March 01, 2011

T.L.M -વસ્તુમાં નહિ પણ,આપણા મગજમાં હોય છે!

M ભીંત પર લટકાવેલ  હાર્ડબોર્ડ એટલે જ T.L.M., આવું અન્ય કેટલાક લોકોની જેમ તમે પણ નથી વિચારતાને????

અમારા બાળકો-ઘેટાં વિશે જાણવા ઘેટાંની વચ્ચે 
                                                    બાળકોને જ્યારે પણ કોઈ મુદ્દો સરળતાથી શીખવવો હોય કે તરત જ આપણને યાદ આવે છે T. L. M. કારણ કે અસરકારક T. L. M. આપણી મહેનતને ઓછી અને પરિણામને વધારી આપતું મોટામાં મોટું મદદનીશ છે. અમે તો માનીએ છીએ કે T. L. M. એ બાળક અને શૈક્ષણિકમુદ્દા વચ્ચે સેતુનું કામ કરે છે. પણ લાચારી એ વાતની છે કે જ્યારે પણ આપણે T. L. M.ને યાદ કરીએ છીએ, આપણી નજર જાય છે વર્ગખંડની ભીંત પર! કેમ કે આપણે T. L. M.ની વ્યાખ્યા જ સંકુચિત બનાવી દીધી છે.            
T.L.M. એટલે શું?
                                             ૫૦૦/-ની ગ્રાન્ટમાંથી [કદાચ સ્વનિર્મિત] બનાવેલ શૈક્ષણિક સાધન એટલે જ T. L. M., એવો ભાસ આપણે [અને કદાચ આપણા માર્ગદર્શકોએ] ઉભો કરી દીધો છે. પરિણામે આપણે બાળકના મોટામાં મોટા T. L. M. એવા તેની આસપાસના પર્યાવરણ/સામાજિકતા/વ્યવહાર/વ્યવસાયો વગેરનો ઉપયોગ કરવાનું ભૂલી આપણે આપણા વર્ગખંડોની કહેવાતી ક્રિયાત્મક દીવાલો પર જ મદાર રાખીએ છીએ.
ü  તમે ક્યારેય પર્યાવરણમાં બાળકના માર્ગદર્શન માટે  શાળાની આસપાસનો ઉપયોગ કર્યો છે?
ü  તમે તમારા ગામમાંના સમાજનિર્મિત T. L. M.નો ઉપયોગ કર્યો છે ખરો?
ü  તમે તમારી આસપાસના વ્યવસાયકારો નિર્મિત T. L. M.નો ઉપયોગ કર્યો છે ખરો?
અમારી શાળા માને છે કે શાળાની બહાર T. L. M. ડગલેપગલે નજરે પડશે, જો તે નજરથી તમે જોવા માટે તૈયાર હશો તો જ!!!
અમારા પ્રજ્ઞા-શિક્ષકશ્રીની આવી જ શૈક્ષણિક નજરને કારણે “ઘેટું” પ્રાણીના રહેઠાણ-ઉપયોગ વગેરે મુદ્દાઓ  વિશે બાળકોને સમજ આપવા માટેનું એક T. L. M. મળ્યું અને શિક્ષણના લાલચુ આમારા તે શિક્ષકશ્રી તેનો કેવો ઉપયોગ કર્યો તે તમે કેમેરાની સાથે ચાલતા ચાલતા જોઈ શકો છો.પણ ધ્યાન રાખજો કે તમને પગમાં કાંટો ન વાગે, અમારા શિક્ષક-મિત્રો અને બાળકો તો ટેવાઈ ગયા છે.
અમારા એક દિવસના શિક્ષક -"કાતરીયા
[ઘેટાનું ઉન ઉતારનાર]
Ýગુજરાતમાં ઘણી જગ્યાએ  તેમને "લાવા" તરીકે પણ ઓળખે છે.Ý
ઘેંટાના ઘરે જઇને જ ઘેંટાના  રહેઠાણનો અનુભવ- 
ઉનનું નિદર્શન અને સ્પર્શાનુભવ પણ !!!!!
કાતરેલ ઉન -ક્યાં અને શા માટે જશે? તેની પ્રાથમિક સમજ  
ઘેંટા અને બાળકો -પછી મસ્તી તો હોય જ ને !
આપણને શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપતા Ýઆવા ગરમ કપડાં આવા  ઉનમાંથી જ બને છે, કેવી રીતે? તેની પ્રાથમિક સમજ ... 
Ý"ચાલો ઘેટું બનાવીએ"Ý
  
Þબાળકોનો  પ્રયત્ન  અને શિક્ષકશ્રીનું માર્ગદર્શન,  પરિણામ તમારી સામે નીચેના ફોટોગ્રાફમાંÞ
 હવે,તમે જ કહો કે, T. L. M.ની  સ્વનિર્મિતતા વધારે  જરૂરી છે કે T. L. M.ની અસરકારકતા ?
[કોમેન્ટમાં લખો]

16 comments:

અશોકકુમાર - 'દાસ' said...

