6 વર્ગખંડોમાં મજૂરી નહી પણ, મહેનત કરીએ
પહેલા તો આપણે “મજૂરી” અને “મહેનત”ની વ્યાખ્યા સમજીએ.
કોઇ કાર્યનું પરિણામ મેળવવા માટે ધાર્યાં કરતાંય વધારે માનસિક કે શારીરિક પ્રક્રિયા કરવી કે કરાવવી પડે એટલે “મજૂરી” ,પણ તે જ કાર્યનું પુરેપુરૂ પરિણામ ઓછી પ્રક્રિયાએ પરિપૂર્ણ થઇ જાય તો તે માટે કરેલ પ્રક્રિયાને માટે આપણે “મહેનત” શબ્દનો પ્રયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે ....
આપણી શાળામાં x નામના શિક્ષકશ્રીએ બાળકોને કોઈ એકમ શિખવવા માટે અમુક દિવસ સુધી પ્રક્રિયા હાથ ધરી અને છતાં પણ તેઓ બાળકોમાં અથવા તો બધા જ બાળકોમાં સારૂ પરિણામ ન મેળવી શક્યા.
બીજા y નામના શિક્ષકશ્રીએ તે જ બાળકોને તે એકમ અન્ય કોઈ રીતે ઓછા સમયમાં શીખવી વધુ સારૂ પરિણામ મેળવે છે.
હવે તમે જ કહો આમાં કોણે મહેનત કરી અને કોણે મજૂરી કરી કહેવાય ?
તમે કદાચ એમ પણ કહેશો કે ભાઈ x એ પણ તે બાળકો માટે મહેનત તો કરી કહેવાય જ ને? પણ ના ! કેમ કે વધુ પરિશ્રમ અને ઓછું વળતર એ મજૂરી ની વ્યાખ્યા બને છે તે તમે તમારા આસપાસના સામાજીક વ્યહવારમાં જોતાં હશો.
જ્યારે તમે કોઈ કાર્ય માટે પરિશ્રમ કરો છો અને તે ખૂબ જ [૧૦૦%] સફળ થાય છે ત્યારે બધા તમને શાબાશી આપતા “આ કામ માટે ફલાણાભાઈએ ખૂબ મહેનત કરી હતી” એવો શબ્દ-પ્રયોગ કરવામાં આવે છે. ટુંકમાં કહીએ તો...
મજૂરી= વધારે પરિશ્રમે ઓછું પરિણામ [વળતર] મહેનત= ઓછા પરિશ્રમે વધારે પરિણામ [વળતર]
ü હવે આપણે વિચારીએ કે બાળકોને કોઈ પણ વિષયવસ્તુ શીખવવા આપણે શું કરીએ છીએ?
હા આપણે આપણા વર્ગખંડમાંના બાળકોમાં ૬૦%ની આસપાસના બાળકોને કોઈ વિષય વસ્તુ શીખવવામાં સફળ થઈએ તો તે વિષયવસ્તુ માટે કરેલ પરિશ્રમ ૬૦%બાળકો માટેની “મહેનત” ગણાશે પણ બાકીના ૪૦%માટે તમારો પરિશ્રમ શું બની જશે મહેનત કે મજૂરી?
અમે એવું કહેવા માગીએ છીએ કે “ “મહેનતુ નહી સ્માર્ટ બનીએ”” [એટલે કે કોઈ કામમાં વધારે પરિશ્રમ કરવાવાળા નહી પણ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી જે તે કામને સરળ બનાવી દેનાર બનો] તમારા ઘણા જ પ્રયત્નો પછી બાળક શીખશે જ પણ જો તમે તેને શીખવવાની પ્રક્રિયામાં પોતાની સુઝબુઝ ઉમેરી એવી પ્રવૃત્તિ અને પદ્ધતિઓ અમલમાં મુકો કે જેમાં તમારૂ કામ સરળ બની જશે. ખરેખર તો બાળકને કોઈ એકમ શીખવવા માટે મહેનત કરતા પણ વધારે મહત્વનું છે તે માટેનું આયોજન. અબ આપ કો હર બાર ડેમો દેના પડતા હેં .....દાખલા તરીકે તમારા જ ગામમાં નાનામાં નાના દરજીને ત્યાં જાઓ અને પૂછો કે તમે શર્ટ કે ફ્રોક સીવવાની પ્રક્રિયામાં વધારે સમય,ધ્યાન અને ચીવટ શેમાં રાખશો, કાપડના કટિંગ સમયે કે સિલાઈકામ સમયે?[ સાચે જ પૂછજો અને દરજીના સરનામા સાથે અમારા બ્લોગ પર કોમેન્ટમાં જવાબ લખજો] જો તે કાપડના કટિંગ માટે ઓછો સમય ફાળવી અને ઉતાવળ કરે અથવા તો ચીવટ ન રાખે તો તેને સિલાઈકામ વખતે વધારે કેટલી બધી મહેનત[મજૂરી] કરવી પડે તે દરજીના મુખે જ સાંભળજો. હવે તમે તમામ વ્યવસાયકારોની કાર્યપદ્ધતિ વિશે વિચારો –તેઓને કયા કામમાં વધારે મહેનત અને ચીવટની જરૂર પડતી હશે? કાર્યમાં કે તે કાર્યના પૂર્વ આયોજનમાં? જો આપણી શાળાઓની વાત કરીએ તો.....................
· શું આપણે એકમો શિખવવા માટેનું પૂર્વઆયોજન કરીએ છીએ?
· શું તેમાં આપણે વર્ગખંડની અંદર-બહારની મહત્વની બાબતોનું ધ્યાન રાખીએ છીએ?
· શું આપણી પાસે તે એકમોનું માપ [જરૂરી મહત્વના મુદ્દાઓ] હોય છે?
· શું તે એકમ જેને શીખવવાનો છે તે બાળકોનું માપની [એકમ માટેની બાળકોની સજ્જતા] જાણ આપણને હોય છે?
હવે કોઈ વ્યવસાયકારને પૂછી જો-જો કે આ ઉપરોક્ત માપ સાથે આપણે આપણા શિક્ષકના વ્યવસાયમાં સફળ થઈશું ખરા?
ï કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખીશું “એકમના પૂર્વ-આયોજનમાં”
· શું શીખવવાનું છે? – શૈક્ષણિક મુદ્દો
· શા માટે શીખવવાનું છે? – શૈક્ષણિક હેતુ
· કેવી રીતે શીખવવાનું છે? – શૈક્ષણિક પદ્ધતિ
· ક્યાંથી શીખવવાનું છે? – સ્રોત
2 comments:
Too good.thanks for daily inspiration..
સરસ લેખ...જેમાં અનુભવનો નિચોડ છે...બધા શિક્ષકો આ બાબત સમજી શકે તો કેટલાક શિક્ષકોનો "કોમન" પ્રશ્ન દૂર થઈ જાય....👌👍
Post a Comment