનય..


સ્વરચિત વાર્તા 'કાળી' નું વાંચન 
અંતે દેશભક્તિ ગીત 

ગ્રામજનો સમક્ષ કમ્પ્યુટર લેબ અને અમારા બાળકોએ કરેલ પ્રવૃતિઓ - પ્રવાસના ફોટોગ્રાફ્સનું પ્રેઝન્ટેશન 


અમારામાં અને અમારાં બાળકોમાં [હા,તેમના પણ ખરા!]  ઉત્સાહ વધારતાં ગ્રામજનો    





January 16, 2012

"મારો ચગે રે પતંગ કેવો..."



બાળકો અને ઉત્તરાયણ.....મારો ચગે રે પતંગ....!!!

આમ તો  ગત વર્ષે શાળા પતંગોત્સવની ઉજવણી માટે  બાળકો સાથેની શરત અમારી એવી હતી કે, દરેક બાળકે પોતે પોતાના ઘર પાસે કપાઈને આવેલા અથવા તો મળેલા પતંગો વડે જ ઉજવણી કરીશું...પરંતુ આ વખતે અમારી શરત જરા હટકે હતી, અમે આ વર્ષના શાળા-પતંગોત્સવનું આયોજન ઉત્તરાયણના આગલા દિવસે જ નક્કી કર્યું..નક્કી એવું થયું, કે દરેક બાળકે ઘરેથી ફક્ત દોરી અને પોતાની આસપાસ અથવા તો શાળામાં આવતા રસ્તામાં જેટલી ફાટેલી-તૂટેલી પતંગો મળે તે લેતાં આવવી...તે ફાટેલી-તૂટેલી પતંગોમાંથી કમાન [ ચીપ્સ ]નો ઉપયોગ કરી આપણે અહિં જ નવી પતંગ બનાવીશું...અને તેના વડે જ ઉજવીશું આપણે આપણો શાળા-પતંગોત્સવ...આખા દિવસનું આયોજન કંઈક આ મુજબનું હતું...સવારે પ્રાર્થના...પ્રાર્થના બાદ ઉત્તરાયણ દરમ્યાન જે કોઈ બાળકોને નાની-મોટી ઈજા પહોંચી હોય તે ઘટના કહે અને તેવી ઘટના ન બને તે માટે પતંગોત્સવની ઉજવણીમાં શું-શું કાળજી રાખીશું તેની ચર્ચા...ત્યારબાદ મોટી વિશ્રાંતિ સુધી પતંગો બનાવવાનો શાળા-ઉદ્યોગ.....બપોર પછી શાળા-પતંગોત્સવની ઉજવણી...સાંજે ૪ વાગે ઉત્તરાયણ વિશે બાળકોને માર્ગદર્શન અને ઘરેથી ઉત્તરાયણ વિશે નિબંધ લેખન...અને છેલ્લે મેદાન સફાઈ.., 
         અમારો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો પતંગો બનાવતા શીખે...જરૂરિયાતમંદ બાળકોને પણ શાળા-પતંગોત્સવની ઉજવણીમાં પતંગો અને આનંદ મળે અને સૌ બાળકો સાથે મળી ખૂબ-ખૂબ આનંદ કરે....બાળકોના ચહેરા પરની રેખો તો અમારા આયોજનની સફળતા તરફ અંગુલિનિર્દેશ કરતી હતી,છતાં પણ જો તમને જો આયોજનમાં કઈંક ખામી દેખાય તો ચોક્કસ અમારૂ ધ્યાન દોરજો...
ચાલો,અમારી શાળાના શાળા-પતંગોત્સવમાં,અમારા બાળકોની વચ્ચે,કેમેરા ધ્વારા ... 
 ઘરેથી અથવા તો રસ્તા પરથી ચીપો લઈને  આવતાં બાળકો.....

 કેવી રીતે બનાવીશું પતંગ???-નમૂનારૂપ માર્ગદર્શન 


ગ્રુપ પ્રમાણે પતંગો બનાવતા બાળકો   


 સાથે-સાથે દરેક ગ્રુપને માર્ગદર્શન અને મદદ પણ....
 
 પોતાને ગમતી અને પોતાને અનુકૂળ માપ મુજબની પતંગોનું નિર્માણ 
 પતંગોને સુકાવવા માટેની વ્યવસ્થા..
 પતંગો બનાવવા માટે ધમધમતા શાળા-ઉદ્યોગનું એક દ્રશ્ય...
 અમે તૈયાર છીએ અમારી પતંગો સાથે....


મોટી વિશ્રાંતિ બાદ
 પતંગોત્સવ સમયના દ્રશ્યો આવા હતા...

 
  
 


 અમારા બાળ-મિત્રોની સાથે-સાથે પક્ષીઘરના અમારા આ મિત્રોને નુકશાન ન પહોંચે તેની પણ અમારે કાળજી રાખવી જરૂરી  હતી !!

 ઘણા બાળકોને બસ આમાં જ રસ હતો.....

 પતંગોત્સવ પૂર્ણ થયા પછી તે ચીપ્સોનો ત્રીજી વાર ઉપયોગ..ધોરણ૧-૨ ના શિક્ષિકાબેનને પૂછતાં ખબર પડી કે હવે નાના બાળકો આમાંથી સરસ ધજાઓ બનાવશે
 ઉત્તરાયણ વિશે ધોરણ ૧થી૪ અને ૫થી૮ નાબાળકોને વય મુજબ માર્ગદર્શન 
અને છેલ્લે મેદાન સફાઈ....