આપની શાળા અને આપના શિક્ષક નો દ્રષ્ટિકોણ / બાળકોને સમજાવવાનો અભિગમ ખૂબજ પસંદ આવ્યો. આપ તેમજ આપની શાળાના શિશક અભિનંદન ને પાત્ર છો.

આવા જ અભિગમ થી આપવામાં આવતું શિક્ષણ બાળકોના મગજમાં તેમજ હૃદયમાં યોગ્ય રીતે ઊતરે છે.

ખૂબ ખૂબ અભિનંદન !

Subir Shukla said...

Great pics, wonderful work, quite moving. Could we use this series as a lesson in one of our textbooks? It could describe such a process with pics, and then ask children to undertake a similar exploration with their teacher/s in the neighborhood. We could give examples of different kinds. Children could keep records, analyse them, etc. Possible in both EVS and language. Alternatively, one of the books in the district specific materials library could be based on such an field trip taken in the area... Do mull over and have your views ready!

Unknown said...

balakne joi je rize,rize balak joi jene,vatsalmurat,snehalsurat hraday hradayna vandan tene
-manoj j dhandhliya
crc co-khadsaliya,bhavnagar

MANAN said...

the one thing behind the whole process i oberved is the active participation of children....
the real meaning of a TLM.
is there any need to prove its effectiveness!!??

visit EVS Srg's blog
www.srgevs.blogspot.com

બીઆરસી ભવન...કોડીનાર said...

ખુબ સરસ
આ૫નું મુખ૫ત્ર ૫ણ સૌને માટે ૧ ટી.એલ.એમ રૂ૫ છે,શિક્ષણ જગતમાં નાવિન્યતા સભર વિચારો દ્રારા કેળવણી ને જીવંત રાખવાના ભગીરથ પ્રયાસ બદલ નવા નદીસર શાળાના શિક્ષક મિત્રોને મારા અભિનંદન.

જય જય ગરવી ગુજરાત....

vishal makwana said...

congratulation dear....!
i am speachless.....

Unknown said...

I m really soked....
I learned in a book about it...
bt never use this style...
bcoz
i thought it is useless & not important...
bt 2dy i m wrong...
salute sir...

Unknown said...

અભિનંદન

http://vantdaprimaryschool.blogspot.com/

Unknown said...

http://vantdaprimaryschool.blogspot.com/

N.J. JANJANI said...

તમારો બ્લોગ ખુબ જ ગમ્યો . પંખી ની વાર્તા અને ઘેટા નું ઉન ઉતારવાનું રૂબરૂ મુલાકાત ખરે ખરે દરેક માટે પ્રેરણાદાયક છે.
નાનજી જે. જાજાણી,
સી.આર.સી. કો-ઓર્ડીનેટર ,
મીરઝાપર , તા. ભુજ-કચ્છ
મારો બ્લોગ
www.crcmirzapar.blogspot.com
www.jajani.blogspot.com

N.J. JANJANI said...

તમારો બ્લોગ ખુબ જ ગમ્યો . પંખી ની વાર્તા અને ઘેટા નું ઉન ઉતારવાનું રૂબરૂ મુલાકાત ખરે ખરે દરેક માટે પ્રેરણાદાયક છે.
નાનજી જે. જાજાણી,
સી.આર.સી. કો-ઓર્ડીનેટર ,
મીરઝાપર , તા. ભુજ-કચ્છ
મારો બ્લોગ
www.crcmirzapar.blogspot.com
www.jajani.blogspot.com

Edu.viki said...

શિક્ષકશ્રીને અભિનંદન.....keep it up

Unknown said...

ખુબ સરાહનીય અને વાસ્તવિકતાની પહેચાન કરાવતી કામગીરી માટે તમે અને તમારા માર્ગદર્શકો અભિનંદનને પાત્ર છે... ખુબ આગળ વધો ....

krunal panchal said...

અદ્ભુત... અપ્રતિમ....ખુબ સુંદર અને જીવંત અભિગમ. આપના શિક્ષકશ્રી વંદનીય છે.

Unknown said...

જબરદસ્ત

Unknown said...

ખૂબ શરસ કામગીરી છે .શિક્ષક શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન